લખનૌના એક વ્યક્તિએ કરી જબરી શોધ, પેટ્રોલ અને ગેસથી નહિ પણ હવાથી ચાલે છે બાઈક !!

માત્ર ૧ રૂપિયામાં હવાથી વાતો કરી શકે એવી હવાથી ચાલતી બાઈક જોઈ છે કદી? આવો જોઈએ શું છે આ ઓટો મોબાઈલની દુનિયામાં નવો આવિષ્કાર…

image source

જો અમે આપને કહીએ કે માત્ર ૧ જ રૂપિયાના ખર્ચમાં ૮ કિલો મીટર જેટલું એક બાઈક દોડી શકે છે અને એ પણ કોઈ જ જાતના પેટ્રોલ કે ડિઝલ જેવા ઇંધણને વાપર્યા વગર અને એ પણ બજારમાં હાલમાં મળતી બાઈક જેવી જ સ્પીડ પન આપે છે, તો તમે માની જશો ખરા? કદાચ નહીં ને… તમને એવી એક ખાસ બાઈક સાથે આજે પરિચય કરાવીએ જેને એર બાઈક જેવું નામ અપાયું છે. આ બાઈક કોઈ જ ઈંધન વિના ચાલે છે એ પણ હવાના પ્રેશરથી. જી હા, આ બાઈક હવા વડે ચાલતી અનોખી બાઈક છે. આવો જાણીએ શું છે તેની વિશેષ ખાસિયત…

image source

છેલ્લા કેટલાક દાયકાઓમાં બાઈક્સની લોકપ્રિયતા ખૂબ જ વધી ચાલી છે. લોકો મોટર સાઈકલને એક શોખની જેમ વાપરે છે અને તેની સવારી કરવામાં ખૂબ શાન માને છે. બાઈકર્સ એકદમ કૂલ હોય છે, તેઓ અનેક બાઈક સ્ટંટ્સ પણ કરતા હોય છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની જતું હોય છે. ભારતીય બજારોમાં અનેક આકર્ષક બાઈક્સના મોડલ્સ મળે છે. જેની કિંમત પણ સામાન્ય રીતે હજારોથી લઈને લાખો સુધી પહોંચતી હોય છે.

image source

કેટલીક વાર આવી બાઈક્સનું યોગ્ય મેન્ટેન્સ ન થાય તો બહુ અવાજ કરે છે અને ધુમાડો પણ છોડતી હોય છે. લોકો સ્ટાઈલમાં ચલાવવા જતાં અને બેધ્યાનપણે અતિ ઝડપથી ચલાવવા જવામાં અકસ્માતનો ભોગ પણ બની જતાં હોય છે તેથી બાઈકર્સને બહુ બધા લોકો પસંદ નથી પણ કરતાં હોતા. વધુમાં મોટર બાઈક એટલી બધી લોકપ્રિય હોય છે કે તેને ચલાવવા માટે લોકો વગર કારણ પેટ્રોલ – ડિઝલ જેવું ઇંધણ પણ વેડફી દેતાં હોય છે. બાઈક્સની દુનિયામાં એક નવો જ આવિષ્કાર થયો છે. જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે કે સાવ સામાન્ય લાગતી આ બાઈક ચાલે છે હવાથી…

એર ફ્યુઅલ બાઈક, શોધાઈ હતી ૯ વર્ષ પહેલાં…

image source

આ બાઈકમાં ફ્યુઅલ એટલે કે ઈંજનના રૂપમાં હવાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ગેસ કે કોઈ પેટ્રોલિયમ ઈંધણનો ઉપયોગ ન થતો હોય એવી પ્રદૂષણને સહકાર આપી શકે તેવી બાઈકનો આ નવો પ્રયોગ ખરેખર આશાસ્પદ શોધ ગણવામાં આવે છે. નવાબી શહેર લખનૌના એક વૈજ્ઞાનિકની આ શોધ છે. જેને બનાવવા પાછળ ગ્લોબલ વોર્મિંગની વિકટ સમસ્યાના નિવારણ અંગે એક પગલાં રૂપ માનવામાં આવે છે. જેમાં ઓછા ખર્ચે, નહિવત માવજત અને પ્રદુષણ મુક્ત વાહન બનાવવું એ વિચાર મૂળભૂત રીતે કાર્ય કરે છે. કોઈ જ જાતના ઇંધન વિનાનું વાહન વિશે આપણે કલ્પના પણ ન કરી શકીએ એની સામે આપણે આ એરો બાઈકની સફળ સફરની વાત કરી શકીએ છીએ, એ ખરેખર એક ઉપ્લબ્ધિ જ કહી શકાય.

હવા પ્રદૂષણને મળશે રાહત…

image source

યુ.પી.ના સ્ટેટ કન્ટ્રક્શનના ચીફ જનરલ મેનેજર ભરતરાજ સિંહે આ ખાસ પ્રકારની બાઈક બનાવવા પાછળ જહેમત ઉઠાવી છે. હવા વડે ઊર્જા ઉત્પન્ન કરી શકવાની પદ્ધતિથી ચાલતા આ એરો બાઈક એન્જિન બનાવવા તેમણે ખૂબ જ તૈયારીઓ કરી હતી. તેઓ હાલમાં એન્જિનિયરિંગ કોલેજમાં ડાયરેક્ટર પદે પણ નિયુક્ત થયેલ છે, તેમણે ૫૦% જેટલા ઇજના વપરાશની ઘટાડાની પણ આશા બતાવી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં આ પ્રકારની બાઈક્સ સડક ઉપર દોડતી થઈ જશે તો હવા પ્રદુષણમાં ધરખમ ઘટાડો થશે.

૪૦ કિમી જેટલા અંતરની સફર ફકત રૂપિયા ૫માં હવે શક્ય…

image source

એરો બાઈકની અનોખી શોધનો મુખ્ય ઉદ્દેશ પ્રદૂષણ મુક્ત હવા અને તેની સાથે ઓછા ઇધનનો ખર્ચ છે. આ બંને ધ્યેય સિદ્ધ થઈ જાય તો આ બાઈકને એક સફળ આવિષ્કારની શ્રેણીમાં જરૂર મૂકી શકાય એવી છે. આ બાઈકમાં હવાથી સંચાલિત સિલિંડર મૂકવામાં આવ્યું છે. એટલે કે એરો એન્જિન ફિટ કરાયેલ છે. જે એલ્યુમિનિયમમાંથી બનેલ છે. આ સિલિંડરને બનાવવામાં પણ ખૂબ ઓછો ખર્ચ થયેલ છે. આમાં માત્ર પાંચ રૂપિયામાં હવા ભરાવડાવીને ૪૦ કિમી સુધી સફર કરી શકવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં આ એરો બાઈકની એવરેજ કાઢીએ તો તે દર કલાકે ૭૦થી ૮૦ કિમી ઝડપથી રસ્તા ઉપર દોડી શકે છે.

image source

બજારમાં આવતાં આને કદાચ હજુ વાર લાગશે. આ બાઈકના પ્રણેતાએ સરકાર શ્રી પાસેથી તેમના પ્રોજેક્ટને પાસ કરાવવા માટે અરજી કરે છે. જો તેનો સ્વીકાર થઈ જાય તો નવી પેઢીને આ અનોખી એરો બાઈક ચલાવવાનો રોમાંચક અનુભવ જરૂર લઈ શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ