સલમાનનો આ ફેન્સ તેને મારે છે જોરદાર થપ્પડ, પણ સલ્લુ નથી બોલી શકતો એક શબ્દ પણ, PICS

સલમાને મિડિયા સાથે 54માં જન્મ દિવસને સેલિબ્રેટ કરતાં કેક કટ કરી, માતા પિતા સિવાય પણ એક એવી વ્યક્તિ છે જેનો માર સલમાન ખુશી-ખુશી સહન કરી લે છે, બોલીવૂડના ભાઈજાન માતાપિતા ઉપરાંત પણ એક વ્યક્તિથી ડરે છે

બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન આજે પોતાનો 54મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. સલમાનના બર્થ ડેનું સેલિબ્રેશન ગઈ કાલે રાતથી જ શરૂ થઈ ગયું હતું. તેણે પોતાની પ્રથમ કેક પોતાના કુટુંબીજનો અને નજીકના મિત્રવર્તુળ સાથે કટ કરી હતી. તો વળી તેણે પોતાની આવનારી ફિલ્મ દબંગ 3ની ટીમ અને મિડિયા સાથે પણ કેક કટ કરીને ફિલ્મના પ્રમોશનની સાથે સાથે બર્થડેનું સેલિબ્રેશન પણ કર્યું હતું.

image source

આ બન્ને પ્રસંગની વિડિયો ગઇ કાલ મોડી રાતથી સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. અને તેને હજારો વાર શેર પણ કરવામાં આવી છે અને લાખો વાર લાઇક પણ કરવામાં આવી છે.

કેક કટ કર્યા બાદ સલમાન દબંગ 3ની લીડ એક્ટ્રેસ રજ્જો એટલે કે સોનાક્ષી સિન્હાને કેક ખવડાવી રહ્યો છે. જેની તસ્વીર પણ એએનઆઈ દ્વારા શેર કરવામાં આવી છે. સાથે સલમાનના પડછાયા સમાન બૉડીગાર્ડ શેરા પણ તેની સાથે છે.

image source

સલમાન ખાન જે ફિલ્મોમાં હોય તે હીટ જ જાય છે. લોકો ફિલ્મની સ્ટોરીને કે સંગીતને કે હીરોઈનને નહીં પણ માત્ર સલમાનને જોવા માટે જ થિયેટરમાં આવતા હોય છે. તેની દરેક ફિલ્મ ઓછામાં ઓછો 150 કરોડનો બિઝનેસ તો કરી જ લે છે. અને નવી હીરોઈનો તેમજ નવા કલાકારો માટે તો તે ભગવાન જ બની જાય છે. સલમાન એકવાર કોઈનો હાથ પકડી લે તો પછી તેને ક્યારેય તે નથી છોડતો. તેનું જીવતું જાગતું ઉદાહરણ કેટરિના કૈફ છે. તેમાં કોઈ જ બે મત નથી કે કેટરિના પોતે પણ અત્યંત પ્રતિભાશાળી છે. અને જો સલમાન સાથે કોઈ પંગો લે તો પછી તેની કેરિયર ધૂળધાણી થઈ જાય છે જેનું ખાસ ઉદાહરણ વિવેક ઓબેરોય છે.

સલમાન ખાને પોતાની કેરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી. તે પહેલીવાર એક ટીવીની જાહેરાતમાં જોવા મળ્યો હતો. આ બ્રેક તેને ફિલ્મ મેકર કૈલાશ સુરેન્દરનાથે આપ્યો હતો. ત્યાર બાદ તે સલમાનના મેન્ટોર પણ બની ગયા. અને ત્યાર બાદ કેટલીક ફિલ્મોમાં સાઇડ રોલ કર્યા બાદ સલમાને લીડ રોલ કરવાનું શરૂ કર્યું અને ત્યાર બાદ તેણે ક્યારેય પાછુ વળીને જોયું નથી.

image source

સલમાન ખાન પોતાના કટુંબને અત્યંત પ્રેમ કરે છે અને તે પોતાના માતાપિતાનાનું ખુબ જ માન રાખે છે. તેણે હંમેશથી કહ્યું છે કે તેમના માતાપિતા માટે સલમાનને સંભાળવો ઘણીવાર મુશ્કેલ રહ્યો છે અને આજે પણ એવું જ થાય છે. તે પોતાના ભાઈઓ-બહેનો અને તેમના બાળકોને પણ ખુબ પ્રેમ કરે છે. તે નવરાશની પળોમાં ક્યારેય એકલો નથી હોતો ઘરનું કોઈને કોઈ બાળક તો તેની આસપાસ હોય જ છે.

પણ પરિવાર ઉપરાંત પણ એક એવી વ્યક્તિ છે જે સલમાનને ઢીબી નાખે તો પણ તે સહન કરી લે છે.

image source

હા, આ વ્યક્તિ સલમાન ખાનને એક લાફો પણ મારી દે તો પણ સલમાન તેને કશું જ કહી નથી શકતો. સલમાન ખાનનું ભલે સમગ્ર બોલીવૂડ અને તેના ઘરમાં રાજ ચાલતું હોય પણ ઘરમાં તો તે પોતાના માતાપિતાનો કહ્યાગ્રો દીકરો જ છે. અને માતા પિતા ઉપરાંત પણ એક વ્યક્તિને તે ખૂબ જ પ્રેમ કરે છે. આ વ્યક્તિ સલમાનની ખુબ જ નજીક છે.

આ વ્યક્તિ બીજું કોઈ નહી પણ નાની બહેન અર્પિતાનો દીકરો આહિલ છે. આહિલના જન્મથી સલમાનના જીવનમાં જાણે આનંદ જ આનંદ છવાઈ ગયો હતો. આહિલના જન્મતાં જ સલમાન તરત જ તેને રમાડવા હોસ્પિટલ પહોંચી ગયો હતો. અને આજે પણ પોતાના ગમે તેટલા વ્યસ્ત સમયમાં પણ તે આહિલને રમાડી જ લે છે અને તેની સાથે ખૂબ બધી મસ્તી પણ કરે છે.

તેમની બન્નેની મસ્તીભરી ક્ષણોની તસ્વીરો અવારનવાર સોશિયલ મિડિયા પર વાયરલ થાય છે. સલમાન-આહિલની આ તસ્વિર થોડા સમય પહેલાં સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. જેમાં સલમાન આહિલના ખોળામાં સુતો છે અને આહિલ પણ મામૂ સાથે ખુશખુશાલ દેખાઈ રહ્યો છે.

આ પહેલાં જ્યારે આહિલના પિતા અને અર્પિતાના પતિની પ્રથમ ફિલ્મ લવયાત્રીના પ્રમોશન વખતે પણ સલમાન સાથે આહિલ હાજર હતો. તે વારંવાર સલમાનના હાથમાંથી માઇક છીનવી રહ્યો હતો અને સલમાન તેને રોકી રહ્યો હતો. તે બન્નેની વિડિયો તેમજ તસ્વીરો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

image source

એક તસ્વીરમાં આહિલ માતા અર્પિતાના ખોળામાં છે અને સામે મામુ સલમાનખાન તેની સાથે બોક્સિંગ કરી રહ્યા છે તો સામે આહિલ પણ મામુને પોતાના નાનકડા હાથોના મુક્કા બતાવી રહ્યો છે.

સલમાનને એક વસ્તુ વગર ક્યારેય લોકો ઇમેજીન નથી કરી શકતાં તે તેનો બોડીગાર્ડ શેરા નહી પણ તેના હાથમાની લકી છે. તેના જેવી નકલવાળી લકી આજે બજારમાં ઘણી ઉપલબ્ધ છે અને સલમનના ફેન્સ તેને પહેરતા પણ હોય છે. પણ આ તસ્વીરમાં સલમાનની અતિ પ્રિય લકીને આહિલ તેના મોઢામાં નાખી રહ્યો છે. તે જોતાં ચોક્કસ કહી શકાય કે આહિલ આગળ સલમાન માટે કશું જ મહત્ત્વનું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ