વાહ ભાઈ વાહ: ઘરની સફાઈ દરમિયાન આ શખ્સને મળ્યાં મહાત્મા ગાંધીના ઓટોગ્રાફ, જોઈને એવો હરખાયો કે…

ઘરની સફાઈ દરમિયાન ઘણી વાર આપણને એવી વસ્તુઓ મળે છે જે આપણને આશ્ચર્યચકિત કરે છે. જો કોઈને બાળપણના રમકડા મળે તો કોઈને દાદા દાદીની સામગ્રી મળે છે. કંઈક એવું જ બન્યું જ્યારે મુંબઇ સ્થિત વિજય બસરૂરને તેની માતાના રૂમની સફાઇ કરતી વખતે ખૂબ જ કિંમતી વસ્તુ મળી. રૂમની સફાઇ કરતી વખતે તેને તેના દાદાની ડાયરી મળી. જેમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ જેવા મહાન લોકોની સહીઓ હતી. તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયાં હતા

દાદાની નોટબુક જોયા પછી બસરુરને આનંદ થયો કે તેમની પાસે મહાત્મા ગાંધી, નેહરુ, બી.આર. આંબેડકર અને સી.વી. રામન જેવી હસ્તીઓના ઓટોગ્રાફ છે. તેની ચાર દિવાલોની અંદર છુપાયેલ “ખજાનો” મળતાં જ એક બાળકની જેમ હરખાઈને બસરુરે તેને દુનિયા સાથે શેર કરવામાં જરા પણ સમય બગાડ્યો નહીં.

ઓટોગ્રાફના ફોટોગ્રાફ્સ શેર કરતા બસરૂરે લખ્યું, ‘હું ઘણા દિવસોથી માતાના રૂમની સફાઇ કરતો હતો. શનિવારે મને એક એવી વસ્તુ મળી જે છેલ્લા 30 વર્ષથી મારા ઘરમાં હતી. મને મારા દાદાની ઓટોગ્રાફ બુક મળી જેમાં મહાત્મા ગાંધી, નહેરુ, બી.આર. આંબેડકર અને સી.વી. રામનના ઓટોગ્રાફ્સ છે. એકવાર ઓનલાઇન શેર કર્યા પછી આ પોસ્ટ વાયરલ થવામાં વધુ સમય લાગ્યો નહીં. ઘણા લોકોએ બસરુર માટે કિંમતી શબ્દો લખ્યા હતા. એક યુઝરે લખ્યું, ‘તમે આ પુસ્તકમાં ઓટોગ્રાફ જોયા પછી તમને કેટલું આશ્ચર્ય થયું હશે તેની અમે કલ્પના કરી શકતા નથી.’ લોકોએ ટ્વિટર પર પણ ખુબ પ્રતિક્રિયા આપી છે.

પણ મહાત્મા ગાંધીના ઓટોગ્રાફ વિશે એક વાત ભારે ચર્ચામાં આવી હતી. દેશની આઝાદી માટે લડનાર અનેક એવા નેતાઓ છે જેને આજે પણ યાદ કરવામાં આવે છે. તેમના બલિદાનને કોઈ દેશભક્ત ભુલી શકે નહીં. આવા જ એક વ્યક્તિ હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. 2 ઓક્ટોબરને ગાંધી જયંતી તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ તેમના જીવનના એવા કેટલાક સત્ય છે જેને ઓછા લોકો જાણે છે. જી હાં એક સમય એવો હતો કે જ્યારે ગાંધીજીએ તેના ઓટોગ્રાફ 5,5 રૂપિયામાં વેચવા પડ્યા હતા.

બાપુએ દેશભરમાંથી લોકોને સ્વતંત્રતા સંગ્રામ માટે એકજૂટ કર્યા હતા. બાપુ શાંતિ અને અહિંસાના માર્ગે ચાલી અને આઝાદી માટે લડતા રહ્યા. વર્ષ 1934માં જ્યારે મહાત્મા ગાંધી બિહારના ભાગલપુર ભૂકંપ પીડિતોની મદદ માટે પહોંચ્યા ત્યારે જે થયું તેને જોઈ આજે પણ તેમને નમન કરવાનું મન થઈ જાય છે. અહીં પહોંચ્યા બાદ જે લોકોએ બાપુ પાસેથી ઓટોગ્રાફ માંગ્યા તેમની પાસેથી બાપુએ 5,5 રૂપિયા લીધા અને તે રકમ એકઠી કરી ભૂકંપ પીડિતોની મદદ કરી હતી. બિહારમાં ભૂકંપ પીડિતો માટે કોંગ્રેસ રાહત કાર્ય ચલાવી રહી હતી. તેમને જોવા માટે તેઓ એપ્રિલ, મે માસમાં ત્યાં પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેઓ સહરસાથી બિહરપુર થઈ અને ભાગલપુર પહોંચ્યા હતા.

ભાગલપુરમાં બાપુ દીપનારાયણ સિંહના ઘરે રોકાયા અને લાજપત પાર્કમાં લોકોને સંબોધિત કરી ભૂકંપ પીડિતોની મદદ કરવા રાહત કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી હતી. આ સભામાં આવેલા કેટલાક લોકો બાપુ પાસેથી ઓટોગ્રાફ લેવા ઈચ્છતા હતા. તે સમયે ભૂકંપ પીડિતો માટે બાપુએ પોતાના ઓટોગ્રાફ માટે 5 રૂપિયા લીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ