તમારા ઘરમાં પુરુષોના વાળ ખરે છે? તો ફોલો કરો આ ટિપ્સ, અને દૂર કરો આવી બીજી અનેક સમસ્યાઓ

પુરુષો આવી રીતે કરી શકે છે વાળની દેખરેખ, જાણો આસન અને ઘરેલુ ટિપ્સ

image source

માત્ર મહિલાઓમાં જ નહીં પણ પુરુષોમાં પણ એમને લૂક (દેખાવ)ને સારો બનાવવામાં વાળની મુખ્ય ભૂમિકા રહેલી હોય છે.

image source

જો પુરુષ એમની દાઢી અને મૂછનું સારી રીતે ધ્યાન રાખી શકતા હોય તો એમને વાળ પ્રત્યે બેદરકારી રાખવી યોગ્ય નથી લોરીયલ પેરિસ અને દિલ્હીમાં આવેલું લૂકૂલન સ્ટુડિયો તરફથી આ ખાસ ટિપ્સ છે જેને અપનાવીને પુરુષ તેમના વાળને સ્વસ્થ રાખી શકે છે. તો જાણી લો તમે પણ આ ટિપ્સ વિશે…

1) પુરુષો માટે બજારમાં જે પ્રકારના ઉત્પાદનો લોન્ચ કરવામાં આવે છે એમાં મોટા ભાગના ઉત્પાદનો 2 ઇન 1 અથવા 3 ઇન 1 વાળા હોય છે જેમાં તમને એક સાથે જ શેમ્પૂ, કન્ડિશનર અને બોડી વોશ એક સાતે જ બધુ જ મળી જતુ હોય છે.

image source

જો કે આનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ પડે છે, પરંતુ હમેંશા એવો જ પ્રત્યન કરો કે એક સારું હેર કેર મળે જેનાથી વાળ સારા રહે. દરેક વસ્તુ માટે અલગ અલગ ઉત્પાદનનો ઉપયોગ કરો. આને તમે તમારા વાળ પ્રમાણે પસંદ કરો.

2) વાળને સુકવો એ સમયે એમાં કાંસકો ના ઘસો આનાથી વાળ નબળા પડી જાય છે અને આસાનીથી તૂટી જાય છે તેમજ ખરવા પણ લાગે છે. આ સમસ્યાથી બચવા તમારા વાળને હળવા હાથેથી ધીમે ધીમે સુકવો.

image source

3) વાળને સ્ટાઇલીશ કરતાં ઉત્પાદનનો ઉપયોગ બને એટલો ઓછો કરો.

4) ભલે પુરુષો વાળને કર્લી કે ફ્લેટ (સીધા)કરવા માટે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતાં નથી પણ પુરુષો વાળ સુકવવા માટે લગભગ બ્લો ડ્રાયરનો ઉપયોગ કરતા હોય છે.

આવા સમયે બને એટલો એનો વપરાશ ટાળો અને જો કરો તો હિટ પ્રોટેક્ટટનો ઉપયોગ જરૂરથી કરો જેથી વાળને કોઈ નુકશાન ના થાય.

image source

5) અણગમતા દ્રીમુખી વાળથી છૂટકારો મેળવવા એને સમયસર ટ્રિમિંગ કરાવો.

6) વાળની તંદુરસ્તી માટે ડાયટનું ધ્યાન રાખવુ પણ ખૂબ જરૂરી છે. વિટામિન બી6, બી12 અને ફોલિક એસિડ વાળ માટે ખૂબ જ જરૂરી છે.

કેળાં અને બટાકા જેવા સ્ટાર્ચ વાળા ખાદ્ય પ્રદાર્થમાં વિટામિન બી6ની ભરપૂર માત્રા હોય છે. વિટામિન બી12 માટે મીટ(માંશ ),માછલી અને દૂધની બનાવટ નું સેવન કરો.

image source

ફોલિક એસિડ માટે તાજા ફાળો અને શાકભાજીનો ઉપયોગ તમારા રોજિંદા વપરાશમાં કરો. એમાં પણ ખાસ કરીને ટામેટાં અથવા ખાટ્ટા ફળોની વધુ સેવન કરો.

પ્રોટીન પણ વાળ માટે ખૂબ જ જરૂરી છે જે તમને દાળ અને કઠોળમાંથી ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. તમારા દૈનિક આહારમાં પ્રોટીનને સામેલ કરો સામાન્ય રીતે જોઇએ તો આ બધી જ વસ્તુનું સેવન પૂરતા પ્રમાણના આપણે નથી લઈ શકતા જે આપણાં શરીર માટે ખૂબ જ મહત્વના છે.

image source

7) વાળની મજબૂતી માટે તેલ પણ એટલુ જ મહત્વ પૂર્ણ છે. ઉનાળામાં નારિયેળનું તેલ અને શિયાળામાં જૈતૂન અથવા બદામના તેલથી વાળમાં હળવી માલિશ કરો.

સારા પરિણામ માટે આ તેલમાં થોડોક ડુંગળીનો રસ ભેળવો અને પછી વાળમાં લગાવો. આમ કરવાથી વાળ લાંબા સમય સુધી સારા રહેશે.

image source

8) ક્લોરીન તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. આથી પુરુષોએ હંમેશાને માટે ક્લોરિનના હાનિકારક પ્રભાવથી દૂર રહેવું જોઈએ અને હંમેશ માટે સાફ સુથરા પાણીથી પોતાના વાળ ધોવા જોઈએ.

9) સામાન્ય રીતે લોકો દરરોજ પોતાના વાળને કેમિકલયુક્ત શેમ્પૂથી ધોતા હોય છે પરંતુ તેની જગ્યાએ અઠવાડિયામાં માત્ર બેથી ત્રણ વખત જ તમારા વાળ ધોવા જોઈએ.

image source

વાળ ધોતી વખતે ક્યારેય પણ તેને રગડીને વાળ ધોવા જોઈએ. હમેશાંને માટે પુરુષોએ ખૂબ જ હળવે હાથે પોતાના વાળ ધોવા જોઈએ જેથી કરીને તેના વાળ મજબૂત બની રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ