આ દેશોમાં મળે છે ભારત કરતાં સેંકડો ગણા ઓછા ભાવમાં પેટ્રોલ ! એક દેશમાં તો માત્ર ચાર જ પૈસા ભાવ છે !

આજે દેશમાં પેટ્રોલના ભાવ વધારાની ઝડપ કુદકેને ભુસકે નહીં પણ જાણે પવન વેગી બની ગઈ છે. આજે ભારતિય નાગરિકો વાહન તો ખરીદી લે છે પણ તેને ચલાવવા માટે તે પેટ્રોલ નથી ખરીદી શકતો. આજે લોકોના ખાવાના ખર્ચા કરતાં નોકરીએ આવવા જવા પાછળ વપરાતાં પેટ્રોલનો ખર્ચો વધી ગયો છે. પણ દુનિયામાં કેટલાક એવા દેશ છે જ્યાં પેટ્રોલ પાણી કરતાં પણ સસ્તા ભાવે મળે છે.

હા, પાણી કરતાં પણ સસ્તા ભાવે. આજે અમે તેવા જ કેટલાક દેશો વિષે જણાવીશું જ્યાં પેટ્રોલનો ભાવ ભારત કરતાં સેંકડો ગણો ઓછો છે.

વેનેઝુએલા

ભારતમાં હાલ પેટ્રોલનો ભાવ 69.41 રૂપિયા છે. પણ તેની સરખામણીએ વેનેઝુએલામાં પેટ્રોલનો ભાવ સેંકડો ગણા ઓછો છે. હા, વેનેઝુએલામાં એક લિટર પેટ્રોલનો ભાવ ફક્ત 4 પૈસા છે. હવે તેની સરખામણી ભારતમાં મળતી એક લીટર પાણીની બોટલ સાથે કરવા જઈએ તો પેટ્રોલ પાણી કરતાં પણ કેટલાએ ગણું સસ્તુ છે.

જો કે તમને જણાવી દઈએ કે વેનેઝુએલામાં હાલ અત્યંત ફુગાવો છે અને દેશની આર્થિક સ્થિતિ સદંતર કથળી ચુકેલી છે. અહીં 20મી સદીની શરૂઆતમાં ખનીજ તેલનો ભંડાર મળી આવ્યો હતો. આ દેશ દુનિયાનો સૌથી વધારે ખનીજ તેલનો ભંડાર ધરાવે છે અને દુનિયામાં સૌથી વધારે ખનીજ તેલની નિકાસ કરે છે.

ક્યુબા

ક્યુબામાં એક લીટર પેટ્રોલની કીંમત માત્ર 6.50 રૂપિયા છે, જે ભારત કરતાં ક્યાંય ઓછી છે અને પાણી કરતાં પણ સસ્તુ છે. ક્યુબાના વેનેઝ્યુએલા સાથેના આર્થિક સંબંધોના કારણે તેઓ સસ્તા ભાવે ખનીજ તેલની ખરીદી કરતાં હોવાથી પેટ્રોલ નીચા ભાવે ઉપલબ્ધ છે.

સુદાન

સુદાનમાં ભારતની સરખામણીએ ઘણું બધું સસ્તુ પેટ્રોલ ઉપલબ્ધ છે. અહીં માત્ર 9.87 રૂપિયામાં એક લિટર પેટ્રોલ ઉપલબ્ધ છે. આફ્રિકાના ઉત્તર પુર્વમાં આવેલા સુદાન દેશ પોતે ખનીજ તેલનુ ઉત્પાદન કરે છે. અને 2010માં વિશ્વના 17 ઝડપી આર્થિક વિકાસ ધરાવતા દેશોમાં તેની ગણતરી કરવામા આવી હતી. પણ તેના પર આંતરરાષ્ટ્રિય પ્રતિબંધો લાદવામા આવેલા હોવાથી આજે તે આર્થિક મંદીનો ભોગ બન્યું છે.

કુવૈત

કુવૈત પણ એક ખનીજ ઉત્પાદન કરતો દેશ છે અને માટે જ અહીં પેટ્રોલનો ભાવ ભારત કરતાં ત્રીજા ભાગનો છે. અહીં એક લીટર પેટ્રોલનો ભાવ 24.91 રૂપિયા છે. આ દેશ એક ધારો આંતરિક વિગ્રહ તેમજ વિદેશી હૂમલાનો ભોગ બનેલો હોવાથી હાલ કંઈ ખાસ વિકાસ નથી પામી શક્યો.

અલ્જિરિયા

ભારતની સરખામણીએ આફ્રિકાના ઉત્તરમાં આવેલા મઘરેબ પ્રાંતમાં આવેલા અલ્જિરિયા દેશમાં ખુબ જ સસ્તુ પેટ્રોલ વેચવામાં આવે છે. અહીં માત્ર 25.12 રૂપિયામાં એક લિટર પેટ્રોલ ઉપલબ્ધ છે. વર્લ્ડ બેંકના અહેવાલ પ્રમાણે આ દેશ એક અપર મિડલ ઇન્કમ ધરાવતો દેશ છે.

ઇરાન

ઇરાન દેશ ખનીજ તેલનો મોટો ભંડાર ધરાવે છે. અને ઘણા બધા દેશોમાં તે પોતાનું ખનીજ તેલ નિકાસ કરે છે. ઇરાનમાં એક લિટિર પેટ્રોલની કીંમત 25.99 રૂપિયા છે. આ દેશ પણ આંતરરાષ્ટ્રિય પ્રતિબંધોનો માર ભોગવી રહ્યો છે.

તુર્કમેનિસ્તાન

તુર્કમેનિસ્તાનમાં એક લિટિર પેટ્રોલની કિંમત 30.87 રૂપિયા છે. જે ભારત કરતાં ઘણું સસ્તુ છે. આ દેશ એશિયાની મધ્યમાં આવેલો છે. જે કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઇરાનથી ઘેરાયેલો છે. આ દેશને પુરાતન ઇતિહાસમાં દુનિયાના આંતરરાષ્ટ્રિય વ્યવહારોનું હબ ગણવામાં આવતો.

આ ઉપરાંત પાકિસ્તાન, અમેરિકા, શ્રી લંકા, નેપાળ, વિગેરેમાં પેટ્રોલના ભાવ ભારત કરતાં ઓછા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ