તબિયત ના સારી હોવા છતા બીગ બીએ તેમના ફેન્સ માટે કર્યુ 18 કલાક કામ અને પછી…

KBC: બેડરેસ્ટ હોવા છતાં અમિતાભ બચ્ચને કરી 18 કલાક શૂટિંગ, શૂટ કર્યો છેલ્લો એપિસોડ

image source

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન તેની અદાકારી ઉપરાંત તેની સમયનિષ્ઠા માટે પણ પ્રખ્યાત છે. અમિતાભ બચ્ચન વધતી ઉંમર સાથે નડતી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે પણ કામ માટે લડી જાય છે. તેઓ પોતાના કામ વચ્ચે બીમારીને લાવતા નથી.

image source

તાજેતરમાં જ અમિતાભ બચ્ચનને ખરાબ તબિયતના કારણે ડોક્ટરોએ બેડ રેસ્ટની સલાહ આપી હતી. પરંતુ તેમ છતાં બીગ બીએ કેબીસીનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો છે. આ શૂટિંગ માટે તેમણે સતત 18 કલાક શૂટિંગ કરી હતી.

image source

અમિતાભ બચ્ચનએ થોડા દિવસો પહેલા પોતાની બીમારી પર બ્લોગ લખ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતું કે ડોક્ટરોએ તેમને આરામ કરવા કહ્યું છે. તેમ છતાં અમિતાભ બચ્ચન બીજા દિવસથી કેબીસીના એપિસોડ શૂટ કરતાં જોવા મળ્યા. બીગ બીએ એક જ દિવસમાં કેબીસીના ત્રણ એપિસોડ શૂટ કર્યા છે.

image source

ત્રણ એપિસોડ શૂટ કરવા માટે બીગ બીએ સતત 18 કલાક શૂટિંગ કરવી પડી હતી. તેમણે આ વાતની જાણકારી પણ બ્લોગ વડે આપી હતી અને જણાવ્યું હતું કે તેમણે 18 કલાક કામ કર્યું. તેનાથી લોકોનો પ્રેમ, આશ્વાસન અને આશીર્વાદ પણ મળ્યા.

image source

આ પોસ્ટમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે કેબીસી તેની આ સીઝનના અંતિમ ચરણમાં છે તેથી તેને વધારે સમય આપવો પડે છે. આજે સવારે 1 કલાકે તેનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો. આ શોના પ્રોડ્યૂસર સિદ્ધાર્થ બાસુએ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે કે કેબીસીની નવી સિઝન પૂર્ણ થઈ અને છેલ્લા દિવસનું શૂટિંગ પૂર્ણ થયું છે.

ફિલ્મોની વાત કરીએ તો અમિતામ કેબીસી ઉપરાંત ફિલ્મ ઝુંડમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ લીડ રોલમાં છે. રિપોર્ટ અનુસાર તેઓ આ ફિલ્મ રિલીઝ થયા બાદ રેસ્ટ લેશે.

image source

મહત્વપૂર્ણ છે કે ખરાબ તબીયતના કારણે અમિતાભ બચ્ચન 25માં કોલકત્તા ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘઘાટન સમારોહમાં પણ જઈ શક્યા નહીં. તેમણે આ ઈવેન્ટ બેડ રેસ્ટ હોવાના કારણે કેન્સલ કરી હતી. તેમણે આરામ કરતા હોય તેવી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેઓ બેડમાં સૂતા હતા અને ટીવી પર પ્રીમિયર લીગ જોઈ રહ્યા હતા.

image source

અમિતાભ બચ્ચનએ તાજેતરમાં જ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં 50 વર્ષ પૂરા કર્યા છે. તેઓ 77 વર્ષની ઉંમરએ પણ ફિલ્મોમાં સક્રીય છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ સક્રીય છે અને અવારનવાર તેમના અનુભવો શેર કરતાં હોય છે.

image source

મહત્વપૂર્ણ છે કે અમિતાભ બચ્ચનને થોડા સમય પહેલાં જ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ચર્ચાઓ છે કે અમિતાભ બચ્ચન તેમની આગામી ફિલ્મની રિલીઝ બાદ લાંબા બ્રેક પર જશે.

image source

અમિતાભ બચ્ચન ફિલ્મોમાં સક્રીય હોવાની સાથે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને તેમના ફેન્સ સાથે તેમની તબિયતના હાલ શેક કરતાં રહે છે. તેમની પોસ્ટ પર અનેક લોકોએ તેમને આરામ કરવાની અને ઝડપથી તંદુરસ્ત થવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ