આ બોલીવૂડ ફિલ્મો તમારે મરતા પહેલા એકવાર તો જોઈ જ લેવી જોઈએ

આ બોલીવૂડ ફિલ્મો તમારે મરતા પહેલાં એકવાર તો જોઈ જ લેવી જોઈએ

જીવન આપણને એક જ વાર મળે છે તેને સંપૂર્ણ પણે જીવી જવું જોઈએ. આપણી આસપાસની દરેકે દરેક બાબત જે આપણને સુખ પહોંચાડતી હોય – બીજાને નુકસાન પહોંચાડ્યા વગર – તેને આપણે માણવી જ જોઈએ. તે પછી સ્વાદિષ્ટ ખોરાક હોય, સુંદર વસ્ત્રો હોય, સુંદર રમણીય સ્થળો હોય, એન્ટરટેઇનમેન્ટ આપતી ફિલ્મો હોય કે ગમે તે હોય. આજે અમે તમારા માટે કેટલીક એવી હિન્દી ફિલ્મોના નામ લઈને આવ્યા છે જે તમારે તમારા જીવનમાં એકવાર તો જોવી જ જોઈએ. તો ચાલો જાણીએ આ ફિલ્મો વિષે.

આંખો દેખી

image source

આ ફિલ્મમાં સંજય મિશ્રનાનો અદ્ભુત અનુભવ જોવા મળશે. આ ફિલ્મમાં પિતાને પુત્રી પોતાની પસંદગીના પુરુષ સાથે લગ્ન કરવા મનાવી રહી છે. જ્યારે પિતા તે યુવાનને મળે છે ત્યારે તેનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે અને ત્યાર બાદ તે પોતે પૂર્વગ્રહ વગરનું જીવન જીવવાનું નક્કી કરે છે એટલે કે પોતે જે આંખે જોયેલું છે તેને જ માનવાનું નક્કી કરે છે. આ ફિલ્મ રજત કપૂર દ્વારા દીગ્દર્શીત કરવામાં આવી છે.

શાહિદ

image source

આ ફિલ્મ વિવાદાસ્પદ વકિલ શાહિદ આઝમિ પર આધારીત છે જેના પાત્રને ભજવવા માટે રાજકુમાર રાઓ એ પોતાનો જીવ રેડી દીધો છે. ફિલ્મનું મુખ્ય પાત્ર ભૂતકાળમાં એક આતંકવાદી સરગણો હતો અને ત્યાર બાદ તે એક ક્રીમીનલ લોયર બને છે. તે તેવા લોકો માટે કેસ લડે છે જેમને ખોટી રીતે આતંકવાદના ગુના હેઠળ આરોપી બનાવી દેવામાં આવે છે.

ઉડાન

આ ફિલ્મ એક અત્યંત સરળ પણ લાગણીઓથી ભરપૂર ફિલ્મ છે. આ ફિલ્મમાં રોનિત રોયે કડક પિતાનું પાત્ર અદભુત રીતે ભજવ્યું છે પણ તેનાથી પણ વિશેષ ફિલ્મમાં ટીનેજ પુત્રનું પાત્ર અત્યંત અદ્ભુત રીતે ચિત્રિત કરવામાં આવ્યું છે.

મુંબઈ મેરી જાન

image source

મુંબઈમાં થયેલી બોમ્બ બ્લાસ્ટની શ્રૃંખલા પર આ ફિલ્મ આધારીત છે. જેમાં પાંચ વ્યક્તિના જીવનને ચિત્રિત કરવામાં આવ્યા છે.

બેન્ડીટ ક્વિન

આ ફિલ્મ ચંબલની ડાકુરાણી ફુલ્લન દેવી પર આધારીત છે કે તેણી કેવી રીતે એક સામાન્ય સ્ત્રીમાંથી ચંબલની મોસ્ટવોન્ટેડ ડાકુરાણી બની. આ ફિલ્મ તમને એક અલગ જ દ્રષ્ટિકોણ પુરો પાડશે.

image source

ગુલાલ

આ ફિલ્મ રાજકારણની ગંદકીની તસ્વીર રજૂ કરી રહી છે. અનુરાગ કશ્યપ દ્વારા દીગ્દર્શીત ફિલ્મ તમને ચોક્કસ પસંદ આવશે. આ ફિલ્મમાં દીલીપ નામના એક લો સ્ટુડન્ટને કેટલાક ગુંડાઓ દ્વારા મારવામાં આવે છે અપમાનીત કરવામાં આવે છે અને છેવટે તે પોતાની આ સ્થિતિનો બદલો લેવા પોલીટીક્સની ગંદકીમાં ઉતરે છે.

સલામ બોમ્બે

image source

મુંબઈ એક એવું શહેર છે જ્યાં ગળાકાપ હરિફાઈ ચાલી રહી છે, લોકો માત્રને માત્ર પોતાના વિષે જ વિચારે છે. અને આવા શહેરમાં આ ફિલ્મ તમને પૈસાની ખરી કિંમત સમજાવે છે. આ ફિલ્મ તમારે એકવાર તો ચોક્કસ જોવી જોઈએ. આ ફિલ્મ જાણીતી ફિલ્મ ડીરેક્ટર મિરા નાયર દ્વારા બનાવવામાં આવી છે.

મદ્રાસ કેફે

image source

આ ફિલ્મમાં જોહ્ન અબ્રાહમ ભારતના એક ઇન્ટેલિજન્સ ઓફિસરનું પાત્ર ભજવી રહ્યો છે. શ્રિલંકામાં ભારત વિરોધી ષડયંત્ર રચતાં એક જૂથને આ ઓફિસર છતું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ફિલ્મ ડીરેક્ટર સુજીત સરકારે નિર્દેશિત કરી છે.

અલીગઢ

image source

આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારીત છે જે એક સમલૈઇંગિક વિષય પર છે. ફિલ્મનું દીગ્દર્શન હસંલ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે અને ફિલ્મમાં મનોજ બાજપાઈનો અદ્ભુત અભિનય છે.

અગલી

image source

આ ફિલ્મ એક ખોવાઈ ગયેલી છોકરીની શોધ પર આધારિત છે. જેને ખુબ જ સુંદર રીતે અનુરાગ કશ્યપ દ્વારા રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ તમારે ચોક્કસ જોવી જોઈએ.

ભેજા ફ્રાય

image source

બોલીવૂડની ફિલ્મોમાંની સૌથી રમૂજી ફિલ્મ અને સંપૂર્ણ ત્રાસ આપતું પાત્ર. મનોરંજન માટે આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ.

ગાઈડ

image source

એક સામાન્ય ટુર ગાઈડથી લાખોની ભક્ત મેદની ઉભી કરનાર સંતની ગાથા આ ફિલ્મમાં સમાયેલી છે. દેવાનંદનો અદ્ભુત અભિનય અને વિજય આનંદનું અદ્ભુત ડીરેક્શન. કર્ણ પ્રિય સંગીત અને અદ્ભુત નૃત્યોથી ભરપૂર ફિલ્મ.

મદારી

image source

એક સામાન્ય માણસની સરકાર સાથેની લડત, ન્યાયની લડાઈ.

સ્ટેન્લી કા ડબ્બા

image source

એક સુંદર રમૂજી પણ ઘણું બધુ કહી અને સમજાવી જતી ફિલ્મ. એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને તેમનો નાશ્તો પોતાની સાથે શેર કરવા દબાણ કરે છે તેની વાર્તા અહીં દર્શાવવામાં આવી છે.

ઇત્તેફાક

image source

વર્ષો પહેલાં રાજેશ ખન્ના દ્વારા અભિનિત સુપર હીટ ફિલ્મની રીમેક ઇત્તેફાક. અક્ષય ખન્નાનો અદ્ભુત અભિનય તમને આ ફિલ્મમાં જોવા મળશે.

પ્યાસા

image source

હિન્દી ફિલ્મ ઇતિહાસની ક્લાસિક ફિલ્મોમાંની એક, પ્યાસા. ફિલ્મમા એક સફળ યુવાન સાચા પ્રેમ માટે આ ક્રૂર જગતમાં સંઘર્ષ કરતો દર્શાવવામાં આવ્યો છે.

શીપ ઓપ થીસીઅસ

image source

આ ફિલ્મમાં એક યુવાન સ્ટોક બ્રોકર, એક જૈન સાધુ અને એક ફોટોગ્રાફની પોતાની ઓળખ શોધતી સુંદર યાત્રા બતાવવામાં આવી છે. જેમાં તેઓ પોતાના પ્રશ્નોના ઉત્તર શોધી રહ્યા છે.

દો બીઘા જમીન

image source

આ ફિલ્મમાં એક દેવાથી દબાઈ ગયેલા ખેડૂતની વાત ચિત્રિત કરવામાં આવી છે, ગીરવે મૂકેલી જમીનને છોડાવા કલકત્તામાં તે રીક્ષા ખેંચવા સ્થળાંતર કરે છે, એક અત્યંત હૃદયસ્પર્શિ ફિલ્મ.

પ્રહાર

image source

દુશ્મનોને મોતને ઘાટ ઉતારી નાખવાની ટ્રેનીંગ આપવામાં આવતો સૈનિક જ્યારે સમાજની ખરી વાસ્તવિકતા જુએ છે. એક ચોક્કસ જોવા લાયક ફિલ્મ.

ટેબલ નં 21

આ ફિલ્મમાં પરેશ રાવલે વિલનનું પાત્ર અદ્ભુત રીતે ભજવ્યું છે. ફિલ્મના ટ્વિસ્ટ તમને ચોક્કસ જકડી રાખશે.

વિજેતા

ઇન્ડિયન એરફોર્સ પાઇલટ પર આધારિત આ અદ્ભુત ફિલ્મ તમારે ચોક્કસ જોવી જોઈએ.

શૌર્ય

image source

એક આર્મિનો લોયર જ્યારે પોતાના સિનિયર અધિકારીની વિરુદ્ધમાં જાય છે, તે કશ્મકશની વાત આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.

કોશીશ

જયા ભાદુરી અને સંજીવ કુમારનું બહેરા-મુંગા યુગલનું એક અદ્ભુત પર્ફોમન્સ. હિન્દી ફિલ્મની એક મસ્ટ વોચ ક્લાસિક.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ