મેનોપોઝની સાયકલ ક્યારે શરૂ થશે તે જાણવા કરો એક ક્લિક માત્ર

એક સામાન્ય લોહીની તપાસ તમને જણાવશે તમે મેનોપોઝમાં ક્યારે બેસશો

જો તમે એ જાણવા માગતા હોવ કે તમે મેનોપોઝમાં ક્યારે બેસવાના છો તો તમારે તેના માટે માત્ર એક સામાન્ય બ્લડ ટેસ્ટની જ જરૂર પડશે. એક સંશોધન પ્રમાણે મેન્સ્ટ્રુઅલ સાઇકલ એટલે કે માસિક ચક્રની પેટર્ન સામાન્ય રીતે સ્ત્રીઓમાં આવતા મેનોપોઝ કાળને એટલે કે રજોનિવૃત્તિ કાળના સંકેતો આપતી હોય છે. જો કે આ પ્રકારના સંકેતો ક્યારેક અચોક્કસ પણ હોઈ શકે છે અને તમને ખોટી દીશા તરફ દોરી જાય છે. પણ નવા અભ્યાસ પ્રમાણે તેમણે એક એવો બ્લડ ટેસ્ટ ડેવલપ કર્યો છે જે તમારા રજો નિવૃત્તિ કાળને પહેલેથી જ અને તે પણ એક સારી ચોક્કસાઈથી પ્રિડિક્ટ કરી શકે છે.

image source

આ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે લોહીમાના એન્ટિ મુલેરિયન હોર્મોન જેને AMH કહેવાય છે તે સ્ત્રીઓ ક્યારેય પોતાના છેલ્લા મેન્સ્ટ્રુઅલમાં પ્રવેશશે તે વિષે ભવિષ્યવાણી કરી શકે છે. AMH એ દર્શાવે છે કે સ્ત્રીમાં કેટલા ઇંડા બાકી રહ્યા છે. સ્ત્રીઓ પોતાના જીવનભરના ઇંડાઓ સાથે જન્મતી હોય છે અને તેમાં ધીમે ધીમે ઘટાડો થતો જાય છે અને છેવટે રજોનિવૃત્તિ વખતે તે સંપૂર્ણ પણે ઘટી જાય છે.

image source

માસિક સ્ત્રાવની પેટર્નનો અભ્યાસ કરીને અથવા તો પહેલેથી પ્રાપ્ત પરિક્ષણો દ્વારા તમે ચાર વર્ષ પહેલાં જાણી શકો છો કે તમારી રોજનિવૃત્તિ ક્યારે થશે જે સામાન્ય રીતે કંઈ ઉપયોગી અને ચોક્કસ માહિતી નથી. પણ જે સ્ત્રીઓ આ વિષે જાણવા માગતી હોય તેમની પાસે એન્ટી-મુલેરિયન હોર્મોન મિઝરમેન્ટ પદ્ધતિ અવેલેબલ છે.

image source

જે સ્ત્રીઓ પોતાની પાઇબ્રોઇડ્સને મેનેજ કરવા માટે સર્જરી કરવાનું વિચારી રહી હોય અથવા બર્થ કંટ્રોલ વાપરવાનું હવે બંધ કરવું યોગ્ય છે કે નહીં તે વિષે જાણવા માગતી હોય, તેણી જો તેના માટે AMH મિઝરમેન્ટ કરાવી રહી હોય તો આ પરિક્ષણ તેની સાથે સાથે તમારી રજોનિવૃત્તિનો સમય પણ જણાવી શકે છે. 48 વર્ષથી ઉપરની સ્ત્રીઓમાં AMHનું નીચુ પ્રમાણ જણાવે છે કે તેઓ ટુંકજ સમયમાં રજોનિવૃત્તિના કાળમાં પ્રવેશશે.

image source

આ સંશોધનમાં 1537 સ્ત્રીઓએ ભાગ લીધો હતો જેમની ઉઁમર 42થી 63 વર્ષની હતી. લાંબા ગાળાના આ સંશોધનમાં તેમણે રજોનિવૃત્તિમાં પ્રવેશતી વખતે તેમના સ્વાસ્થ્યમાં શું ફેરફાર થયા છે તે પર ધ્યાન આપ્યું હતું. તેના માટે તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમાં રહેલા AMHના સ્તરની તપાસ કરવામાં આવ હતી અને તેની સાથે સાથે ફોલીકલ – સ્ટીમ્યુલેટીવ હોર્મોન જે એક બીજા પ્રકારના રીપ્રોડક્ટીવ હોર્મોન છે તેના સ્તરની પણ તપાસ કરવામાં આવી હતી.

image source

આ પ્રક્રિયાએ માત્ર એકથી બે જ વર્ષમાં રજોનિવૃત્તિકાળની ભવિષ્યવાણી કરી બતાવી હતી. અને તે પણ તેમની ચાલીસીના છેલ્લા વર્ષોમાં. જો કે આ સંશોધનને હજુ પણ વધારે અભ્યાસની જરૂર છે. પણ જે સ્ત્રીઓ પોતાના રજોનિવૃત્તિનો કાળ જાણવા માગતી હોય તેઓ આ પ્રકારની તપાસ કરાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ