વિટામીન Aની ઉણપને થોડા જ દિવસોમાં આ રીતે કરી દો દૂર, નહિં તો પાછળથી પડશે અનેક તકલીફો

આંખો માટે અતિ આવશ્યક વિટામિન એ

image source

શરીર નિરોગી અને સ્વસ્થ રાખવા માટે આપણા શરીરને સમતોલ આહારની જરૂર પડે છે. સમતોલ આહાર એટલે જરૂરી માત્રામાં પોષક તત્વો સાથે નો આહાર.

શરીરને કાર્બોહાઈડ્રેટ ,ફેટ ,શુગર ,પ્રોટીન ,વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ની યોગ્ય માત્રામાં જરૂર પડે છે.

શારીરિક સ્વાસ્થ્યની જાળવણી માટે પાણી પણ વિપુલ માત્રામાં પીવું જરૂરી છે.

image source

શરીરના પ્રત્યેક અંગને તેના યોગ્ય ફંકશન માટે આવશ્યક વિટામિન ની જરૂર પડે છે. આંખ શરીર માટે અતિ મહત્વનું અને નાજુક અંગ છે.

તેની જાળવણી કરવી એ અત્યંત આવશ્યક છે કારણ કે આંખ દુનિયા બતાવે છે. આંખ માટે વિટામીન એ આવશ્યક છે.

વિટામિન એ શરીરને આવશ્યક 13 વિટામિન ઘટક તત્વોમાંનું એક છે. આંખોની સ્વસ્થતાનો સંચાલન વિટામીન એ કરે છે જેમાં કલર વિઝન લાઈટ વિઝન પણ સામેલ છે.

image source

માત્ર નહીં પણ પાચનતંત્રના યોગ્ય કાર્ય માટે પણ જરૂરી છે.

લખનઉના આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર આલોક મહેશ્વરી આંખ વિશે જરૂરી વાતો જણાવે છે.

વિટામીન એની ડેફિશિયન્સી દૂર કરવી. ગાજર ,પાલક ,સિમલા મિર્ચ ,પપૈયુ, કેરી, રાજમા , આમળા, ટામેટા ,દૂધ ,ઘી ,માખણ,લીલા શાકભાજી ,કોથમીર ,તેમજ રાજમા જેવા કઠોળ માંથી ભરપૂર માત્રામાં વિટામિન એ મળી શકે છે.

image source

ભોજનમાંથી મળતું વિટામીન એ શરીરના સંચાલનમાં પર્યાપ્ત નથી એવું જણાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો.
વધુ પડતુ વિટામીન એ વિટામિન સી અને કેની ઉણપ સર્જાય છે.

શરીરમાં વિટામિન એની માત્રા વધી જતા છ કલાકની અંદર જ તેના લક્ષણો જણાવા માંડે છે અને વિટામીન એનું સપ્લિમેન્ટ બંધ કર્યા બાદ થોડા દિવસમાં તકલીફો દૂર થાય છે.

image source

બાળકો વિટામિન એ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે તેથી વિટામીન એ સપ્લિમેન્ટ બાળકોથી દૂર રાખવું.

વિટામિન એની ઊણપથી રતાંધળાપણા, આંખનુ અંદરથી સુકાઈ જવું, કોર્નિયા ડિસોર્ડર અને બ્લાઇન્ડનેસ જેવી બીમારીઓ ઉત્પન્ન થાય છે.

image source

વિટામિન એની ઊણપથી સર્જાતા રતાંધળાપણા માં ધીરે ધીરે આંખોની દ્રષ્ટિ ઓછી થવા લાગે છે. ઓછી લાઇટવાળી પરિસ્થિતિમાં વ્યક્તિ જોઈ શકતી નથી પરંતુ સામાન્ય રોશની હોય તો વ્યક્તિની આંખો કામ શકે છે.

વિટામિન એની ઊણપથી ક્રોનિક ડ્રાય આઇની સમસ્યા સર્જાય છે.આંખોમાં આંસુઓ નું ઉત્પાદન અટકે છે અને આંખમાં કશુંક ખૂચતું હોય એવો અનુભવ થાય છે.

આંખોની કીકી લચીલાપણું ખોઈ બેસે છે અને કડક બની જાય છે.

image source

વિટામિન એની ઊણપથી કારની આનો રંગ સફેદ થવા લાગે છે અને વ્યક્તિ અંધ પણ બની શકે છે.લાંબા સમય સુધી વિટામીન એ ની ઉણપ અંધત્વ સર્જે છે.

વિટામિન એની ઊણપથી જીભ પણ બેસ્વાદ બની જાય છે.શરીર પર પડેલા ઘા પર રૂઝ આવવામાં સમય લાગે છે.

આંખોમાં સાઈડ પર સફેદ ડાઘ દેખાવા લાગે છે.આંખ આવવી ,આંજણી થવી અને કનેક્ટિવિટીઝનો ભોગ બનાય છે.

image source

વિટામિન એની ઊણપથી ત્વચા પણ સુકી અને બેજાન બને છે.વાળ તૂટે છે, વાળ પણ બેજાન બને છે.

નખ પણ નબળા રહે છે અને વારંવાર તૂટી જાય છે તેમજ રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે.

વિટામિનની ઉણપને કારણે સર્જાતી સમસ્યા ને ઉકેલ માટે રોજિંદા આહારમાં નિયમિત પણે વિટામિન-એ યુક્ત આહાર નો સમાવેશ કરવો જોઈએ જેમાં વિવિધ રંગો વાળા શાકભાજી અને ફળોનો સમાવેશ થાય છે.

image source

ગર્ભવતી મહિલાને પણ વિટામીન એ પૂરતા પ્રમાણમાં મળવું જરૂરી છે જો ગર્ભવતી મહિલાને વિટામીન એ પૂરતા પ્રમાણમાં ન મળે તો નવજાત શિશુનું મૃત્યુ પણ થઇ શકે છે.

વિટામિન એની ઊણપથી ફેફસા અને શ્વાસને લગતી બીમારી – શરદી-તાવ અને વજન ઘટવું,કબજિયાત,ટીબી,જલોદર જેવા રોગ પણ થઈ શકે છે.

image source

ચાલી રહેલા સંશોધન મુજબ પેનક્રિયાસને કેન્સરને રોકવામાં પણ વિટામીન એ મહત્વનો ભાગ ભજવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ