ડ્રેગન ફ્રૂટ ખાવાથી દૂર થાય છે કેન્સર જેવી મોટી બીમારીઓ, જાણો બીજા આવા અનેક ફાયદાઓ વિશે

ડ્રેગન ફ્રૂટમાં પાવરફૂલ એંટીઓક્સિડેંટ, મિનરલ્સ અને વિટામીન્સના કારણે ખૂબ ફાયદાકારક માનવમાં આવે છે. ડાયાબિટીસ અને કેન્સરને કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે.

image source

ડ્રેગન ફ્રૂટને તેના અનોખા શેપ અને ગુલાબી રંગથી સરળતાથી ઓળખી શકાય છે. ડ્રેગન ફ્રૂટને સુપરફૂડ માનવામાં આવે છે. એનું કારણ એ છે કે આ ફળમાં ઘણા બધા એંટીઓક્સિડેંટ, મિનરલ્સ અને વિટામીન્સથી ભરપૂર હોય છે. હેલ્થ કોન્શિયસ લોકોમાં ડ્રેગન ફ્રૂટ ખૂબ પોપ્યુલર છે.

image source

આપની આસપાસ બજારમાં ભલે આ ફ્રૂટ જોવા ના મળે પરંતુ સુપર માર્કેટ્સ અને ઓનલાઈન ગ્રોસરી શોપમાં આ સરળતાથી મળી જાય છે. ડ્રેગન ફ્રૂટમાં વિટામિન સી, વિટામિન બી, લાઇકોપીન વગેરે સારા પ્રમાણમાં મળી આવે છે. આ સિવાય તેના બીજમાં જરૂરી ફેટી એસીડ્સ હોય છે.

ડાયાબિટીસમાં ફાયદેમંદ છે ડ્રેગન ફ્રૂટ:

image source

તાજેતરમાં થયેલ એક અધ્યયનમાં જણાવાયું છે કે ડ્રેગન ફ્રૂટનું સેવન ટાઈપ ૨ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ હોય છે. જો કોઈ વ્યક્તિને પ્રીડાયાબિટીસ(ડાયાબિટીસથી પહેલાનું સ્ટેજ)છે, તો ડ્રેગન ફ્રૂટના સેવનથી તે વ્યક્તિના બ્લડ સુગર કંટ્રોલ કરી શકાય છે અને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાના ખતરાને ઘટાડી શકાય છે.

image source

શોધકર્તાઓ મુજબ ડ્રેગન ફ્રૂટ પૈકિયાઝમાં ઇન્સ્યુલીન બનાવતી ડેમેજ સેલ્સને રીપેર કરવામાં મદદગાર સાબિત થાય છે. ઇન્સ્યુલીન જ તે હોર્મોન છે, જે શરીરમાં સુગરને નિયંત્રણ કરે છે. પરંતુ આ અધ્યયન ઊંદરો પર કરવામાં આવ્યો હતો, એટલા માટે એક્સપર્ટ આ વાતને લઈને બિલ્કુલ્ આશ્વત નથી કે ડાયાબિટીસના શિકાર રોગીઓમાં આ ફ્રૂટ કેટલું કારગર થાય છે.

કેવીરીતે કરવા આવી રિસર્ચ:

image source

ડાયાબિટીસના રોગીઓમાં ડ્રેગન ફ્રૂટ કેટલું પ્રભાવી છે, આ વાતના અધ્યયન માટે વૈજ્ઞાનિકોએ ૩૬ એવા લોકોને પસંદ કર્યા જેઓ પ્રી-ડાયાબિટીસના શિકાર હતા અને ૧૦૯ એવા લોકો જેમને ટાઈપ-૨ ડાયાબિટીસ હતો. આ બધાને રોજ ડ્રેગન ફ્રૂટ ખાવાનું કહેવામાં આવ્યું.

image source

રિસર્ચની અંતમાં વૈજ્ઞાનિકોને મળી આવ્યું કે જે લોકો પ્રી-ડાયાબિટીસના શિકાર હતા, તેમના ફાસ્ટિંગ પ્લાજમા ગ્લુકોઝ ઓછું મળી આવ્યું. વૈજ્ઞાનિકોએ આ પણ જોયું કે જે વ્યક્તિએ જેટલા વધારે ડ્રેગન ફ્રૂટનું સેવન કર્યું હતું, એટલું જ રેગ્યુલર બ્લડ સુગરમાં વધારે અંતર મળી આવ્યું છે.

ઇમ્યુનિટી વધારે છે ડ્રેગન ફ્રૂટ:

image source

ડ્રેગન ફ્રૂટનું સેવન શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. એમાં રહેલ એંટી ઓક્સિડન્ટ્સ આપના શરીરની ઇમ્યુનિટી વધારે છે. ખાસ કરીને વિટામિન સી અને સાઇટોએલ્બુમીન નામનું એંટીઓક્સિડેંટ ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે.

આ સિવાય ડ્રેગન ફ્રૂટમાં રહેલ વિટામિન b૧, b૨, b૩, કેલ્શિયમ, ફૉસ્ફરસ, આયર્ન, પ્રોટીન, નિયાસીન અને ફાઈબર શરીરના અલગ અલગ ફંક્શનને વ્યવસ્થિત બનાવવામાં મદદ કરે છે. ફાઈબરવાળા ફૂડ્સના સેવનથી બ્લડ સુગર સ્થિર રહે છે.

પેટને સ્વસ્થ રાખવાવાળા પ્રી-બાયોટિક્સ:

image source

ડ્રેગન ફ્રૂટમાં પ્રી-બાયોટિક્સ હોય છે. પ્રી-બાયોટિક્સ એવા ફૂડ હોય છે, જે આપના પેટને સ્વસ્થ રાખવામાં મદદગાર થાય છે. પ્રી-બાયોટિક્સ ફૂડ્સના સેવનથી આપના આંતરડામાં ગુડ બેક્ટેરિયાની સંખ્યા વધે છે અને ખરાબ બેક્ટેરિયાની સંખ્યા ઘટે છે, જેનાથી આપનું પાચનતંત્ર ખૂબ સારી રીતે કામ કરે છે.

કેન્સરથી બચાવે છે ડ્રેગન ફ્રૂટ:

image source

ડ્રેગન ફ્રૂટમાં વિટામિન સી તો હોય જ છે, સાથે જ એમાં કૈરોટીન હોય છે. એટલા માટે ડ્રેગન ફ્રૂટ શરીરના કેન્સરકારી કાર્સીનોજેન્સથી બચાવે છે. ડ્રેગન ફ્રૂટમાં રહેલ લાઇકોપીન પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરને ઓછું કરવા માટે જાણવામાં આવે છે.

image source

વર્ષ ૨૦૧૧ માં Asian Pacific Journal Of Cancer Preventionમાં છાપવામાં આવેલ એક સ્ટડી મુજબ લાઇકોપીનવાળા આહારના સેવનથી પ્રોસ્ટેટ કેન્સરના ખતરાને ઘટાડી શકાય છે. ટામેટાંમાં પણ લાઇકોપીનનું સારું પ્રમાણ મળી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ