રાહ જોયા વગર તમે પણ આજથી જ આયુષ મંત્રાલય દ્વારા ઇમ્યૂનિટી બૂસ્ટ કરવા માટેના અજમાવો આ ઉપાયો, P.M મોદીએ પણ કર્યા છે શેર

આયુષ મંત્રાલય દ્વારા જાણો કેવી રીતે તમને મળશે પાવરફૂલ રોગપ્રતિકારક શક્તિ

image source

PM મોદીએ શેર કર્યા આયુષ મંત્રાલય દ્વારા ઇમ્યૂનિટી બૂસ્ટ કરવા માટેના ઉપાયો – તમે પણ કોરોનાથી બચવા માટે આ ઉપાય અજમાવો.

સમગ્રમ વિશ્વમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. ભારતમાં પણ પોઝીટીવ કેસ વધવાની ગતિ વધી છે અને માટે જ 21 દિવસના લોકડાઉનની અવધી લંબાવીને 3 મે સુધીની કરવામાં આવી છે. અને અમદાવાદના કોટ વિસ્તારમાં તો કર્ફ્યૂ જાહેર કરવામાં આવી ચૂક્યો છે. અને બીજી બાજુ કોરોના વિરોધી કોઈ રસી પણ હજુ સુધી શોધી શકાઈ નથી માટે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ જ તમને આ બિમારીથી રક્ષણ અપાવી શકે છે અને તેના માટે જ ભારતીય સરકારના આયુષ મંત્રાલય દ્વારા કેટલીક માર્ગદર્શીકાઓ બહાર પાડવામાં આવી છે. જે દ્વારા લોકોને તેઓ પોતાની રોગપ્રતિકારક શક્તિને કેવી રીતે પાવરફૂલ બનાવી શકે તેની વિગતો આપવામાં આવી છે.

image source

તો ચાલો જાણીએ શું કહે છે આયુષ મંત્રાલય.

પીએમ મોદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે અને લખ્યું છે, ‘આયુષ મંત્રાલયે સારા સ્વાસ્થ્ય અને ઇમ્યુનિટી માટે કેટલાક ઉપાય જણાવ્યા છે જે સરળતાથી અનુસરી શકાય છે. કેટલીક તો એવી વાતો છે જેને હું પોતે વર્ષોથી કહી રહ્યો છું.’

પીએમ મોદીએ આયુર્વેદિક ઉપાયો સાથે જોડાયેલી કેટલીક તસ્વીરો પણ પોસ્ટ કરી છે. જેમાં કોરોના વાયરસથી લડવા અને રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ મળશે. તો ચાલો જાણીએ ઇમ્યુનીટી બૂસ્ટ કરતા ઉપાયો વિષે.

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi) on

– એક ખૂબ જ સરળ ઉપાય છે આખો દિવસ ઠંડુ નહીં (માટલાનું પણ નહીં) પણ હુંફાળુ પાણી પીવું. તેનાથી શરીરના ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે.

– હળદર, જીરુ, સુકા ધાણા અને લસણને તમારી રોજની રસોઈમાં વાપરવા જોઈએ.

– રોજ સવારે 10 ગ્રામ એટલે કે એક ચમચી ચ્યવનપ્રાશ લેવાથી COVID19 સામે લડવામાં મદદ મળશે

– તુલસી, તજ, કાળા મરી, સૂંઠ, અને કીશમીશમાંંથી બનાવેલી હર્બલ ટી એટલે કે ઉકાળો દિવસમાં એકથી બે વાર જરૂરથી પીવો જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi) on

– ગોલ્ડન મિલ્ક એટલે કે આપણું હળદરવાળુ દૂધ – 150ml ગરમ દૂધમાં ના અરધી ચમચી હળદર ઉમેરી દીવસમાં બે વાર આવા દૂધનું સેવન કરવું જોઈએ.

– રોજ યોગાસન, પ્રાણાયામ અને મેડીટેશન કરવું પણ સ્વાસ્થ્યદાયી છે.

– જો તમારા ગળામાં ખરાશ હોય તો ગરમ પાણીમાં ફૂદીનાના પાંદડા તેમજ અજમો નાખીને તેનો નાસ લેવો એટલે કે તેની વરાળને લેવી. આ ઉપરાંત તમે લવીંગ પાઉડર અને સાકર અથવા તો મધને સાથે મિક્સ કરીને તેને તમારે દિવસમાં 2-3 વાર ચાટવું જોઈએ. જો કે એવી પણ સલાહ છે કે જો ગળામાં સૂકા કફની ફરિયાદ હોય તો તમારે ડૉક્ટર પાસે જરૂર જવું જોઈએ.

image source

– ઓઈલ પૂલીંગ થેરાપીની પણ આયુષ મંત્રાલય દ્વારા સલાહ આપવામાં આવી છે – તેના માટે તમારે એક ટેબલ સ્પૂન તલનું તેલ અથવા તો કોપરેલ તેલના કોગળા કરવા એટલે કે ગાર્ગલ કરી ત્યાર બાદ ગરમ પાણીના કોગળા કરવા જોઈએ.

– તમારે રોજ સવારે અને સાંજે તમારા નસકોરા પર તલનું તેલ અથવા કોપરેલ તેલ અથવા તો ઘી લગાવવું જોઈએ.

image source

આયુષ મંત્રાલયે એવું પણ કહ્યું છે કે તમારે ઉપર જણાવેલા ઉપાયને તમારા જીવનમાં વણવાના છે તેની તમારે ટેવ પાડવાની છે અને બીજાને પણ તેમ કરવાની સલાહ આપવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ