સ્પા, સલોનમાં રૂપિયાનો ધૂમાડો કરતા પહેલા આ હોમમેડ હેરપેક વિશે જરૂર વાંચો

કાળ, રેશમી, સુંવાળા અને લાંબા વાળ દરેક માનૂનીની મનની મુરાદ હોય પણ શિયાળો આવે એટલે વાળ ખરવાનું અને વાળમાં ડેન્ડ્રફ્ટથી લઈ કંઈ કેટલીય સમસ્યાઓ શરૂ થઈ જાય તો આવી જ સમસ્યાના સમાધાન માટે તમારા રસોડામાં રહેલા મેથીના દાણા ઉપયોગી થઈ શકે છે, કેવી રીતે? આવો જાણીએ.

વાળની સમસ્યા ( Hair Problem )માટે આ રામ બાણ ઈલાજ

image source

મેથી ખરતા વાળ માટે અકસીર ઈલાજ છે. તે વાળને મજબૂત બનાવી વાળનો જથ્થો પણ વધારે છે. પણ મેથીને જો પ્રોપર રીતે વાપરો તો તે તમારા વાળ પર કમાલ કરશે નહીં તો પછી તેના સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. પણ જો તમે તમારા વાળને ચમકાવવા માટે મોંઘી મોંઘી પ્રોડક્ટનો વપરાશ કરતા હોવ સ્પા જતા હોવ અને એક ખાસ બજેટ તમારા વાળ પર ખર્ચ કરતાં હોવ તો એક વાર આ ઉપાય અચૂક અપનાવો તમારા વાળની સમસ્યા ( Hair Problem )માટે આ રામ બાણ ઈલાજ છે.

ખરતા વાળ અને ખોડાથી છુટકારો

image source

જો તમને તમારી ઓફિસ, તમારા સોફા પર, ખુરશી પર, દરેક સ્કાર્ફ અને શાલમાં તમારા વાળ જોવા મળતા હોવ તો ચેતી જાવ. તમારે તાત્કાલીક આ હોમ રેમેડી ( Home remedy ) અપનાવવાની જરૂર છે. તમે ઘણી રીતે તેનો વરસાશ કરી શકો છો. આજે અમે તમને જણાવીશું કેવી રીત?

Methi Seeds For Hair Growth

image source

મોંઘા મોંઘા સલૂન અને સ્પા જે કામ ન કરી શકે તે મેથી કરી શકે છે કારણ કે મેથી પોટેશિયમથી ભરપૂર છે સાથે સાથે મેથીને જો ડાયેટમાં સામેલ કરો તો તેના પણ અનેક ફાયદા છે. મેથી એસિડ, પ્રોટીન, અને ઔષદ્યિય ગુણોથી ભરપૂર છે. તે વાળ માટે પોષણક્ષણ આહાર સમાન છે.

મેથીના ઉપયોગો

મેથીનો હેર માસ્ક ( Methi Hair Mask ) લગાવવાથી વાળ ખરતા અટકી જશે સાથે જ સફેદ વાળ અને ખોળાથી પણ છુટકારો મળશે. વાળની મજબૂતી વધશે અને તે સ્વત્થ અને સ્વચ્છ રહેશે. અઠવાડિયામાં 2 વાર મેથીના પાણીથી વાળ ધોવાથી તુરંત ફાયદો મળશે.

image source

મેથીના પાણીનો પ્રતાપ

આખી રાત મેથીને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તે પાણીનો ઉપયોગ તમારા વાળ ધોવામાં કરો. જેનાથી તમારા વાળ કાળા રહેશે અને વાળનો ગ્રોથ ( Hair Growth ) પણ વધશે.

બદામના તેલ સાથે

જો વાળ ધોયા બાદ સુષ્ક થઈ જતા હોય એટલે કે રૂખા સુકા થઈ જતા હોય તોઆ વાળમાં મેથીના દાણાને વાટીને તેમાં નારિયેળ કે બદામનું તેલ મિક્સ કરી તેનાથી હળવા હાથે વાળમાં મસાજ કરો આ મસાજ તમારા વાળને અનોખી ચમક આપશે.

image source

મેથીના નાનકડા દાણામાં વિટામિન A K C, આયરન, કેલ્શિયમ અને ફોલિક એસિડ જેવા તત્વો હોય છે. મેથીમાં એવા ગુણ છે કે જે ગમે તેવા શુષ્ક અને રફ વાળને પણ કાળા અને ચમકીલા તેમજ સુંવાળા બનાવી શકે તેમ છે. એટલું જ નહીં શિયાળામાં ડેન્ડ્રફ્ટની સમસ્યાથી પણ થુટકારો અપાવે છે.

વાળમાં મેથીનો ઉપયોગ કેવી રીતે કરશો?

આર્યુવેદમાં મેથીની તાસીર ગમર ગણાય છે. વાળમાં ગરમ કેટેગરી વાળી વસ્તુ લગાવવાથી વાળ નબળા પડે છે એટલે જ મેથીનો સીધો ઉપયોગ વાળ સાથ ન કરવો પણ તેને આખી રાત પલાળવાનું ન ભૂલશો. આવો જાણીએ હેરપેક રેસિપી

image source

કોકોનેટ મિલ્ક મેથીનો હેરપેક

  • કોકોનેટ મિલ્ક અને લીંબૂ સાથે મેથીદાણાનો પેક
  • બે ચમચી મેથી દાણાને આખી રાત પલાળી રાખો
  • બીજા દિવસે મેથીદાણાની પેસ્ટ તૈયાર કરો
  • આ પેસ્ટમાં એક ચમચી લીંબૂનો રસ અને કોકોનેટ મિલ્ક ભેળવો
  • હવે તમારા વાળની જડમાં આ પેસ્ટને લગાવો
  • 20 મિનિટ સુધી લગાવેલી રાખો
  • ત્યાર બાદ હળવા હાથે મસાડ કરી શેમ્પૂથી ધોઈ લો

2 નારિયેળ તેલ અને મેથીનો હેરપેક

image source

આ પેકથી તમારા ખરતા વાળ અટકી જશે અને વાળ કાળા, મુલાયમ અને રેશમી થશે.

  • મેથને વાટીને તેનો પાવડર બનાવી લો
  • એક વાસણમાં એક ચમચી નારિયેલ તેલ નાંખી તેમાં આ પાવડર નાંખો
  • બંનેને સરસ રીતે મિક્સ કરી લો
  • હવે તેનાથી વાળના મૂળિયામાં ખૂબ હળવા હાથે મસાજ કરો
  • જ્યારે વાળ સુકાઈ જાય તો તેમાં શેમ્પૂ કરી લો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત