આ રીતે કરો મેથીના દાણાના ઉપયોગ, વાળ થશે લાંબા અને સ્કિન થશે એકદમ મસ્ત

મેથીનાં દાણા નાં અગણ્ય ફાયદા – લાંબા સુંદર વાળથી લઇને સાફ ત્વચા સુધી, બધું શક્ય છે આ જાદુઈ દાણાથી!

તમે ભોજનનો સ્વાદ વધારવા માટે મેથીનાં દાણાનો વપરાશ કર્યો હશે, કેમકે ના ફક્ત આ જમવાનો સ્વાદ વધારે છે પરંતુ તેના અન્ય ફાયદા પણ અનેક છે. ખાવા સાથે સાથે તમારા વાળ અને ત્વચા માટે પણ આ દાણા અત્યંત ફાયદેમંદ છે. શું તમે જાણો છો કે મેથીનાં આ નાના નાના દાણા તમારી ખૂબસૂરતી પર ચાર ચાંદ લગાવી દેશે?

image source

આ ના ફક્ત ત્વચાને બેદાગ બનાવે છે બલ્કિ ખરતા વાળને પણ અટકાવે છે અને તમને આપે છે પૂર્ણ પ્રત્યક્ષ ખૂબસૂરતી. મેથીનાં દાણામાં બે એવા ગુણ હોય છે જે વાળને સારી ગ્રોથ તેમજ ખરાબ વાળને ઠીક કરવા માટે જરૂરી હોય છે. મેથીનાં દાણા ખોડો દૂર કરવા સાથે સાથે વાળને મજબૂતી પણ આપે છે.

image source

ઘણા ઓછાં લોકો જાણે છે કે મેથીનાં દાણામાં એન્ટી ઓક્સિડન્ટ, ફોલિક એસિડ, મેગ્નેશ્યમ, સોડિયમ, ઝીંક અને કોપર જેવા ગુણો રહેલા હોય છે જે ત્વચા અને વાળને માટે બેહદ ફાયદેમંદ હોય છે. તમારે તમારો લૂક બદલવો છે, તો બસ હેરસ્ટાઇલ બદલો અને લો થઈ ગયું. આનાથી એક વસ્તુ તો સમજી ગયા કે વાળ આપણા માટે કેટલા મહત્વપૂર્ણ છે.

image source

વાળને ચમકીલા તેમજ સુંદર બનાવવા માટે આપણે અનેક પ્રકારના મોંઘા મોંઘા શેમ્પૂ વાપરીએ છીએ, સ્પા જઈએ છીએ અને ના જાણે કેટલા ઉપાયો કરીએ છીએ. પણ આજે અમે લઈ આવ્યા છીએ તમારા માટે મેથીનાં દાણા થી જોડાયેલા થોડાક ફાયદા જે ના ફક્ત તમારા વાળને પરંતુ ચેહરાને પણ નિખારી દેશે.

કેવી રીતે મેથીનાં દાણાનો ઉપયોગ કરવો?

મેથીની તાસીર ગરમ હોય છે માટે હમેશાં ઉપયોગ પહેલા તેને આખી રાત પલાળી રાખવાનું નહિ ભૂલવું.

image source

૧. જો તમે લગાતાર ખરતા વાળથી પરેશાન છો, તો મેથીના દાણાનો હૈરપેક લગાવી શકો છો. બે મોટા ચમચા મેથીનાં દાણાને રાતભર પલાળી રાખો અને સવારે તેની પેસ્ટ બનાવી લો. તેમાં એક મોટો ચમચો નારિયળ તેલ અથવા બદામનું તેલ ભેળવી લો. આ પેસ્ટને સારી રીતે પૂરા વાળ પર લગાવી લેવું.૧૫-૨૦ મિનિટ બાદ વાળ ધોઈ નાખવા. આ પેક તમારા વાળને લાંબા કરવામાં પણ મદદરૂપ બને છે.

image source

૨. ડ્રાય હેરની સમસ્યા પણ દૂર થાય શકે છે મેથીના દાણા થી. તેના માટે મેથીનાં દાણાની પેસ્ટને તમે કંડીશનરની જેમ વાપરી શકો છો. ૮-૧૦ ગ્રામ મેથીના દાણાને રાત્રે પલાળી દેવા અને સવારે તેને પીસીને બારીક પેસ્ટ તૈયાર કરી લેવી. હવે આ પેસ્ટને આખા વાળ માં લગાવી લેવી. ૨૦ મિનિટ બાદ વાળ ધોઇ લેવા. આમ કરવાથી વાળ ઘાટા તેમજ કાળા બને છે. આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવો.

image source

૩. મેથીનાં દાણામાં એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. એટલેજ તે એકને એટલે કે ખીલની સમસ્યામાંથી છુટકારો આપીને આ પરેશાનીને ખતમ કરી શકે છે. તેના માટે તમારે મેથીનાં દાણાની પેસ્ટને મધ સાથે મેળવીને લગાવવાથી ઘણો ફાયદો થાય છે. સુકાયા બાદ હળવા ગરમ પાણીથી ધોઈ લેવું. થોડા દિવસો સુધી રોજ આનો ઉપયોગ કરવો.

image source

૪. આંખોના નીચે કાળા ઘેરા દૂર કરવા છે તો તેના માટે પણ મેથીનાં દાણાથી વધુ ઉપયોગી કંઈ નથી. રાત્રે સૂતા પહેલાં અંડર આઈ એરિયાને સાફ કરીને પેસ્ટ લગાવવી. ૧૦ મિનિટ રાખ્યા બાદ ધીમેથી ધોઈ લેવી. તેના સિવાય દાગ ધબ્બા ખતમ કરવા માટે પણ આ પેસ્ટનો ઉપયોગ તમે ગુલાબજળ સાથે કરી શકો છો.

image source

૫. ચેહરા પર નિખાર લાવવા માટે મેથીનાં પાણીને ઉકાળીને ઠંડુ કરો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ભેળવીને ઘાટી પેસ્ટ બનાવી લેવી. તેમાં એક મોટો ચમચો દહીં મિક્સ કરવું અને આખા ચેહરા પર લગાવી લેવું. સુકાયા બાદ તેને ધોઈ લેવું. અઠવાડિયે બે વખત આમ કરવાથી ત્વચાનો રંગ નિખરી ઉઠશે.

આ ઘરેલુ નુસ્ખા ખૂબજ અસરકારક છે, જાતે ટ્રાય કરો અને જુઓ જાદુ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ