પટિયાલા બેબ્સની મીની લગ્નની તૈયારી દરમિયાન પડી ગઈ પગથિયાં ઉપરથી, સિરિયલના સેટ ઉપર ચિંતાનો માહોલ…

ટી.વી દુનિયાની સૌથી નાની ઉમરની આ અભિનેત્રીએ બતાવી હિમ્મત, સેટ ઉપર પડી ગઈ અને ઇજાઓ પહોંચવા છતાંય દુખાવા સાથે કર્યું શૂટિંગ પૂરું… પટિયાલા બેબ્સની મીની લગ્નની તૈયારી દરમિયાન પડી ગઈ પગથિયાં ઉપરથી, સિરિયલના સેટ ઉપર ચિંતાનો માહોલ…


ટી.વી જગત અને બોલિવુડ બંનેમાંથી ઘણીવખત એવા સમાચાર આવતા હોય છે કે ફલાણી અભિનેત્રી શૂટિંગ દરમિયાન પડી ગઈ કે ઘાયલ થઈ અથવા કોઈ હીરો કે અભિનેતાને ઇજા પહોંચી હોય તેવા સમાચાર હોય છે. ઘણીવખત તેમના પડી જવાથી કે ઇજાગ્રસ્ત થવાથી આખા શૂટિંગ યુનિટને થોભી જવું પડતું હોય છે. દરેકની ડેટ અને શિડ્યુલ ખોરવાઈ જવાના પણ સમાચાર મળતા રહેતા હોય છે. એવામાં એક સમાચાર એવા પણ આવ્યા કે ટેલિવુડની હાલની સૌથી લોકપ્રિય અને સૌથી નાન વયની અભિનેત્રી પગથિયાં ઉપરથી શૂટિંગ દરમિયાન પડી ગઈ પરંતુ તેને વાગ્યું હોવા છતાં તેણે હિંમતથી કામ ચાલુ રાખ્યું…

પટિયાલા બેબ્સની વીરબાલિકા ખરેખર બહાદૂર નીકળી…


જેની ઉંમર હજુ માત્ર ૧૬ વર્ષ જ છે અને હાલમાં ટીવીના પડદે આવતી દરેક અભિનેત્રીઓ કરતાં તેની લોકચાહના સૌથી અધિક છે. આ સાથે આ સમયે જેનો ડેઈલ સોપ સૌથી વધુ જોવાય છે અને રોચક વળાંક ઉપર છે આ સિરિયલની વાર્તા, એ વખતે જેના મુખ્ય પાત્રને ઇજા પહોંચે ત્યારે આખા યુનિટને કેવો આઘાત પહોંચે તે આપણે કલ્પના પણ ન કરી શકીએ. દરેકનું સમય અને નાણાંનું રોકાણ થયું હોય, સિરિયલની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા ઉપર પણ પ્રશ્ન ઉપજી શકે જો સિરિયલ રોકાઈ જાય કે પાત્ર બદલી જાય તો. પરંતુ મીનીના ઘાયલ થવા છતાં પટિયાલા બેબ્સની ટીમને આવું કંઈ જ સહન ન કરવું પડ્યું…

અશનૂર કૌર છે પટિયાલા બેબ્સની મીની…


પંજાબણ અશનૂર કૌર એના પાત્રમાં એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ છે કે જાણે સાચે જ એની બેબ્સ એટલે કે માતાના અનેક સંઘર્ષો બાદ બીજી વખત એના પ્રિય હનુમાન અંકલ સાથે લગ્ન થવા જઈ રહ્યાં છે. આ સિરિયલ આમેય લોકોમાં તેના અનોખા કોન્સેપ્ટને કારણે ખૂબ જ પોપ્યુલર છે. તેને લીઘે દરેક વ્યક્તિમાં આગળ સિરિયલમાં શું થશે તેની ઉત્સુક્તા છે. સિરિયલનો હવે એક મહત્વનો અને રોચક વળાંક આવવા જઈ રહ્યો છે, બની શકે કદાચ હવે સિરિયલ નજીકના સમયમાં પૂરી પણ થઈ જાય. એવા સમયે લગ્નની તૈયારીના શૂટિંગમાં અશનૂરના પગે અને ચહેરા ઉપર દોડીને પગથિયાં ઉતરવા જતાં લપસી પડી અને ઇજા થઈ છે. કોઈપણ અભિનેત્રીને ઇજા થાય અને એ પણ જો ચહેરા ઉપર થાય તો એ સૌથી વધુ ચિંતાજનક રહેતું હોય છે. ઇલાજની સાથે એ એક્ટરમાં ફરીથી નવો આત્મવિશ્વાસ લાવવો પણ જરૂરી થઈ જાય છે કે હા, તે ફરીથી સરસ અભિનય કરવા સક્ષમ છે. પરંતુ સિરિયલાં આ અભિનેત્રીને જેમ વીરબાલિકા કહેવાયું છે એ ખરેખર વીર નીકળી અને હિંમતથી આખા સેટને પણ કામ ન રોકવા માટે પ્રોત્સાહિત કર્યા.

શો મસ્ટ ગો ઓન…


સૌથી નાની અને આ લાડલી અભિનેત્રીએ શો મસ્ટ ગો ઓન… અભિનયના આ નિયમને સાબિત કરી બતાવ્યો અને એક દાખલો પૂરો પાડ્યો કે પોતાના કામ પ્રત્યે જેમને નિષ્ઠા અને જનૂન છે એમને કોઈ ન રોકી શકે. તેના એક ઇન્ટરવ્યૂમાં પત્રકારે તેને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે જ્યારે તે પડી ત્યારે તેને શું થઈ રહ્યું છે એ કંઈજ ન સમજાયું થોડો સમય એમને એમ જ તે પડી રહી. કેટલાં પગથિયાં તે ચૂકી જઈને પડી હતી તેનો પણ તેને અંદાજ નહોતો. તેણે ઉમેર્યું કે કોઈપણ પ્રકારની દુર્ગટના એ જીવનનો એક માત્ર હિસ્સો છે. તેને માટે શૂટિંગને ન અટકાવવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ