જો તમે પણ દૂધ સાથે આ વસ્તુનું સેવન કરતા હોવ તો થઇ જજો સાવધાન, નહિં તો બની શકો છો આ ગંભીર રોગનો ભોગ

દૂધ આપણા સ્વાસ્થ્ય માટે વરદાનરૂપી અમૃત જેવું છે, તેનું સેવન કરવાથી આપણેઅનેક રોગોથી મુક્તિ મેળવી શકીએ છીએ. જ્યારે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે અમૃતની જેમ કાર્ય કરે છે, તો બીજી બાજુ, તેનો ઉપયોગ અન્ય વસ્તુઓ સાથે કરવાથી આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી દૂધ લેતી વખતે તે વસ્તુઓ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, જે દૂધના સેવનથી શરીરને નુકસાન પહોંચાડે છે. તો જાણો દૂધ લેતી વખતે તમારે કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ.

image source

1. જો તમે દૂધ સાથે અડદની દાળ લો છો, તો તે બંન્ને પચાવામાં લાંબો સમય લે છે અને એક જ સમયે બંનેનું સેવન કરવાથી તે પેટમાં ગેસનું પ્રમાણ વધે છે, જેના કારણે પેટમાં દુખાવો થવાની સમસ્યા થાય છે.

2. દૂધ સાથે નમકવાળી ચીજોનો ઉપયોગ કરવાથી દૂધમાં જોવા મળતા પ્રોટીન મીઠાની હાજરીથી જામી જાય છે. જેના કારણે તેના પોષક તત્ત્વોમાં ઘટાડો થાય છે, જેનાથી ત્વચાની સમસ્યા થઈ શકે છે.

image source

3. ડુંગળી સાથે દૂધનું સેવન બિલકુલ ન કરો. આ બંનેના સેવનથી શરીરમાં દાગ, ખંજવાળ ઉપરાંત ઈન્ફેક્શનની સમસ્યા વધી જાય છે. તે સિવાય ત્વચાની સમસ્યા પણ ઉભી થાય છે.

4. દૂધની ચાસીર ઠંડી હોય છે, જ્યારે માછલીની ગરમ અને બંનેનું એક સાથે સેવન કરવાથી ગેસ, એલર્જી અને ત્વચા સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

image source

5. દૂધ સાથે દહીંનું સેવન એક સાથે કરવાથી તુરંત જ અપચાની ફરિયાદો શરૂ થઈ જાય છે, આ સાથે પેટમાં ગેસ, ઉલટી, અપચો જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

6. લીંબુ અથવા કોઈપણ ખાટી વસ્તુઓ દૂધ સાથે ન પીવી જોઈએ, કારણ કે ખાટી વસ્તુઓમાં મળેલ લેક્ટોઝ દૂધને ફાડવાનું કામ કરે છે, જેનાથી પેટમાં ગેસ, ઉલટી જેવી સમસ્યાઓ થાય છે.

image source

7. જો તમે વધુ મસાલેદાર ખોરાકનો ઉપયોગ કરી રહ્યા છો, તો તે દરમિયાન દૂધનું સેવન ન કરો, બંનેનું સેવન એકસાથે કરવાથી પાચન શક્તિ ઓછી થાય છે. જે પેટમાં દુખાવો સાથે ગેસ, એસિડિટી અને ઉલટી જેવી સમસ્યાઓનું કારણ બને છે.

8. તમને જણાવી દઈએ કે દૂધ સાથે ક્યારેય મગની દાળનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય દૂધ સાથે ગાજર, શક્કરિયું, બટાટા, તેલ, દહીં, નારિયેળ તેમજ લસણ ન લેવું જોઈએ. આ વસ્તુઓ અને દૂધના સેવન વચ્ચે બે કલાકનું અંતર રાખવું જરૂરી છે.

image source

9. ખાટા ફળો જેવા કે સંતરા અને અનાનસનું સેવન દૂધ સાથે ન કરવું જોઈએ. લોકો ઘણીવાર દૂધ સાથે કેળાં ખાય છે પણ આ યોગ્ય નથી. કેળું અને દૂધ બંને કફ વધારે છે અને એની અસર પાચનક્રિયા પર થાય છે.

10. જો તમે મૂળો, જાબુંડા વગેરે લઈ રહ્યા છો તે તેની સાથે દૂધનું સેવન ન કરો. તેનાથી તમને સ્કિન ની બીમારી થઈ શકે છે. ઉપરાંત, શરીર પર ખરાબ અસર પડે છે તે દૂધનું ઝેર બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત