ઈન્ડિયાથી લઈ અમેરિકા સુધી યોગ દિવસની ઉજવણી, જૂઓ અદભૂત તસવીરો

આજે વિશ્વભરમાં 7 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021 પર M-Yoga એપ્લિકેશનની જાહેરાત કરી છે. આ એપ્લિકેશનમાં, કોમન યોગ પ્રોટોકોલ પર આધારિત યોગ તાલીમના ઘણા વીડિયો વિશ્વની વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ થશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી ભારતે આ એપ તૈયાર કરી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, પીએમ મોદીએ એપ્લિકેશન વિશે કહ્યું કે તે આધુનિક તકનીકી અને પ્રાચીન વિજ્ઞાનના સંમિશ્રણનું એક ઉત્તમ ઉદાહરણ છે. હવે વિશ્વને M-Yoga એપ્લિકેશનની શક્તિ મળશે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ એપ્લિકેશન સંપૂર્ણપણે સલામત છે અને વપરાશકર્તા પાસેથી કોઈ ડેટા એકત્રિત કરતી નથી. તેનો ઉપયોગ દૈનિક યોગ સાથી તરીકે 12-65 વર્ષની વયના વ્યક્તિઓ દ્વારા કરી શકાય છે. યોગ વિશેના સરળ પ્રોટોકોલ M-Yoga એપ્લિકેશનમાં સમજાવાશે, જેથી યોગ વિવિધ દેશોમાં ફેલાય. આ એપ્લિકેશનમાં યોગ વિશેના વિડિયોઝ રજૂ કરવામાં આવશે, જે વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ હશે.

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે સમગ્ર વિશ્વ કોવિડ 19 વૈશ્વિક રોગચાળા સામે લડતું હોય ત્યારે યોગ એ આશાની કિરણ રહ્યું. આ મુશ્કેલ સમયમાં લોકો ખૂબ જ મુશ્કેલીમાં, આટલી પરેશાનીમાં લોકો યોગને ભૂલી શકતા હતા તેને અવગણી શકચા હતા પરંતુ તેનાથી ઉલટું લોકોએ યોગ પ્રત્યે ઉત્સાહ વધાર્યો છે, યોગ પ્રત્યેનો પ્રેમ વધ્યો છે.

યોગ આપણને તાણથી ઉર્જા સુધીની અને નકારાત્મકતાથી સર્જનાત્મકતાનો માર્ગ બતાવે છે. તેમણે કહ્યું કે મને ખાતરી છે કે યોગ લોકોની આરોગ્ય સંભાળમાં નિવારક અને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આજે વિશ્વભરમાં 7 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. છ વર્ષ પહેલા વડા પ્રધાન મોદીની પહેલથી સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. હવે જોઈને વિશ્વના તમામ દેશો આ અભિયાનમાં જોડાયા છે.

image source

નોંધનિય છે દેશ અને દુનિયામાં 7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ભારત, અમેરિકા, રશિયા અને ચીન સહિતના ઘણા દેશોના લોકોએ પ્રાણાયામ, અનુલોમ-વિલોમ અને સૂર્ય નમસ્કાર કર્યા. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન પર યોગ આસનો ક્રયા. કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન અને ડો.હર્ષ વર્ધન દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

image source

યોગ ગુરુ બાબા રામદેવે હરિદ્વારમાં યોગ આસનો કર્યા હતા. આ ઉપરાંત ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) ના જવાનોએ ભારત-ચીન સરહદ નજીક તેમની ઘણી પોસ્ટ્સ પર યોગ આસનો કર્યા હતા

image source

. તિબેટમાં આઈટીબીપીના જવાનોએ 18,000 ફૂટની ઉંચાઇએ પ્રાણાયામ કર્યા હતા. ચાલો જોઈએ 12 તસવીરોમાં દુનિયાભરના યોગ દિવસ પર આયોજિત કાર્યક્રમો.

  • ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોગ કર્યા.
  • કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હી ખાતે પોતાને નિવાસસ્થાને યોગ કર્યા.
  • ન્યૂયોર્કમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ ટાઇમ્સ સ્ક્વેર ખાતે 3 હજાર લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા.
  • અમેરિકામાં ભારતીય દૂતાવાસ દ્વારા યોગ દિવસનું આયોજન.

    image source
  • ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે ‘Mind over madness yoga’ થીમ પર કાર્યક્રમનું આયોજન.
  • ભારત-તિબેટીયન બોર્ડર પોલીસએ પેંગોન્ગ સો તળાવ પાસે યોગ કર્યા.
  • ITBPના જવાનોએ 18,000 ફૂટની ઉંચાઇએ યોગ કરી ચીનને સંદેશો આપ્યો.

    image source
  • વિશ્વ વિખ્યાત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે યોગ દિવસની અનોખી ઉજવણી કરી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong