જેઠાલાલનું વર્ષોનું સપનું થયું સાકાર, બબીતાનો સાથ મળ્યો એકબીજા સાથે ઠુમકા લગાવ્યા બબીતા અને જેઠાલાલે…

અનેક વર્ષોથી અવિરત ચાલતી અને લોકોની પહેલી પસંદ એવી કોમેડી સિરિયલ તારક મહેતાકા ઉલ્ટા ચશ્માને હમણાં જ 12 વર્ષ પૂર્ણ થયા હતા, આ ઉતાર ચઢાવ પછી પણ લોકોમાં સૌથી પ્રિય છે આ સિરિયલ. દયાબેન એટલે કે દિશા વાંકાણીનું સિરિયલમાંથી બ્રેક લેવું, બે બે વાર રોશન કપલના બદલાયેલ પાત્ર, જૂના ડૉક્ટર હાથીની અચાનક આવેલ વિદાઇ, સૌથી વધુ લોકપ્રિય એવા ટપુના પાત્રનું બદલાઈ જવું, સોનુનું પાત્ર ભજવી રહેલ અભિનેત્રીઓ વારંવાર બદલાવી વગેરે જેવા અનેક બદલાવને લીધે પણ આજે પણ ઘણા એવા લોકો છે જે રાત્રે તારક મહેતા સિરિયલ જોયા વગર ઊંઘતા નથી જો રાત્રે 8:30 વાગે જોવાની રહી ગઈ હોય તો રાત્રે 11 વાગે પરિવાર સાથે ટીવી સામે નવો એપિસોડ જોવા બેસી જતાં હોય છે.

image source

આજે આપણે વાત કરવાના છે એ છે જેઠાલાલ અને બબીતાની. સિરિયલમાં જેઠાલાલ એ બબીતાની આસપાસ જેમ ભમરો ફૂલની આસપાસ ફરે એવીરીતે ફરતો હોય છે અને કોઈપણ નાનું મોટું ફંક્શન હોય તે હમેશાં બબીતા સાથે સમય પસાર કરવા અને બબીતા સાથે ડાન્સ કરવા માટે તત્પર હોય છે. હાલમાં ટીવીમાં આવેલ નવા એપિસોડમાં તમે જોયું જ હશે કે ગણપતિના પ્રસંગમાં રંગમંચ પર બધાને ડાન્સ કરવાનો હોય છે તો આ સમયે એક એવો પ્રસંગ બન્યો જેનાથી જેઠાલાલનું એક સપનું સાકાર થયું છે.

image source

વાત એમ છે કે શૂટિંગ દરમિયાન જેઠાલાલ અને બબીતા એકસાથે એક સ્ટેજ પર ડાન્સ કરતાં જોવા મળ્યા હતા, આ વિડીયો બબીતા એટલે કે મુનમૂન દત્તાએ પોતાના સોશિયલ એકાઉન્ટમાં શેર કર્યો હતો. અનેક લોકો તો એવો પણ અંદાજો લગાવી રહ્યા છે કે આ વિડીયો એ સિરિયલની શૂટિંગનો ભાગ છે એટલે હવે નવા એપિસોડમાં કદાચ કોઈ ડાન્સ પ્રોગ્રામ કે સ્પર્ધા હોય એવું પણ બની શકે. આ વિડીઓમાં શરૂઆતમાં બબીતા પોતાની હેર સ્ટાઈલ કરાવતી નજરે ચઢી રહી છે ત્યારબાદ Golmaal Again ફિલ્મના એક ગીત નીંદ ચૂરાઈ મેરી સોંગ પર બબીતા જેઠાલાલ સાથે પ્રેક્ટિસ કરતી નજરે આવી રહી છે. તમે વિડીઓમાં જોઈ શકો છો કે કેવીરીતે એ કોરિયોગ્રાફર જેઠાલાલ અને બબીતાને ડાન્સના સ્ટેપ શીખવાડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by MUNMUN DUTTA 🧚🏻‍♀️🦋 (@mmoonstar) on

અસલમાં આ વિડીયો તો સાચો છે પણ સિરિયલમાં ગણપતિના કાર્યક્રમ દરમિયાન બબીતા અને ઐય્યરને આ ગીત પર સ્ટેજ પર ડાન્સ કરવાનો હોય છે તો બીજી બાજુ દરેક સમયની જેમ આ વખતે પણ જેઠાલાલ એ સપનામાં ખોવાઈ જાય છે અને બબીતા સાથે પોતે ડાન્સ કરી રહ્યો હોય એવું સપનું જોવા લાગે છે, આ દ્રશ્ય જ્યારે શુટ કરવામાં આવ્યું હશે એ સમયનો આ વિડીયો મુનમૂન દત્તાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે. જે અત્યારે ઈન્ટરનેટ પર બહુ વાઇરલ જઈ રહ્યો છે.

image source

કાઇ પણ કહો જેઠાલાલ અને બબીતાને એકસાથે ડાન્સ કરતાં જોવામાં આવશે બહુ મજા એ જોઈને ઐય્યરની જે હાલત થશે એ જોવામાં મને તો વધુ રસ છે. વિડીઓમાં તમે જોઈ શકો છો બબીતાએ ખૂબ સુંદર ડ્રેસ પહેર્યો છે જેમાં તે આકર્ષક દેખાઈ રહી છે. આ પહેલા પણ ઘણીવાર નાના મોટા પ્રસંગમાં જેઠાલાલ અને બબીતા સાથે જોવા મળતા હોય છે, તો ઘણીવાર સપનામાં પણ જેઠાલાલ બબીતા સાથે ડાન્સ કરતો હોય છે.

image source

આ સાથે તમને એક બીજી પણ ખુશ ખબરી આપવા માંગીએ છીએ કે હવે એ સમય બહુ દૂર નથી જ્યારે તારક મહેતા સિરિયલમાં દયભાભીની એન્ટ્રી થશે. આ વાતનો અંદાજો અમને એવીરીતે આવ્યો છે કે જ્યારે સિરિયલમાં ગણેશ મહોત્સવ દરમિયાન જેઠાલાલને એકલા ડાન્સ કરવાની ચેલેન્જ મળે છે ત્યારે બધા જેઠાલાલને દયાભાભી ક્યારે આવશે એમ કહે છે ત્યારે જેઠાલાલ પણ તેના આવવાની તરફ ઈશારો કરે છે અને જે રીતે અવારનવાર સિરિયલમાં દયાભાભીનું નામ અને ઉલ્લેખ કરવામાં આવે છે એ ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે દયાભાભી વહેલા કે મોડા આવશે તો ખરા જ.

image source

એ હાલો, એમ કરીને ગરબા ઘૂમી લેતાં દયાભાભીના પાત્રમાં મૂળ અમદાવાદના એન્કર, મોડલ ટર્ન એક્ટર દિશા વકાણી છેલ્લાં કેટલાય સમયથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર આવ્યાં નથી. ગોકૂલધામ સોસાયટીમાંના બધાં બહેનોની હાજરી વચ્ચે પણ જોશીલા દયાભાભીના રણકાર વિના સૂનું ચોક્કસ લાગે છે. સિરિયલ જ્યારે એની ટોચની સફળતાનો સ્વાદ ચાખી રહી હતી ત્યારે જ મુંબઈ સ્થિત ચાર્ટડ એકાઉન્ટટ મયુર પડિયા સાથે વર્ષ ૨૦૧૫માં દિશા વકાણીએ લગ્ન કર્યા હતાં અને વર્ષ ૨૦૧૭ની સપ્ટેંબર મહિનાથી જ એમણે મેટરનિટી લીવ લીધી હતી.

image source

અત્રે, એક વાત નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી જે રીતે ગોકુલધામ સોસાયટીના તહેવારો ઉજવાયા અને જુદા – જુદા પ્રકરણો થયાં એમાં ક્યાંય દયાભાભીની ખોટ સાલી હોય એવું લાગતું નહોતું. એથી વિશેષ એનો ટી.આર.પી. રેન્ક પણ આજ સુધી ટોપ ૫માં જળવાઈ રહ્યો છે ત્યારે જેઠાલાલની પત્નીનું પાત્ર અન્ય કોઈપણ ભજવે તોય કદાચ એ પણ ઝડપથી સ્વીકારી લેવાશે એવું લાગે છે, શો મસ્ટ ગો ઓન… બરાબર ને?

જેઠાલાલ વિષે આ વાતો તમને ખબર હતી?

image source

તમને ૧૯૮૯માં સલમાન ખાનની આવેલી ફિલ્મ મૈંને પ્યાર કિયામાં દૂધ ગરમ કરતો નોકર યાદ છે? અને હમ આપકે હૈં કોન ફિલ્મમાં પણ તેમણે નોકર અને ડ્રાઈવર જેવી ભૂમિકા ભજવી છે. ૯૦ના દાયકામાં તેમણે અનેક નાના પાત્રો કર્યાં હતાં ફિલ્મોમાં.

image source

જેમાં આ બે ફિલ્મો આપણને જરૂર યાદ રહી જાય તેવી છે. ત્યાર પછી પણ તેમને કામ મેલવવામાં સંઘર્ષ કરવો પડ્યો છે. એ પછી કેટ્લીક કોમેડિ સિરિયલ યે દુનિયા હૈ રંગીન, મેરી બિવિ વંડરફૂલ, કભી યે કભી વો, હમ સબ એક હૈ, શુભ મંગલ સાવધાન જેવી સિરિયલ્સ પણ કરી છે. તેમણે શરૂઆતના તબક્કામાં ગુજરાતી થિયેટર્સમાં કામ કર્યું છે જેના કારણે તેમના અભિનયમાં આપણે એક આગવી ગંભીરતા જોઈ શકીએ છીએ.

image source

આમ તો ઘણીબધી વાતો છે આ સિરિયલની જે બધાને ગમતી હોય છે જેમ કે લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવી, લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવી અને બીજા ઘણા એવા મુદ્દાઓ છે જેની પર આ સિરિયલના અનેક એપિસોડ બન્યા છે અને બનશે. મને આ સિરિયલનો એક પ્રસંગ કે જેમાં સૂકો કચરો અને ભીના કચરો એની માટે જ્યારે ચાચાજી એટલે કે જેઠાલાલના બાપુજી એ સોસાયટીમાં આવેલ કોઈ કર્મચારીની સાયકલ લઈને નીકળી જાય છે. મને આ ભાગ બહુ ગમ્યો હતો તમને આજ સુધી આ સિરિયલનો સૌથી વધુ ગમતો કિસ્સો કયો છે એ અમને જણાવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ