અમદાવાદ જેલના કેદીઓ વિશે આ જાણીને તમને પણ લાગશે નવાઇ, કોરોના કાળમાં પણ ઉભી કરી કરોડોની આવક

વર્ષ 2020 અને વર્ષ 2021 એટલે કે દેશમાં કોરોનાનો કપરો સમય. જે સમયે દેશ ભરમાં વ્યપાર અને રોજગાર મૃતપાય અવસ્થામાં હતા. આ વર્ષ દરમિયાન દેશમાં બેરોજગારીનો દર પણ વધ્યો. પરંતુ ગુજરાતની સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા આશરે 3.78 કરોડની માતબર આવક કરવામા આવી. સાથે સાથે નવા કેદીઓ અને નવા વ્યવસાયોની શરૂઆત કરવામાં આવી. જેલના કેદીઓ પોતાના જેલના ટર્ન ઓવરને બચાવવામાં લાગી ગયા હતા. ભજીયા હાઉસ જેવા અનેક વેપાર બંધ હતા પરંતુ તેની અવેજમાં અન્ય વેપારે જેલમાં સફળતા મેળવી લીધી છે.

image source

કોરોનાકાળમાં ધંધો રોજગાર ભાંગી પડ્યા છે ત્યારે સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓએ કોરોના કાળમાં અધધ કહી શકાય એટલી 3.78 કરોડની આવક ઉભી કરી. લોકડાઉનમાં પણ કરોડો રૂપિયાની કમાણી કરનારા કેદીઓનીની કહાની સામે આવી છે. આપણે જાણીએ છીએ કે, કોરોના કાળમાં લોકોના ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. લોકોની આવકના સ્ત્રોતો ઘટી ગયા. જેમાં ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. જ્યારે બીજી તરફ સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓએ કોરોના કાળમાં અધધ કહી શકાય એટલી 3.78 કરોડની આવક ઉભી કરી છે. કેવી રીતે તો જુઓ આ ખાસ રિપોર્ટ..

image source

દેશમાં એક તરફ કોરોનાના (coronavirus) કારણે અનેક વ્યવસાયમાં કરોડોનું નુકસાન થયું છે. અને અનેક લોકોએ પોતાના વેપાર બંધ કરી દીધા છે. ત્યારે બીજી બાજુ અમદાવાદ સેન્ટ્રલ જેલના (Ahmedabad central jail) કેદીઓ (Prisoners) જેલના ટર્ન ઓવરને બચાવી રાખવામાં સફળ થયા છે. જેલમાં કેદીઓ કમાલ કરી છે અને બંધ વ્યવસાય ના બદલે હોસ્પિટલ લાઈનની (hospital line) વસ્તુઓ બનાવી કામ કર્યું છે. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ કામ કરી કેદીઓ પોતે પણ આવક કરે છે અને જેલને પણ ફાયદો અપાવે છે પરંતુ કોરોનામાં લોકડાઉનને (lockdown) લઈ અનેક વ્યવસાય જ્યારે નુકસાનમાં છે. તેવા સમયમાં જેલના કેદીઓ પોતાના જેલના ટર્ન ઓવરને બચાવવામાં લાગી ગયા હતા. ભજીયા હાઉસ જેવા અનેક વેપાર બંધ હતા પરંતુ તેની અવેજમાં અન્ય વેપારે જેલમાં સફળતા મેળવી લીધી છે.

image source

મળતી માહિતી પ્રમાણે જેલ માં કોરોના સમય માં જેલ ના કેદીઓ જેલમાં ppe કીટ માસ્ક, સેનેટાઇસર મશીન બનાવીને આવક મેળવી લીધા હતા. જેલ માં કેદીઓ દ્વારા 1361 ppe કીટ,દોઢ લાખ માસ્ક બનાવવામાં આવ્યા છે અને આવક ઉભી કરવા માં આવ્યું છે. વર્ષ 2019-20માં જેલનું ટર્ન ઓવર 4 કરોડ 46 લાખ 91 હજાર હતું અને વર્ષ 20-21માં ખૂબ મહેનત બાદ 3 કરોડ 78 લાખ સુધી લઈ ગયા હતા. મહત્વનું છે કે આ પ્રયાસથી જેલનેતો ફાયદો મળ્યો હતો. પરંતુ તેની સાથો સાથ કેદીઓને પણ આવક મળી ગયું અને આ વર્ષે વધુ ટર્ન ઓવર થાય તે માટે પણ પ્રયાસ કરવા માં આવી રહ્યું છે..જેલ નું પ્રખ્યાત ભજીયા હાઉસ ટર્ન ઓવર 19-20 માં જે 64 લાખની આસપાસ હતું તે 20-21 માં ઘટી ને માત્ર 26 લાખ હતું પરંતુ અન્ય વેપાર માં તે લોકો મહેનત કરી.

  • જેલના વિભાગ આવકની રકમ
  • વણાંટ વિભાગ 1.89 કરોડ
  • સુથારી વિભાગ 44.10 લાખ
  • બેકરી વિભાગ 52.62 લાખ
  • ભજીયા વિભાગ 26.58 લાખ
  • દરજી વિભાગ 47.84 લાખ
  • બાઈન્ડીંગ વિભાગ 15.07 લાખ
  • ધોબી વિભાગ 2.62 લાખ
image source

આ આવકના આંકડા છે જે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા ઉભી કરવામાં આવી છે. કોરોના સમય દરમ્યાન સરકાર હંમેશા લોકોને આત્મનિર્ભર રહેવા માટે સલાહ આપતી હતી.પરંતુ જેલની દિવાલોમાં કેદ રહેલા કેદીઓ દ્વારા આત્મનિર્ભરતાનો પાઠ દેશના વેપારીઓને બતાવ્યો છે. જ્યાં નવા સ્થપાયેલા ઉધ્યોગો પણ બંધ થવાને આરે હતા ત્યાં કેદીઓ દ્વારા નવા 3 ઉદ્યોગો શરુ કરવામાં આવ્યા અને ધીમે ધીમે આત્મનિર્ભર કેદીઓની સંખ્યા પણ વધવા લાગી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong