જાણો મોંઢામાંથી લોહી પડવા લાગે ત્યારે કઇ-કઇ બાબતોનુ ખાસ રાખવુ જોઇએ ધ્યાન

મોઢામાંથી લોહી પડવાના બીજા કારણો પણ હોઈ શકે છે

જો તમારા મોઢામાંથી ક્યારેક ક્યારેક લોહી વહી આવતું હોય પછી ભલે તે ગમે તેટલી ઓછી માત્રામાં હોય તેમ છતાં તમારે તે વિષે તમારા ડોક્ટર પાસે સલાહ લેવી જ જોઈએ. હા ક્યારેક તમારા દાંત નબળા પડ્યા હોય અથવા તો છોલાયા હોય ત્યારે તમારા મોઢામાં લોહી આવતુ હોય છે પણ ઘણીવાર શરીરની અંદરથી લોહી મોઢામાં આવે છે જે એક ગંભીર ચેતવણી તમને આપતું હોય છે અને તે ચેતવણીની તમારે ક્યારેય અવગણના ન કરવી જોઈએ.

image source

સામાન્ય રીતે આ લક્ષણને ટીબી સાથે સાંકળવામાં આવે છે. ક્યારેક એવું બન્યું હોય કે તમને ઉધરસ આવતી હોય અને તમને કફ આવે અને તમે તેને થૂંકો ત્યારે તમને તેમાં લોહી પણ જોવા મળે તો તે એક ગંભીર ચેતવણી છે. જો આ સ્થિતિ વારંવાર પુનરાવર્તિત થતી હોય તો તમારે તેને કટોકટી જ સમજીને તેના ઉપચાર માટે તૈયાર થઈ જવું. જો આ બાબતને તમે હળવી લેતા હોવ તો તેમ ન કરવું જોઈએ. તમારે તરત જ ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ બની શકે કે તમે કોઈ ગંભીર સ્થિતિને અવગણી રહ્યા હોવ.

જો એક દિવસ દરમિયાન તમારી ઉધરસથી કફની સાથે સાથે લોહી પણ પડતુ હોય અને તે અઢીસો ગ્રામ જેટલું પણ હોય તો તે તમારા માટે એક જીવલેણ સ્થિતિ સાબિત થઈ શકે છે. તેમ થતાં તમારે તરત જ હોસ્પિટલમાં જઈને દાખલ થઈ જવું જોઇએ. તમે તમારા શરીરની ગંભીર સ્થિતિથી અજાણ હોવ છો જો આ રીતે લોહી મોઢા વાટે બહાર નીકળતું હોય તો બની શકે કે તમારા ફેંફસા ક્ષતિગ્રસ્ત થયા હોય અને તેના કરાણે તમારી શ્વાસનળીઓ પણ પ્રભાવિત થઈ શકે છે. આમ થવાથી શ્વાસનળીઓ લોહીથી જામી જાય છે અને તમે શ્વાસ નથી લઈ શકતા અને અચાનક જ મૃત્યુ થાય છે.

માટે જ તમારે આ બાબતે કેટલીક હકીકતો જાણી લેવી જરૂરી છે જે વિષે અમે તમને જણાવી રહ્યા છે.

image source

લોહી કેવી રીતે બહાર આવ્યું છે તેને ધ્યાનમાં રાખો

– મોઢામાંથી નીકળેલું લોહી શરીરમાંથી કેવી રીતે બહાર નીકળ્યું હતું તેની ખાસ નોંધ લો. લોહી વિવિધ રીતે બહાર નીકળે છે, થૂકમાં નીકળે છે, ઉધરસ દ્વારા નીકળે છે, કફ વાટે નીકળે છે કે ઉલટી વાટે નીકળે છે. જો લોહીની સાથે સાથે ખોરાકના ટૂકડા પણ નીકળતા હોય તો તે ઉલટી દ્વારા નીકળ્યું હોય તેવું માનવામાં આવશે. અને આ રીતે તે લોહી પેટમાંથી બહાર આવ્યું છે તેવું ગણાશે.

– પણ જો લોહી માત્ર કફ કે ઉધરસ વાટે બહાર આવ્યું હોય તો તે ફેફસામાંથી બહાર નીકળ્યું હશે તેવું માનવામાં આવશે. આ માહિતી ડોક્ટર માટે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે.

લોહીના રંગની નોંધ લો

image source

– જ્યારે જ્યારે તમારા મોઢામાંથી લોહી પડ ત્યારે તે કેવા રંગનું છે તેની ખાસ નેંધ લો. જો તે લાલ ચટક હોઈ શકે છે, હળવું છીકણી રંગનું લાલ હોઈ શકે છે, કાળુ પણ હોઈ શકે છે. આવી નોંધ રાખવાથી તમે તમારા ડોક્ટરને તમારી સારવાર કરાવવા માટે વધારે મદદરૂપ થઈ શકશો. તેના રંગથી ડોક્ટર તમને જણાવી શકશે કે મોઢામાં જે લોહી આવે છે તે તમારા પેટમાંથી આવે છે કે પછી ફેંફસામાંથી આવે છે. આ રીતે તમારી સારવાર પણ ઝડપી બનશે.

– જે લોહી લાલ રંગનું હોય છે તે સામાન્ય રીતે ફેફસા, મોઢા તેમજ દાતના પેઢાઓ તેમજ ગળામાંથી આવતુ હોય છે. પણ જો લોહી આછા છીકણી રંગનું હોય તો તે પેટમાંથી નીકળ્યું હોય છે કારણ કે તેમાં પેટમાંનો એસિડ મળેલો હોય છે અને તે કાળા રંગનું પણ થઈ શકે છે.

લોહીના પ્રમાણનો ચોક્કસ અંદાજો લગાવો

– મોઢામાંથી જ્યારે લોહી બહાર નીકળે છે ત્યારે તેનું પ્રમાણ જાણવું ઘણું મહત્ત્વનું છે. તમને આ બાબત સામાન્ય લાગતી હશે પણ તેનાથી દર્દીને ડોક્ટર ઝડપથી મદદ કરી શકે છે.

image source

– સામાન્ય માનવ સ્વભાવના કારણે તમે કે પછી તમારી સાથે જે વ્યક્તિ હોય તે આ પ્રમાણ સાવ જ અવાસ્તવિક જણાવતા હોય છે. ઘણા લોકો વાતનું વતેસર કરવા માટે બે ટીપાં લોહીનું પ્રમાણ વધારીને ખોબામાં બતાવે છે. તો વળી ક્યારેક સાવજ ઓછું જણાવવામાં આવે છે.

– આવી ગેરમાર્ગે દોરતી માહિતી ડોક્ટરને યોગ્ય સમયે સારવાર પહોંચાડવામાં અડચણરૂપ બને છે. માટે ડોક્ટરને હંમેશા લોહીના પ્રમાણ, લોહી કેવી રીતે બહાર આવ્યું, લોહીનો રંગ વિગેરેની ચોક્કસ માહિતી આપવી જરૂરી છે.

ડોક્ટરને તમારી મૂળ તકલીફ પણ સ્પષ્ટ રીતે જણાવો

image source

– ડોક્ટરને ઉપર જણાવ્યું તે પ્રમાણે લોહીનો રંગ, લોહી ઉધરસ વાટે કે પછી ઉલટી વાટે કે પછી થૂક વાટે કેવી રીતે બહાર આવ્યું તે, તેમજ લોહીનું પ્રમાણ જણાવતી વખતે તમને મૂળે શું તકલીફ થઈ રહી છે તે પણ સ્પષ્ટ શબ્દોમાં જરા પણ સંકોચ રાખ્યા વગર જણાવી દેવું જોઈએ.

– જો તમને મોઢામાંથી લોહી નીકળ્યા બાદ છાતીમાં પિડા થતી હોય તો બની શકે કે તે ન્યૂમોનિયાના લક્ષણ હોય અથવા તો પલ્મોનરી ઇમ્બોલિઝમનું પણ લક્ષણ હોઈ શકે. આમ ડોક્ટરને લક્ષણ સમજાશે તો તે તરત જ તમારી સારવાર ચાલુ કરી શકશે.

– જો ઉધરસ અને કફ સાથે લોહી આવ્યું હોય અને તે ગંધ મારતું હોય તો બની શકે કે ફેંફસામાં થયેલા ફોલ્લાના કારણે પણ લોહી કફ વાટે બહાર આવતું હોય તેની સાથે સાથે ડોક્ટરને તમારે તમારા કફ એટલે કે ગળફાના રંગની માહિતી પણ આપવી જોઈએ.

image source

મોઢામાં લોહી આવવાના સામાન્ય-અસામાન્ય ઘણા બધા કારણો હોઈ શકે છે.

– તમને ઉધરસ દ્વારા જો મોઢામાં લોહી આવતુ હોય તો તેની પાછળ સામાન્યથી ગંભીર કારણો ઘણા બધા પ્રકારના હોઈ શકે છે. બ્રોંકાઇટિસ નામની સામાન્ય બીમારીના કારણે પણ લોહી મોઢામાંથી નીકળી શકે છે તેમજ ટીબી, ફેફસામાં ફોલ્લા પડવા, હૃદયનો વાલ સંકોચાવો, કેન્સર, ન્યુમોનિયા વિગેરે બિમારીઓના કરાણે પણ મોઢામાં લોહી આવી શકે છે.

image source

– ઘણીવાર તેનું કારણ જન્મજાત બિમારીઓ પણ હોઈ શકે છે. આજે ઘણા બધા લોકોને આ સમસ્યા રહેતી હોય છે અને તેની પાછળ ઉપર જણાવ્યું તેમ ગંભીર અથવા તો સામાન્ય કારણ જવાબદાર હોઈ શકે છે અને માટે જ ડોક્ટર પાસે તપાસ કરાવી લેવી જ તેનો યોગ્ય ઉપાય છે.

– જો કે આજે ઘણી બધી વાર એવું બનતું હોય છે કે શરીરની સંપૂર્ણ તપાસ કરાવ્યા છતાં પણ મોઢામાંથી લોહી પડવાનું યોગ્ય કારણ ખુદ ડોક્ટરો પણ નથી શોધી શકતાં. તેના માટે તમારે તમારા ડોક્ટર પર અવિશ્વાસ ન કરવો પણ મેડિકલ સાયન્સની પણ કોઈ મર્યાદા હોઈ શકે છે અને તેના કારણે જ શરીરમાં શું ચાલી રહ્યું છે તેની જાણ નથી રહેતી.

image source

જૂની બિમારીઓ વિષે પણ ડોક્ટર સાથે ખુલીને વાત કરો

– કોઈ પણ ડોક્ટર માટે પોતાના દર્દીની સારવાર કરવી ત્યારે સહેલી રહે છે જ્યારે તે પોતાના દર્દીનો તબીબી ઇતિહાસ જાણતો હોય. જો તમને ભૂતકાળમાં કોઈ ગંભીર બીમારી થઈ હોય. તમને ડાયાબીટીસ હોય. ભૂતકાળમાં તમારી ટીબીની સારવાર થઈ હોય તો આ રીતે ડોક્ટર તમારી ભૂતકાળની બીમારી સાથે હાલની તકલીફનો તાળો મેળવી શકે છે અને તમને યોગ્ય સમયે યોગ્ય ઉપચાર મળી શકે છે.

image source

– મોઢામાં લોહી આવવું એટલે તે ટીબીનું જ લક્ષણ હોય તેવું ન માનવું. તે હૃદયની કોઈ બીમારીના કારણે પણ હોઈ શકે છે. હૃદયમાં આવેલા માઇટ્ર વાલ્વના સંકોચાઈ જવાના કારણે પણ હૃદયની પલ્મોનરી હાઇપરટેન્શન નામની બીમારીના કારણે પણ તમને મોઢામાં લોહી આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ