ખરતા વાળને રોકી દેશે મેથીના દાણા – કરો આ ૫ રીતે પ્રયોગ…

મેથીના અક્સિર ઉપાયોથી કરો વાળની બધી જ તકલીફો દૂર

તમે ગમે તેટલા સારા શેમ્પુ વાપરો કે પછી તેલ વાપરો અમુક હદ સુધી જ રાહત મેળવી શકો છો. આ સિવાય આજે વાળ પર વિવિધ જાતના પ્રયોગો થવા લાગ્યા છે જેમ કે હેર સ્ટ્રેઇટનીંગ, વાળ પર સ્પ્રેનો પ્રયોગ, હેર કર્લીંગ, હેર સ્ટાઇલીંગ આ બધા જ પ્રયોગોથી વાળને નુકસાન થતું રહે છે. પણ જો વાળની યોગ્ય રીતે માવજત કરવામાં આવે તો આપણે આ બધી જ સ્ટાઇલો અપનાવ્યા છતાં પણ વાળને સુરક્ષિત રાખી શકીએ છીએ.

image source

વાળની સમસ્યાઓમાં જો સૌથી વધારે કોઈ સમસ્યા સ્ત્રી-પુરુષને નડતી હોય તો તે છે સતત ખરતા રહેતા વાળ. ખરતા વાળ પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે જેમકે તમારા ભોજનમાં વિટામિન્સવાળા ખોરાકની કમી, શરીર માટે યોગ્ય પ્રમાણમાં પ્રોટીનની ઉણપ. એક સ્વસ્થ યુવાન શરીરને દિવસ દરમિયાન 45થી 55 ગ્રામ સુધી પ્રોટીનની જરૂર રહે છે. શરીરમાં ફોલિક એસિડની ઉણપ હોવાથી પણ વાળ સમય પહેલાં જ ઉતરવા લાગે છે. તો ચાલો જાણીએ મેથી દ્વારા વાળને કેવી રીતે ઉતરતા રોકી શકાય.

મેથીની પેસ્ટનો હેર પેક

image source

જો તમે ખુબ જ સરળ રીતે વધારે પડતી માથાકુટ કર્યા વગર તમારા ખરતા વાળને અટકાવવા માગતા હોવ તો તમારે રાત્રે સુતા પહેલાં એક નાનકડી વાટકીમાં મેથીના દાણા પલાળવા મુકી દેવા. સવારે આ પલળેલા મેથીના દાણાની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને માથા પર લગાવતા પહેલાં તમારે તમારા વાળ ધોઈ લેવા અને ભીના વાળમાં જ મેથીની તૈયાર કરેલી પેસ્ટ સરસ રીતે લગાવી લેવી. વાળના મૂળિયાથી શરૂઆત કરવી. મેથી દરેક વાળના મુળ સુધી પહોંચે તે માટે તમારે પાંથીએ પાંથીએ મેથીની પેસ્ટ લગાવતા જવી.

 

image source

હવે તેને એક કલાક તેમજ રાખી મુકવું. અને ત્યાર બાદ તમે રેગ્યુલર જે રીતે શેમ્પુથી વાળ ધોતા હોવ તે રીતે વાળ ધોઈ લેવા. પણ અહીં એક સલાહ છે કે તમારે શેમ્પુ ક્યારેય ડાયરેક્ટ વાળ પર ન લગાવવું. તેના કરતાં શેમ્પુને પાણીમાં ડાઈલ્યુટ કરીને પછી તેનાથી વાળ ધોવા. આમ કરવાથી શેમ્પુમાં રહેલા કેમિકલની અસર ઓછી થઈ જશે અને તમારા વાળ પણ સ્વચ્છ થઈ જશે અને સાથે સાથે શેમ્પુનો બગાડ પણ નહીં થાય.

image source

મેથી અને નાળિયેરના દૂધનો પ્રયોગ

જો તમે ઇચ્છતા હોવ કે તમારા વાળ મજબૂત બને અને ઘેરા અને લાંબા થાય તો તેના માટે આ ઉપાય એકદમ સચોટ છે. જો તમારા માથામાં ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ હશે તો આ પ્રયોગથી ટાલ પડતી અટકી જશે અને ધીમે ધીમે વાળનો ગ્રોથ વધી જશે.

image source

તેના માટે તમારે રાત્રે સુતા પહેલાં ત્રણ ચમચી મેથીના દાણા પલળવા મુકી દેવા. સવારે ઉઠીને આ દાણા વાટીને તેની પેસ્ટ બનાવી લેવી. હવે તે પેસ્ટમાં એક ચમચી લીંબુને રસ ઉમેરવો અને સાથે જ અરધી વાટકી નાળીયેરનું દૂધ ઉમેરવું. હવે તેને બરાબર મિક્સ કરીને એકરસ કરી લેવું. હવે આ તૈયાર થયેલી પેસ્ટને વાળની પાંથીએ પાંથી એ લગાવી લેવી.

હવે તેને તેમ જ અરધોથી એક કલાક રાખવું. ત્યાર બાદ માથુ ધોઈ લેવું. જો તમે જલદી જ વાળમાં સુધારો જોવા માગતા હોવ તો અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ પ્રયોગ ચોક્કસ કરવો.

image source

દહીં અને મેથીનો હેર પેક

જો તમને વાળ ખરવાની સાથે સાથે વાળમાં ખોડો થવાની સમસ્યા હોય તો આ પ્રયોગથી તે કાયમી ધોરણે દૂર થઈ જશે. આ પ્રયોગમાં તમે મેથીની ભાજીનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તે ન હોય તો મેથીના દાણાનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે મેથીના દાણાનો ઉપયોગ કરવા માગતા હોવ તો તેનો પાવડર બનાવી લેવો અને જો ભાજીનો ઉપયોગ કરવા માગતા હોવ તો તેને ઉકાળીને તેમાંથી મેથીના પાન તારવીને તેની પેસ્ટ બનાવી લેવી. હવે પાઉડર કે ભાજીની પેસ્ટને તમારે દહીંમાં મિક્સ કરી લેવી.

image source

હવે આ તૈયાર થેયલા પેકને તમારે વાળના મૂળિયા પર વ્યવસ્થિત લગાવી લેવી. હવે તેને અરધાથી પોણા કલાક સુધી તેમજ લગાવી રાખવું અને ત્યાર બાદ માઈલ્ડ શેમ્પુથી ધોઈ લેવું. આ પ્રયોગ કરવાથી ખોડો દૂર થશે વાળ શાઇની બનશે, વાળનો ગ્રોથ વધશે, અને વાળ પણ ખરતા બંધ થઈ જશે.

image source

મેથીના પાણીનો પ્રયોગ

મેથીનો વાળ માટેનો આ સૌથી ચોખ્ખો ઉપયોગ છે આમાં તમારા હાથ નહીં બગડે. તેના માટે તમારે એક નાની તપેલીમાં એક ગ્લાસ પાણી અને બે ચમચી મેથીના દાણા ઉકાળી લેવા. પાણી બરાબર ઉકળી જાય અને ઠંડુ થઈ જાય પછી તે પાણીથી વાળમાં મસાજ કરવું. મસાજ કર્યા બાદ 15-30 મિનિટ તેમજ રહેવા દેવું અને ત્યાર બાદ વાળ ધોઈ લેવા આ પ્રયોગથી વાળ શાઈની તેમજ સ્ટ્રોંગ બનશે.

image source

મેથી અને આંબળાની ભુક્કીનો પ્રયોગ

મેથી તો વાળ માટે ગુણકારી છે જ પણ આપણે બધા એ પણ સારી રીતે જાણીએ છીએ કે આંબળા માત્ર શરીર માટે જ નહીં પણ વાળ માટે પણ તેટલા જ લાભપ્રદ છે માટે જ આંબળાના તેલનું માર્કેટ કરોડો રૂપિયામાં ફેલરાયેલું છે. આંબળામાં ફોસ્ફરસ, આયર્ન, નિકોટિન, કેલ્શિયમ, પ્રોટીન, વીટામીન સી, કાર્બોહાઇડ્રેટ વિગેરે પોષક તત્ત્વો ભરપુર પ્રમાણમાં હોય છે.

image source

આ પ્રયોગ માટે તમારે મેથીના દાણાનો પાઉડર બનાવી લેવો અને સાથે સાથે સુકા આંબળા જો ઘરમાં હોય તો તેનો પણ પાઉડર બનાવી લેવો અથવા તો બજારમાં જો આંબળાનો શુદ્ધ પાઉડર મળતો હોય તો તેનો પણ પ્રયોગ કરી શકો અથવા તો આંબળાના જ્યુસનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ તૈયાર થયેલા મિશ્રણમાં તમે કોઈ પણ હેયર ઓઇલ ઉમેરી દો. તેના માટે તમે સરસિયુ, ઓલિવ ઓઇલ, કોપરેલ તેલ ગમે તે વાપરી શકો છો.

image source

હવે આ તૈયાર થયેલા પેકને વાળના મુળિયામાં ઘસીને લગાવો. અરધા-પોણા કલાક સુધી તેને તેમજ રાખી મુકો અને ત્યાર બાદ માઇલ્ડ શેમ્પુથી માથુ ધોઈ લો. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

image source

મેથી અને કોપરેલ તેલનો પ્રયોગ

મેથી અને કોપરેલ તેલ તમારા વાળને શાઈની બનાવશે. જો તમારા વાળ હંમેશા ડલ તેમજ રુક્ષ રહેતા હોય તો તમારે આ પ્રયોગ અપનાવવો જોઈએ. મેથી અને કોપરેલ તેલનો ભેગો ઉપયોગ કરવાથી તમારા વાળ રુક્ષ કે ડલ નહીં રહે પણ ચમકીલા બનશે.

image source

તેના માટે સૌ પ્રથમ તમારે મેથીના દાણાનો ભુક્કો તૈયાર કરી લેવો. હવે આ ભુક્કામાં કોપરેલ તેલ ઉમેરી દો હવે તેને પાવડર સાથે બરાબર મિક્સ કરી લો. હવે આ તૈયાર થયેલી મેથીના ભુક્કા અને કોપરેલ તેલની પેસ્ટને ખાસ કરીને વાળના મૂળિયામાં મસાજ કરો. આમ કવરાથી સીધું જ તમારા વાળના મૂળિયાની અંદર પોષણ મળશે અને તમારા વાળ શાઈની, સ્ટ્રોંગ અને હેલ્ધી બનશે અને વાળ ખરવાની સમસ્યાનું પણ નિવારણ થશે.

image source

મેથીના આ પ્રયોગથી તમે ઉંમર પહેલાં થતાં સફેદવાળથી પણ બચી શકો છો.

આજે બદલાતી જતી લાઈફસ્ટાઇલ કે પછી હવામાં આવેલા પ્રદૂષણના કારણે કિશોરાવસ્થામાં જ સફેદ વાળ થવાની સમસ્યા વધી રહી છે. અને જો તમે કે તમારા કુટુંબમાં કોઈને આ સમસ્યા સતાવી રહી હોય તો તેમાં પણ મેથીનો પ્રયોગ તમને મદદરૂપ થશે.

image source

તેના માટે તમારે બે ચમચી મેથીના દાણા અને એક મુઠ્ઠી મીઠા લીંમડાના પાન લેવા. સૌ પ્રથમ રાત્રે સુતી વખતે મેથીના દાણા પલાળી લેવા. સવારે ઉઠીને તે દાણાના મીઠા લીંમડાના પાન સાથે વાટી લેવા. જો જરૂર જણાય તો તેમાં મેથી પલાળેલું પાણી વધ્યુ હોય તે ઉમેરીને તેની પેસ્ટ બનાવી લેવી.

હવે તૈયાર થયેલી પેસ્ટને વાળના મુળિયાથી લઈને છેડા સુધી વ્યવસ્થિત લગાવી લેવી. અને અરધો કલાક તેમ જ રાખ્યા બાદ તેને માઇલ્ડ શેમ્પુથી અથવા તો તમે જે રેગ્યુલર શેમ્પુ વાપરતા હોવ તેને પાણીમાં ડાઇલ્યુટ કરીને ધોઈ લેવા. નિયમિત આ પ્રયોગ કરવાથી સફેદવાળની સમસ્યા દૂર થઈ જશે. મેથીમાં ભરપુર પ્રમાણમાં પોટેશિયમ હોય છે અને આ પોટેશિયણના કારણે કસમયે થતાં સફેદ વાળથી બચી શકાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ