…અને જ્યારે અચાનક જ ટ્રાફિક સિગ્નલ પર ઉભેલો ટ્રક ઉડવા લાગ્યો હવામાં, શું તમે જોયો વિડીયો?

ટ્રાફિક સિગ્નલ પર ઊભા હતા વાહન, ત્યારે અચાનક જ હવામાં ઉડવા લાગ્યો એક ભારે ભરખમ ટ્રક

1.8 ટન વજનનો ટ્રક હવામાં ચક્કર ખાતો વીડિયો થયો વાયરલ, એક્સપર્ટ્સ કરી રહ્યા છે તપાસ. લોકોએ દ્રશ્ય જોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા કે શું આવું બની શકે ખરા? અને બન્યું તો કેમનું શક્ય બન્યું. એ જોવા અને જાણવા માટે આ માહિતી અને વીડિયો જોવું જરૂરી છે.

image source

કુદરતની તાકાતનો અંદાજ કહો કે આફત તે ક્યારેક અનોખી ઘટનાઓમાં જોવા મળતો હોય છે. ચીનનો (China) એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેમાં નાનાકડા વંટોળિયાની તાકાત જોવા મળી રહી છે. હકીકતમાં એક પીક-અપ ટ્રક ટ્રાફિક સિગ્નલ પર રેડ લાઇટના કારણે ઊભો હતો.

image source

તેમજ તેની સાથે આગળ અન્ય વાહનો પણ ઉભા રહેલા જોવા મળ્યા હતા. અચાનક જોરદાર વંટોળિયું આવ્યું અને તેને જમીનથી ઉછાળી દીધો અને પછી પરત જમીન પર પટકી દીધો. આ દ્રશ્ય જોનાર ત્યાંના લોકો આ ઘટનાથી આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.

image source

સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો ચીનના યિંચુઆન પ્રાંતનો હોવાનું કહેવાયમાં આવી રહ્યું છે. તેમાં જોવા મળી રહ્યું છે કે રસ્તા પર ઘણા વાહનો છે. આ દરમિયાન એક સિગ્નલ પર રેડ લાઇટ હોવાથી ટ્રાફિક રોકાયેલો હતો.

સૌથી આગળ એક પીકઅપ ટ્રક ઊભો છે. થોડીક જ સેકન્ડમાં નાનું વંટોળિયું આવે છે. તેણે ટ્રકને જમીનથી ઉછાળીને હવામાં ચક્કર ફેરવ્યો અને પછી જમીન પર પટકી દીધો. આ દરમિયાન અન્ય તમામ વાહનો સહી સલામત રહ્યા .આ વીડિયોને ચીની મીડિયા ‘ધ પેપર’ના યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયોએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે, કારણ કે આ પીકઅપ ટ્રકનું વજન ત્યાં ઊભેલા અન્ય વાહનોથી વધુ લગભગ 1.8 ટન હતું. પરંતુ અન્ય તમામ કારો સહી સલામત રહી અને પીકઅપ હવામાં ઉછળી ગયો. આ ઘટના ગત શનિવારની છે.

બીજી તરફ, ત્યાંના સ્થાનિક મીડિયાએ પણ દાવો કર્યો છે કે આ ઘટના નાના વંટોળિયાના કારણે બની છે. જોકે ઘટના દરમિયાન ટ્રક ડ્રાઇવર સીટ બેલ્ટ પહેરીને જ બેઠો હતો. તેથી તેને સામાન્ય ઈજાઓ થઈ છે. તેમજ પીકઅપ ટ્રકમાં હાજર અન્ય લોકો પણ ઓછા ઘાયલ થયા હતા. તેમજ વિશેષજ્ઞ પણ આ ઘટના અંગેની તપાસ કરી રહ્યા છે.

Source: News18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ