સ્માર્ટફોન જોડે લઇને ઊંઘવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક નુકસાન, આજે જ બદલી નાખો આ આદત

સ્માર્ટ ફોનના વધારે પડતા ઉપયોગ કરવાથી તે આપણી માનસિક સ્થિતિને પ્રભાવિત કરી રહી છે. હવે સ્માર્ટફોનના વધુ ઉપયોગની અસર લોકોના યૌન જીવન પર પણ જોવા મળી રહી છે.

image source

એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે સ્માર્ટફોનનો વધારે પડતો ઉપયોગથી આપણી માનસિક સ્થિતિ પ્રભાવિત થઈ રહી છે. ઉપરાંત હવે એ વાત પણ સામે આવી છે કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાથી લોકોના યૌન જીવન પણ પ્રભાવિત થઈ રહ્યા છે. એક નવા અધ્યયનમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. મોરોકકોના કાસાબ્લાંકામાં શેખ ખલીફા બેન જાયદ આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય હોસ્પિટલના યૌન સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ખુલાસો કરાયો છે કે અધ્યયનના દાયરામાં સામેલ કરવામાં આવેલ ૬૦% લોકોએ સ્માર્ટફોનના કારણે પોતાના યૌન જીવનમાં આવેલી સમસ્યાઓનો સ્વીકાર કર્યો છે.

રાત્રી દરમિયાન સ્માર્ટફોનનો ઉપયોગ કરવો.:

image source

મોરકકો વર્લ્ડ ન્યુઝ દ્વારા એક રિપોર્ટ જાહેર કરાયો છે તે મુજબ તેના એહવાલ વિશે જણાવતા કહે છે કે આ સર્વેમાં ભાગ લેનાર ૬૦૦ પ્રતિ ભાગીઓની પાસે સ્માર્ટફોન હતા અને એમાંના ૯૨% લોકોએ એ વાત સ્વીકારી છે કે તેઓ રાત્રી દરમિયાન પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તેમાંથી ફક્ત ૧૮% લોકો જ એવા છે જે પોતાના સ્માર્ટફોનને બેડરૂમમાં ફ્લાઇટ મોડ પર રાખવાની વાત કરી હતી.

યૌન ક્ષમતા પ્રભાવિત થાય છે.:

image source

અભ્યાસમાં મળી આવ્યું છે કે સ્માર્ટફોન એ ૨૦ થી ૪૫ વર્ષની આયુ ધરાવતા વ્યસકોમાં નકારાત્મક પ્રભાવ પાડે છે. સર્વેમાં ભાગ લીધેલ પ્રતિભાગીઓમાંથી ૬૦% લોકોનું કહેવું છે કે સ્માર્ટફોન તેઓની યૌન ક્ષમતાને પૂર્ણ રીતે પ્રભાવિત કરે છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે લગભગ ૫૦% લોકોએ યૌન જીવન સારું ના હોવાની વાત કરી છે કેમકે તેઓએ લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે.

ઇનકમિંગ કોલનો જવાબ આપવાની મજબૂરી.:

image source

અમેરિકાની એક કંપની શ્યોર કોલના એક સર્વેક્ષણમાં જણાવ્યું છે કે લગભગ ૭૫% લોકોએ વાત માને છે કે તેઓ રાતે સૂતી વખતે પથારીમાં જોડે સ્માર્ટફોન રાખીને સુવે છે. જે લોકો પોતાની આસપાસ સ્માર્ટફોન રાખીને સુવે છે, તે લોકો સ્માર્ટફોન પોતાનાથી દૂર થવાથી ડર કે ચિંતા જેવી લાગણી ઘેરી વળે છે તેવી વાત જણાવી છે. અધ્યયનમાં સામેલ પ્રતિભાગીઓમાંથી ૧/૩ લોકોનું માનવું છે કે કેટલીકવાર ઇનકમિંગ કોલનું જવાબ આપવું મજબૂરી બની જાય છે જેનાથી સેક્સમાં અટકાવ આવે છે જેથી યૌન જીવન ખૂબ પ્રભાવિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ