માત્ર સાડા ચાર મહિનામાં બાળકનો જન્મ, ડોક્ટરે કહ્યું- બચવાની આશા 0%, આજે બાળક એક વર્ષનો થયો

એક પ્રીમેચ્યોર બાળક. જેનો જન્મ સમય કરતા 131 દિવસ પહેલા થયો હતો. વજન માત્ર 338 ગ્રામ, જે વિશ્વમાં જન્મેલા કોઈપણ પ્રીમેચ્યોર બાળકમાં સૌથી ઓછું હતું. તેના જીવવાની આશા 0 ટકા પણ નહોતી. પરંતુ જીવનના તમામ અવરોધો અને લોકોની આશંકાને ખોટી પાડી આ માસુમ બાળકે જીવનની લડાઇ જીતી લીધી છે. હવે તે એક વર્ષનો થઈ ગયો છે.

image source

તેમણે શનિવારે તેનો પ્રથમ જન્મદિવસ પણ ઉજવ્યો હતો. અમેરિકામાં જન્મેલા આ બાળકનું નામ રિચર્ડ સ્કોટ વિલિયમ હચીન્સન છે. રિચાર્ડ વિશ્વનો પહેલો બાળક છે, જેનો જન્મ 270 દિવસ (9 મહિના) ને બદલે માત્ર 139 દિવસ (સાડા ચાર મહિના)માં થયો હતો. આને કારણે રિચાર્ડનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. રિચાર્ડના માતાપિતા કહે છે કે તેમના પુત્રએ તમામ શારીરિક અવરોધોને પાર કરી લીધા છે.

image source

તે અન્ય બાળકોની જેમ જ સામાન્ય અને સ્વસ્થ છે. તેમના પિતા રિક કહે છે, તેઓ જાણતા હતા કે રિચાર્ડના જીવનના પ્રથમ થોડા અઠવાડિયા ખૂબ મુશ્કેલ હશે. પરંતુ આત્મવિશ્વાસ હતો કે તે તમામ અવરોધોને દૂર કરી લેશે અને બચી જશે. તેમની માતા બેથેએ કહ્યું- કોરોનાએ રિચર્ડને મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદ કરી. તે અમારા પર વિશ્વાસ કરી રહ્યો હતો. હોસ્પિટલમાં 6 મહિના રાખ્યા બાદ 20 ડિસેમ્બર 2020 માં રિચાર્ડને પહેલીવાર ઘરે લાવવામાં આવ્યો. તે દિવસે ઘરના પારણામાં રિચર્ડને જોઇને આંસુઓ આવી ગયા હતા.

રિચાર્ડના માતાપિતાએ કહ્યું – ખુશ છીએ, પુત્રએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

image source

રિચાર્ડના માતાપિતા કહે છે- અમને આશ્ચર્ય અને આનંદ છે કે રિચર્ડે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આજે આખું વિશ્વ રિચાર્ડની કહાની શાંભળી રહ્યું છે. આનાથી તે માતાપિતાને પણ મદદ મળશે કે જેમના પ્રીમેચ્યોર બાળકો જન્મતા હોય છે. ગિનીઝ બુક મુજબ રિચર્ડનું શરીર એટલું નાનું હતું કે તેના માતાપિતા પણ તેને એક હથેળીમાં રાખી શકતા હતા.

પ્રીમેચ્યોર જન્મનો અર્થ શું છે?

image source

જ્યારે તમારી 37 અઠવાડિયાંની ગર્ભવસ્થા પુરી થઈ જાય, ત્યારે તમારા બાળકને સંપૂર્ણ અવધિનું બાળક કહેવામાં આવે છે. જો ગર્ભાવસ્થાના 37 અઠવાડિયા પહેલા બાળકનો જન્મ થાય છે, તો તેને પ્રીમેચ્યોર જન્મ કહેવામાં આવે છે અને બાળકને પ્રીમેચ્યોર બાળક કહેવામાં આવે છે.

સગર્ભાવસ્થા ઉમર અનુસાર, પ્રીટર્મ બર્થને નીચેની કેટેગરીમાં વહેંચાવામં આવે છે

  • એક્સ્ટ્રીમ પ્રિટર્મ (28 અઠવાડિયા પહેલાનો જન્મ)
  • વેરી પ્રિટર્મ (28 થી 32 અઠવાડિયાની વચ્ચે જન્મ)
  • મોડરેટ પ્રિટર્મ (32 થી 33 અઠવાડિયા વચ્ચેનો જન્મ)
  • લેટ પ્રિટર્મ (34 થી 36 અઠવાડિયા વચ્ચેનો જન્મ)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong