ઉત્તર પ્રદેશના આ વ્યક્તિનુ સેવાભાવી કામ જાણીને તમને પણ લાગશે નવાઇ, જાણો કેવી રીતે કરે છે લોકોને મદદ

આ શખ્સે બદલી નાખી ગામના યુવાઓની જિંદગી, કોઈ બન્યું IAS, તો કોઈ IPS

image source

ઉત્તર પ્રદેશના તહસીલના રૈપુા ગામના 30 યુવાઓ આઈએએસ, આઈપીએસ, પીસીએસ અને પીપીએફ ઓફિસર બન્યાં છે. દરેક ઘરમાં કોઈને કોઈ સરકારી કર્મચારી કે અધિકારી છે.

આ ગામની આ ખાસિયતની પાછળ એક ખાસ વ્યક્તિ છે. જે હવે માળી બનીને એક સુંદર બાગને સિંચી રહ્યાં છે.

ગામના જ નિવાસી પૂર્વ પ્રિન્સીપાલ ડો.મહેન્દ્ર પ્રસાદ સિંહ એ ખાસ વ્યક્તિ છે, જેમની પ્રેરણા અને પ્રયાસોથી ગામના યુવાઓ ઊંચે સફળતા મેળવી રહ્યાં છે.

image source

ડો.સિંહ પહેલા રાજકીય ઈન્ટર કોલેજના પ્રિન્સીપાલના દાયિત્વની સાથે ઈતિહાસ વિષયના પોતાના અનુભવથી વિદ્યાર્થીઓના મદદગાર બન્યા અને સેવાનિવૃત્ત થયા બાદ એક ટ્રસ્ટ બનાવીને ગામના બાળકોનું ભવિષ્ય સુધારવામાં સહાયતા કરે છે.

ટ્રસ્ટનું નામ ગ્રામોત્થાન છે, જે તેમના સંકલ્પ તથા ઉદ્દેશ્યોને સ્પષ્ટ કરે છે. વર્ષ 1993માં જાલૌન રાજકીય ઈન્ટર કોલેજથી સેવાનિવૃત્ત થયા બાદ ગામ પરત ફર્યાં તો યુવાઓનું ભવિષ્ય બનાવવાના કામમાં લાગી ગયા હતા.

image source

ઈન્ટરમીડિએટ પાસ યુવાઓને ઈતિહાસની ટિપ્સ આપવા લાગ્યા. તેના બાદ વર્ષ 2008માં ગ્રામોત્થાન ટ્ર્સ્ટ બનાવીને સરકારી નોકરી કરનારાઓને તેમાં જોડતા ગયા. આમ તેમનું ગ્રૂપ વધતુ ગયું.

ગામના પ્રત્યેક વર્ષે દશેરાના દિવસે દંગલ તેમજ મેઘા સન્માન સમારોહ આયોજિત કરવામાં આવે છે. જેમાં તેમનું ટ્રસ્ટ કોઈ પણ ધોરણમાં પહેલુ, બીજું તથા ત્રીજું સ્થાન મેળવનારા ગામના બાળકોનું સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કરે છે.

image source

એન્જિનિયરિંગ, મેડિકલ પ્રવેશ પરીક્ષા અને પ્રવેશમાં આર્થિક તકલીફોની મદદ આ ટ્રસ્ટ દ્વારા તરત પૂરી પાડવામાં આવે છે. ઓફિસર્સથી લઈને કર્મચારીની નોકરી મેળવનારાઓ આ ગામમા દશેરાના તહેવાર પર જરૂર પહોંચી જાય છે.

ડો.મહેન્દ્ર પ્રસાદે હવે ટ્રસ્ટની તરફથી મેઘા સ્મારિકા પ્રકાશન શરૂ કર્યું છે. તેમાં ગામમાંથી નીકળનારા આઈએએસ-આઈપીએસ, પ્રોફેસર, ડોક્ટર્સ તથા એન્જિનિયર્સની માહિતી આપવામાં આવી છે.

image source

દર વર્ષે સ્મારિકામાં મેઘાવાસીઓની તસવીરો છપાય છે. તેઓ કહે છે કે, આનાથી ગામના યુવકોનું મન કામમાં વધુ લાગશે, અને તેઓ કીર્તિ પ્રાપ્ત કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ