૫૭ વર્ષ પછી મિઝોરમ સૈનિક સ્કૂલમાં ૬ છોકરીઓને પ્રવેશ, આ રીતે થઈ પસંદ…

મિઝોરમના છીંગપિંગ સ્થિત સૈનિક સ્કૂલમાં ૬ છોકરીઓ હવે ઇતિહાસ રચવા જઈ રહી છે. જેમને આ સ્કૂલમાં પ્રવેશ મળી ગયો છે. આ સાથેજ મિઝોરમની આ સૈનિક સ્કૂલ દેશની પહેલી એવી સૈનિક સ્કૂલ બની ગઈ જેણે છોકરીઓને ભણવા માટે સ્કૂલના દરવાજા ખોલી દીધા છે. જ્યાં હવે છોકરીઓ સૈનિક, પાયલટ બનવાનું સપનું પૂરું કરી શકે છે.

આપને જણાવી દઈએ કે નેશનલ ડિફેન્સ એકેડમી(NDA)ની નીચે ૨૮ સ્કૂલ છે. ત્યાં જ મિઝોરમની આ સૈનિક સ્કૂલ દેશના ૨૬ સ્કૂલોમાં સૌથી નવી સ્કૂલ છે કેમ કે તેણે જૂની પરંપરા તોડીને એક નવું ઉફહરણ મૂક્યું છે. અહીંયા વર્ગ ૬માં ૬ છોકરીઓને પ્રવેશ લીધો છે. જણાવી દઈએ કે, અહીંયા ૬ છોકરીઓની સાથે ૧૫૪ છોકરાઓએ પણ પ્રવેશ લીધો છે.

૫૭ વર્ષ પહેલાં થઈ પહેલી સૈનિક સ્કૂલની સ્થાપના.
દેશની પહેલી સૈનિક સ્કૂલની સ્થાપના વર્ષ ૧૯૬૧માં મહારાષ્ટ્રમાં થઈ છે. ત્યારપછી હરિયાણામાં કુંજપુરા, પંજાબમાં કપુરથલા, ગુજરાતમાં બાલાચડી, અને રાજસ્થાનમાં ચિતોડગઢમાં સૈનિક સ્કૂલ ખોલવામાં આવી. ત્યાં સૈનિક સ્કૂલને શરૂ કર્યાને લગભગ ૫૭ વર્ષ થયા પછી હવે છોકરીઓને તક મળી રહી છે.

કેવીરીતે મળ્યો પ્રવેશ?

સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને એન્ટ્રન્સટેસ્ટ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. ૩૧ છોકરીઓની સાથે છોકરાઓએ પણ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં ગણિત, સામાન્ય જ્ઞાન, ભાષા અને ઇટેલીજન્સના પ્રશ્નો પુછાય છે. ત્યારબાદ ૨૧ છોકરીઓને ઇટરવ્યૂ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવી. પછી આ ૨૧ છોકરીઓ માંથી ૬ છોકરીઓને પસંદ કરાઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર સૈનિક સ્કૂલના પ્રિસિપાલનું કહેવું છે કે આ અમારા માટે એક મોટી જવાબદારી હતી કારણકે અમારી આ બાબત હજી નવી હતી. આ સ્કૂલમાં ફક્ત ૨ બેચ હતા. વર્ગ ૬મા (૬૦ છાત્રોની સાથે) અને વર્ગ 7મા(૧૦૦) વિદ્યાર્થીઓ, તો જરા વિચારો કે , ૧૫૪ છોકરાઓ વચ્ચે ૬ છોકરીઓની જવાબદારી કેટલી મોટી જવાબદારી છે. કર્નલ સિંહે જણાવ્યું કે, છોકરીઓ માટે ૭ વ્યક્તિઓની ફેકલ્ટી તૈયાર કરી છે. જેમાં ૫ પુરુષો અને ૨ સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાં જ છોકરીઓની સુરક્ષા માટે ઘણી મીટીંગ પણ કરી ચુક્યા છીએ.
કર્નલ સિંહ જણાવે છે કે સૌથી પહેલાં અમે છોકરીઓની હોસ્ટેલની સુરક્ષાની વ્યવસ્થા કરી. સ્કૂલના ૨૧૨ એકર પરિસરમાં પાંચ ભવનનો સમાવેશ થાય છે. જેમાંથી સૌથી નાનું ભવન છોકરીઓ માટે છે. જ્યાં અમે એક ગેમ રૂમ પણ તૈયાર કરાવ્યો છે.

તેઓ કહે છે કે અમે ઇચ્છીએ છીએ કે છોકરીઓને અહીંયા ઘર જેવું લાગે. આ સાથે જ છોકરીઓની હોસ્ટેલમાં જલ્દી જ સી.સી. ટી.વી. કેમેરા પણ લાગી જશે. જણાવી દઈએ કે ૬ છોકરીઓ છીંગપિંગથી ૧ છોકરી, એજોલથી ૪ છોકરીઓ, અને ચકમા, મિઝોરમથી ૧ છોકરી છે. આ બધી છોકરીઓનું એડમિશન ૪ જૂન સુધી થઈ ગયું હતું.

કેવીરીતે ભણાવાય છે સૈનિક સ્કૂલમાં ?
છોકરીઓનો દિવસ સવારે ૫:૩૦ વાગે શરૂ થઈ જાય છે. જ્યાં તેઓને પિ.ટી / ડ્રિલ માટે તૈયાર થાય છે. ત્યારપછી નાસ્તા કક્ષામાં જવાનું, ગેમ્સ. એક્સરસાઈઝ અને રાત્રી ભોજનની સાથે ૭ વાગે દિવસ પૂરો થાય છે. અહીંયા ભણવાની માટે CBSE ને સંબધિત કોર્ષને લગતું પણ ભણાવવામાં આવે છે.

છોકરીઓ અહીંયા એંગ્રેજી, ગણિત, સોશિયલ સ્ટડી, સાયન્સ અને કોમ્પ્યુટર સાયન્સ પણ ભણાવવામાં આવે છે. આ સાથે જ તેઓ ત્રીજી ભાષા મિઝો અને સંસ્કૃત પણ ભણે છે. છોકરીઓ ખૂબ ઉત્સાહ સાથે એક્સટરા કરીકુલમ એક્ટીવીમાં ભાગ લે છે. હાલમાં જ તેમને છોકરાઓ સાથે ‘જોઈન્ટ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ’ હતું. જેમાં છોકરીઓએ છોકરાઓ સાથે સારો મુકાબલો કર્યો હતો.