મીઠાથી લઇને આ વસ્તુઓ ખાવાની આજથી કરી દો બંધ, નહિં તો તમારી કિડની થઇ જશે ખરાબ…

સાવચેત થઈ જાઓ, આ વસ્તુઓ ખાવામાં પરહેઝ નહીં રાખો તો તમારી કિડની બગાડી શકે છે…

આપણાં શરીરમાં હ્રદય, જઠર, ફેફસાં, ગર્ભાશય અને પાચનતંત્ર સહિત શરીરના બધા અવયવોની જેમ, કિડની પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. જો તમારા શરીરની બેમાંથી કોઈ એક કિડની પણ તેનું કાર્ય કરવામાં નિષ્ફળ થઈ જાય તો તેને કારણે ઘણી બધી શારીરિક સમસ્યાઓ ઊભી થાય છે અને અનેક અન્ય રોગોનો સામનો કરવો પડે છે. શરીરને સ્વસ્થ રાખવામાં કિડનીની મહત્વપૂર્ણ ભૂમિકા બજાવે છે.

image source

ખોટી ભોજનની ટેવોને કારણે શરીરની કિડની ક્યારે બગડે છે તેનો આપણને ખ્યાલ પણ નથી આવતો અને શરીર જોતજોતાંમાં કથળી જાય છે. કિડની બગડી જવાથી શરીરમાં કેન્સર થાય તેટલી તકલીફો ઊભી થાય છે. લોહીનું અશુદ્ધ થવું અને હ્રદયની કામગીરીમાં ખલેલ પહોંચડવા સુધીની અનેક તકલીફો થઈ શકે છે.

જીવલેણ બીમારીનું કારણ કેટલીક એવી ખાદ્ય પદાર્થોનો વધુ પડતું સેવન કરવાથી થાય છે. જો આપણે થોડી પણ આપણા ભોજનની ટેવોમાં કાળજી રાખીએ તો કિડનીને લાંબો સમય સુધી નિરોગી રાખી શકીએ છીએ. પરંતુ આજના સમયમાં આપણે જોઈએ છીએ કે કિડનીના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તો ચાલો, જાણીએ તે ખોરાકની વસ્તુઓ વિશે જે કિડની માટે જોખમી છે.

આટલી ખાદ્યચીજો ભોજનમાં લેવામાં રાખશો કાબૂ તો કિડનીને ખરાબ થતી બચાવી શકશો…

મીઠું

image source

સોડિયમ એ શરીર માટે એક આવશ્યક ઘટક છે જે આપણા શરીરમાં રહેલા પ્રવાહીનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેનું કાર્ય છે કે તે સોડિયમ, પોટેશિયમની સાથે, આપણા શરીરમાં બ્રહ્મણ કરતા લોહીને કિડની દ્વારા ફિલ્ટર કરે છે. પરંતુ જ્યારે તમારા ખોરાકમાં ખૂબ પ્રમાણમાં મીઠુંનો ઉપયોગ થતો હોય છે, ત્યારે કિડનીને લોહી પાતળું કરવા માટે વધુ પાણીની જરૂર પડે છે, પરંતુ કિડની ખરાબ થવાથી આ પ્રક્રિયામાં ખલેલ પડવા લાગે છે. જેના કારણે બ્લડ પ્રેશરનું જોખમ પણ વધે છે.

દારૂ

image source

વધુ પડતો દારૂ એટલે કે આલ્કોહોલ કિડનીને નુકસાન પહોંચાડે છે. વધારે આલ્કોહોલ કિડનીની કામગીરીમાં અવરોધ લાવે છે, જે ચેતાતંત્ર અને મગજની કામગીરીમાં પણ અસર કરે છે. આલ્કોહોલ ખૂબ ડિહાઇડ્રેટીંગ છે એટલે કે દારૂ પીવાથી શરીરને ખૂબ માત્રામાં પાણીની જરૂર પડે છે અને મૂત્ર દ્વારા કે પરસેવા જેવા ઉત્સર્ગ તંત્રો દ્વારા શરીરમાંથી પાણીનો તદ્દન નિકાલ થઈ જાય છે. જ્યારે શરીરમાં કિડની તેમજ શરીરના અન્ય ભાગો માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે થોડો આલ્કોહોલ પીધો હોય, તો પછી તે પછી ઘણું પાણી પીવું જોઈએ… આ જ કારણ છે જે પાચનત્રંત્ર, લિવર અને કિડની સહિત શરીરના અવયવોને ખરાબ કરે છે.

કેફીન

image source

કોફીમાં પુષ્કળ પ્રમાણમાં કેફીનનું પ્રમાણ મળી આવે છે. સવારે લોકો તાજા થવા માટે કોફી પીતા હોય છે. કેટલાક લોકો તેને પીવાથી તાજગી અને શક્તિ અનુભવે છે, તો કેટલાક લોકો સ્વાદને માણવા માટે તે પીવે છે. કેફીનના વધુ પડતા ઉપયોગથી શરીરમાં બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે, જે કિડની માટે પણ ઘણી રીતે જોખમી છે.

રેડ મીટ

image source

રેડ મીટ એટલે કે લાલ માંસમાં ખૂબ સારા પ્રમાણમાં ચરબી અને પ્રોટીન મળતું હોય છે, જે આપણા શરીર અને સ્નાયુઓ માટે બહુ જ સારું છે, પરંતુ તે કિડની માટે જોખમી માનવામાં આવે છે. માસાહારનો વધતો ઉપયોગ શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ પણ વધારે છે. ઘણી બધી ચરબી અને પ્રોટીન હોય છે જો તે શરીરમાંથી તેને યોગ્ય રીતે વપરાય નહીં તો તે વધુને વધુ શરીરમાં જમા થતી જાય છે. મેદસ્વીતા વધે છે, જેને કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક જેવી તકલીફો ઊભી થાય છે, જે એક રીતે શરીર માટે ખતરનાક છે, જે કિડની માટે પણ યોગ્ય નથી.

સોડા અને એનર્જી ડ્રિંક્સ

image source

સોડા અને એનર્જી ડ્રિંક્સ પીવામાં બહુ સારું લાગતું હોય છે અને તે કેટલાક પ્રમાણમાં આપણને ફ્રેશ કરી દે છે અને એનર્જી પણ પૂરી પાડે છે. પરંતુ આ પીણાં સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. સોડા અને એનર્જી ડ્રિંક્સ પીવાથી કોઈ સ્વાસ્થ્ય લાભ નથી, તેથી તેને તમારા આહારમાંથી દૂર રાખવું સારું છે. આ પીણાંમાં ફક્ત કેફીન અને ખાંડ સાથે કેટલાક ખતરનાક રંગો અને રસાયણો જોવા મળે છે. કિડનીને શરીર શુદ્ધ કરવાનું કાર્ય હોય છે, પરંતુ સોફ્ટ ડ્રિંક્સને કારણે તેને પ્યુરીફાય કરવામાં પણ ખૂબ જોર પડતું હોય છે, જેને કારણે તે ઝડપથી ખરાબ થઈ શકવાનું જોખમ વધી શકે છે.

કૃત્રિમ સ્વીટનર્સ

image source

કૃત્રિમ સ્વીટનર્સ, જેમ કે આહામાં, બજારમાં મળતા કોલ્ડ ડ્રિંક્સમાં, મીઠાઈઓમાં કત્રિમ મીષ્ઠ રસાયણને ઉમેરવામાં આવતું હોય છે. જે ખાલી સીધી ખાંડની આપણાં શરીરમાં થતી અસરને ઘટાડે છે. પરંતુ એક તબીબી અધ્યયન દર્શાવે છે કે કૃત્રિમ સ્વીટનર કોઈ પણ રીતે ખાંડનો વિકલ્પ નથી, પરંતુ તેમાં ફક્ત ખાંડ જેવા તત્વો જ જોવા મળે છે. મનને સમજાવવા જેવું જ છે કે તમે એવું કંઈ ખાધું કે પીધું નથી જેમાં ખાંડ મળી છે. એક રીતે તમે કુદરતી ખાંડને બદલે કેમિકલયુક્ત પદાર્થને ખાવો છો જે બિનઆરોગ્યપ્રદ છે. જેથી ખાંડને કારણે મળતા ગુણોથી પણ તમે વંચિત રહી જાઓ છો. કિડની ફંકશનને રેગ્યુલર કરવામાં પણ તે જોખમી છે.

ડેરી ઉત્પાદનો

image source

ડેરી ઉત્પાદનો કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો તેમજ પ્રોટીનથી ભરપુર હોય છે. આ તમારા આહાર માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ વધારે માત્રામાં તેનું સેવન ન કરવું જોઈએ. વધારે કેલ્શિયમ કિડનીમાં પત્થરી બનવાનું કારણ બની શકે છે. મેડિકલ સાયન્સના રિસર્ચમાં બતાવ્યું છે કે કિડનીની બિમારીવાળા લોકોને ડેરી ઉત્પાદનોની મર્યાદિત માત્રામાં લેવાય તો ઝડપી ડાયાલીસીસની જરૂર નથી પડતી.

બિન કાર્બનિક ખોરાક

image source

બિન-કાર્બનિક ખોરાક અથવા બજરમાં મળતા પેકિંગવાળા તૈયાર ખોરાક શરીરમાં ઝેર ઉમેરવા જેવું છે. આ બનાવતી વખતે ફેક્ટરીઓમાં જંતુનાશક દવાઓનો અને ફૂડ પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે કિડની માટે જોખમી છે. જ્યારે ઓર્ગેનિક ફૂડમાં, કોઈ કેમિકલ અથવા પેસ્ટિસાઇડનો ઉપયોગ થતો નથી. તેથી તમારે જેમ બને તેમ ઓર્ગેનિક ફૂડ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ