કેળાની છાલથી ઘટે છે તમારું વજન, જાણો આવા બીજા અનેક ફાયદાઓ વિશે..

કેળાની છાલ ખાવાથી ખરેખર વજન ઘટે છે ? જાણો કેળાની છાલના અઢળક લાભો વિષે

જે લોકોને સતત તેમના વજનની ચિંતા રહે છે તેઓ અવારનવાર તેમનું વજન કેવી રીતે ઘટે તેના ઉપાયો શોધતા રહે છે. તો આજનું આ ઇનગ્રેડીયન્ટ તમારે તમારા ડાયેટમાં શામેલ કરવું જ જોઈએ. આ ઇનગ્રેડીયન્ટ છે કેળા. હા, કેળા તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભપ્રદ છે. જીમમાં નિયમિત જતાં લોકો નિયમિત પણે બનાના સ્મુધીનું સેવન કરે છે. માત્ર તેઓ જ નહીં પણ એથલિટ્સ પણ કેળાને પોતાના ડાયેટમાં ઉમેરે છે.

image source

તમારા ખોરાકમાં તમારે કેળાનો સમાવેશ કરવો જ જોઈએ

– જે લોકો પોતાના વજનમાં ઘટાડો કદવા માગતા હોય તેમણે કોઈ પણ રીતે, પછી તેની સ્મૂધી બનાવીને કે પછી તેને મિલ્ક શેકમાં ઉમેરીને કે પછી તેનો ફ્રૂટ સલાડમાં ઉપયોગ કરીને કે પછી એમનમ એકલું ખાઈને પણ તેનું સેવન તો કરવું જ જોઈએ.

image source

– કેળામાં સારા પ્રમાણમાં પાચક ઉત્સેચકો હોય છે જે તમારા શારીરિક તંત્રને ઇંધણ પુરુ પાડે છે, તમારા મેટાબેલીઝમને રીચાર્જ કરે છે અને સાLs સાથે તમારી ભૂખ પણ સંતોષે છે અને તેના કરણે તમારી ભૂખને ભાંગવા માટે તમારું મન આમતેમ નથી ભટકતું અને તમે વધારે પડતો ખોરાક લેવાનું ટાળો છો.

image source

– તે તમારા શરીરમાં ડોપામાઈનના ઉત્પાદનને વધારવાનું કામ કેર છે. આ ડોપામાઇન તમને વ્યાયામ કરતી વખતે વધારે ઉર્જામય રાખે છે.

image source

– કેળા શરીરમાંથી ઉર્જાને ધીમે ધીમે છુટ્ટી પાડે છે માટે તમને લાંબા સમય માટે ભૂખ નથી લાગતી. તેમાં પોટેશિયમનું પ્રમાણ પણ વધારે હોય છે જે તમારા છાતી તેમજ હૃદયના મસલ્સને વ્યાયામ કરતી વખતે લવચીક રાખે છે.

– કેળામાં પોટેશિયમ તેમજ રેશાઓનું પ્રમાણ વધારે હોવાથી તમારા શરીરની ચરબીને પણ તે અંકુશિત રાખે છે અને સાથે સાથે શરીરમાંના ઝેર સામે પણ રક્ષણ આપે છે અને શરીરમાંના મુક્તકણોને દૂર કરવા માટે પણ શરીરને ઉર્જા પુરી પાડે છે.

image source

કેળા એક ફળ કરતાં પણ વિશેષ છે

– કેળાના ગરની સાથે સાથે તેની છાલ પણ માનવ શરીર માટે અત્યંત ઉપયોગી છે.

image source

– જો તમે કેળુ ખાધા બાદ તેની છાલને ફેંકી દેતા હોવ તો હવેથી તેમ ન કરશો. તમે કેળાની છાલ પણ ખાઈ શકો છો અને તેને ખાવાથી તમારી વજન ઘટવાની પ્રક્રિયા ઓર વધારે ઝડપી બનશે.

image source

– હા, તે તમારા શરીરની ચરબી કાપવામાં તમને મદદ કરશે અને તે પણ ઝડપથી. એક સંશોધન પ્રમાણે કેળાની છાલને નિયમિત ખાવાથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. તે તમને ઉત્તમોત્તમ પોષણ પુરુ પાડે છે અને ખાસ કરીને તે તમારી કમરની ચરબી કાપવામાં તમને મદદ કરે છે.

– કેળાની છાલમાં તેના ગર કરતાં 20 ટકા વધારે વિટામીન બી6, વિટામીન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે અને તેમાં રહેલા રેશા તમારા પાચનને નિયમિત બનાવે છે અને તમારી વજન ઘટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

image source

– કેળાની છાલનો રંગ પણ માનવ શરીરને બીજા ઘણા પ્રકારના લાભો પહોંચાડી શકે છે. પાકેલા લીલા કેળાની છાલમાં સારા પ્રમાણમાં થાયપ્ટોફેન હોય છે, તેમાં તમારા આંતરડાના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે જરૂરી સ્ટાર્ચ હોય છે.

image source

– જ્યારે પીળી છાલની વાત કરીએ તો તેમાં પુષ્કળ એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. તેમાં કેન્સરથી રક્ષણ આપતા ગુણધર્મો પણ હોય છે અને તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તેમાં રહેલું મેલેટોનીન તમને સારી ઉંઘ પણ આપે છે.

કેળાની છાલ ખાતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

image source

હજુ પણ કેળાની છાલ ખાવાથી શું-શું ફાયદા થાય છે, તે વજન ઘટાડવા માટે મદદ રૂપ છે કે નહીં તે વિષેનું સંશોધન ચાલુ જ છે. તમારે કેળાની કાચી છાલને ઉકાળીને ખાવી જોઈએ. અને તમારા ડાયેટમાં તેનો ધીમે ધીમે ઓછા પ્રમાણથી સમાવેશ કરવો જોઈએ. છાલ ખાતા પહેલાં તેને બરાબર ધોવાનું ન ભૂલવું જેથી કરીને તમારા શરીરમાં જંતુનાશકો તેમજ અન્ય ગંદકીઓ ન જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ