વિરાટ ક્રિકેટના મેદાનમાં જ નહીં છવાઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં પણ, લોકોએ તેના ફોટોઝને કર્યા વાઈરલ…

વિરાટ કોહલી થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં વારંવાર ટ્રોલ… પછી તે ટ્રાફિક ચાલાન હોય કે કોઈ પુસ્તક વાંચતો ફોટો હોય, લોકો કરે છે ચિત્રવિચિત્ર કોમેન્ટ્સ… વિરાટ ક્રિકેટના મેદાનમાં જ નહીં છવાઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં પણ, લોકોએ તેના ફોટોઝને કર્યા વાઈરલ…

ભારતીય ક્રિકેટ ટીમનો આ હેન્ડસમ કેપ્ટન સતત સારું પ્રદર્શન કરે છે. તેની ટીમ એક પછી એક મેચમાં સારી એવી સફળતા પણ મેળવી રહી છે ત્યારે તેને સોશિયલ મીડિયામાં પણ ચાહકોનો સમૂહ વધતો જાય છે. તેની સાથે જેમ જેમ વધુ ફેન મળે તેમ તેને વખોડનારાઓની સંખ્યા પણ જરૂર વધતી જાય છે. હાલમાં વિરાટને સોશિયલ મીડિયામાં વારંવાર ટ્રોલ થતો જોવા મળે છે. લોકો તેના ફોટોઝ ઉપર ચિત્રવિચિત્ર કોમેન્ટ્સ કરે છે અને તેના ફોટોઝ અને નામ સાથે મેમ્સ પણ બનાવે છે.

વિરાટને ટ્રાફિક ચાલાનમાં ફસાવ્યો…

વિરાટ કોહલીએ હાલમાં એક શર્ટ પહેર્યા વિનાનો ફોટો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો. જેમાં તેણે કેપ્શન સાથે લખ્યું હતું કે જ્યાં સુધી તમે તમારી જાતને અંદરથી નહીં ઓળખો ત્યાં સુધી તમે જાતને બહારથી પણ નહીં ઓળખી શકો.

આ ફોટો સાથે લોકોએ એટલી બધી રસપ્રદ કોમેન્ટ્સ કરી કે તેન વાંચીને હસી પડાય. લોકોએ તેરે નામ સલમાન લૂક સાથે અને સૂઈ ધાગાના અનુષ્કકાના લૂક સાથેના મીમ્સ બનાવ્યા. તો કોઈએ તેને બાઈક ઉપરથી ટ્રાફિક ચાલાનના પૈસા ચૂકવીને ઘરે આવ્યો છે તેવી કોમેન્ટ્સ કરી હતી. વળી, કોઈ ફેન એવું પૂછી બેઠો કે શું અનુષ્કાએ ઘરમાંથી કાઢી મૂક્યો કે?

હાલમાં ટીમનું પર્ફોમન્સ હાઈ છે…

હાલના સમયમાં રમાઈ રહેલ ટેસ્ટ સીરીઝમાં ભારતે વેસ્ટઇન્ડિઝના પ્રવાસે એક પણ મેચમાં હારી નથી. ટી-૨૦ સીરીઝ અને ટેસ્ટ મેચ સીરીઝમાં ભારતે ૩ – ૦ અને ૨ – ૦ ના અંક સાથે આગવું સ્થાન જાળવ્યું છે. જ્યારે આ વખતની વન ડે સીરીઝમાં પણ તેમણે ૨ – ૦ થી પોતાની જીત હાંસલ કરી જો કે એક મેચ વરદાસને લીધે ચૂકવી પડી…

વિરાટ મેચ દરમિયાન એક પુસ્તક વાંચતાં પણ થયો ટ્રોલ…

વિરાટ કોહલી રમતના મેદાનની બહાર પ્લેવેલિયનમાં ડિટોક્સ યોર ઇગો નામનું પુસ્તક વાંચતા ઝડપાયા હતા. જેની તસ્વીર અનેક લોકોએ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ ગઈ હતી. આ પુસ્તક જીવનને મુક્ત રીતે જીવવા અને પોતાના વિચારોને કઈરીતે મૂકવા એ વિષયે વિસ્તારથી વર્ણવાયું છે. લેખક સ્ટીવન સેલ્વેસ્ટર છે. જેઓ પોતે પણ એમના જમાનામાં એક અચ્છા ક્રિકેટર રહી ચૂક્યા છે અને એક ફૂટબોલના ખિલાડી પણ રહ્યા છે. લંડનની ગોલ્ડસ્મિથ યુનિવર્સિટીમાંથી સ્ટીવને મનોચિકિત્સાની ડિગ્રી હાંસલ કરી છે અને આ પુસ્તકમાં સ્ટેપ બાય સ્ટેપ મનોવલણો વિશે તેમણે ખૂબ સારું વર્ણન લખ્યું છે.

વિરાટના પુસ્તક વાંચતા આ ફોટોની સાથે મીતાલી રાજ જેઓ ભારતીય મહિલા ક્રિકેટના કેપ્ટન છે તેમની સાથે સરખાવ્યો અને કહ્યું કે આ આજકાલ પુસ્તક વાંચવાનો ટ્રેન્ડ થઈ ગયો છે કે શું? તો કોઈ ફેન એવું પણ લખી ગયો કે વિરાટને કોઈએ પરફેક્ટ ગિફ્ટ આપી લાગે છે. કોઈ ફેન એવું પણ કોમેન્ટ કરી કે રોહિત શર્મા સાથેના વિવાસ સાથે જોડાયેલ લાગે છે. કોઈએ લખ્યું વિરાટને આ જ પુસ્તકની જરૂર હતી…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ