મોટી ડિસ્પ્લેવાળો સસ્તો આ ફોન છે જોરદાર, કિંમત, ઓફર્સ અને સ્પેસિફિકેશન જાણીને તમે પણ આજે જ લઇ લેશો

મોટી ડિસ્પ્લે ધરાવતો સસ્તો ઓપો A15s સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો, જેની કીમત, ઓફ્ર્સને સ્પેશીફીકેશન વિષે જાણીશું.
ઓપો A15s મોબાઈલ ફોનએ ભારત દેશમાં ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરવામાં આવેલ A15 સ્માર્ટફોનના અપગ્રેડ વર્ઝનના રૂપમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ઓપો A15s ની ડીઝાઇન ક્યાંકને ક્યાંક A15 જેવી જ બનાવવામાં આવી છે. આ સાથે જ A15s ફોનમાં ટ્રીપલ રિયર કેમેરા સેટઅપ પણ છે. A15s મોબાઈલ સ્માર્ટફોન ઓક્ટા- કોર પ્રોસેસર સાથે કામ કરે છે.

image source

જો કે, અત્યારે A15s સિંગલ રેમ અને સ્ટોરેજ કોન્ફિગ્રેશનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ઓપો કંપનીએ A15s ને ત્રણ કલરમાં લોન્ચ કરવામાં આવ્યા છે અને આ સાથે જ આવનાર અઠવાડિયામાં ભારત દેશમાં આ ફોનનું વેચાણ પણ શરુ કરી દેવામાં આવી શકે છે. એટલું જ નહી, ઓપો કંપની A15s ફોન પર ઘણી બધી ઓફર્સ પણ આપવામાં આવી રહી છે.

ઓપો A15s સ્માર્ટફોન: કીમત અને અવેલેબીલીટી.

image source

-ઓપો A15s એવો ફક્ત એક જ ફોન છે જેમાં 4GB + 64GB સ્ટોરેજ મોડલમાં લોન્ચ કરવામાં આવ્યો છે અને ઓપો કંપનીના A15s ની કીમત ૧૧.૪૯૦ રૂપિયા જેટલી છે.

-A15s સ્માર્ટફોનને ત્રણ કલરમાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ કલર ડાયનામિક બ્લેક, ફેંસી વાઈટ અને રેન્બો સિલ્વર કલરમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

image source

-ઓપો કંપનીના A15s સ્માર્ટફોનનું વેચાણ ભારત દેશમાં તા. ૨૧ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજથી શરુ કરવામાં આવશે. ઉપરાંત ગ્રાહક A15s સ્માર્ટફોનને એમેઝોન સહિત દરેક મેઈનલાઈન રિટેલ ચેનલો પરથી પણ ખરીદી શકશે.

ઓપો A15s સ્માર્ટફોન પર ઓફર:

-જો આપ કોઈ રિટેલ શોપ પરથી ઓપો કંપનીનો ન્યુ લોન્ચ A15s ખરીદવાની યોજના કરી રહ્યા છો તો આપને ICICI બેંક, ફેડરલ બેંક અને પાંચ મહિના સુધી EMI વિકલ્પની સહિત ૫% કેશબેકનો લાભ પ્રાપ્ત કરી શકો છો.

image source

-એમેઝોન દુકાનદારો માટે HDFC ડેબિટ અને ક્રેડીટ કાર્ડના ઉપયોગ કરવા પર ૧૦% ની ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આ સાથે જ ૬ મહિના સુધી નો- કોસ્ટ EMIનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

-જો કે, આ ઓફર તા. ૨૧ ડીસેમ્બર, ૨૦૨૦ થી લઈને તા. ૨૫ ડીસેમ્બર, ૨૦૨૦ સુધી જ ઉપલબ્ધ છે.

ઓપો A15s સ્માર્ટફોન: બેઝિક સ્પેસિફિકેશન.

image source

-ઓપો A15s સ્માર્ટફોન કલર OS 7.2 પર કામ કરે છે આ સાથે જ A15Sમાં ૬.૫૨ ઈંચની HD ડિસ્પ્લે સહિત સેલ્ફી કેમેરા નોચ છે.

-A15s સ્માર્ટફોનમાં ઓક્ટા- કોર મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસર ઉપલબ્ધ છે. ઓપો કંપનીએ આ ફોનમાં 64GB સ્ટોરેજ સ્પેસ સહિત 4GB રેમ પણ આપવામાં આવી છે.

image source

-જયારે આ ફોનના કેમેરા વિષે જાણીએ તો, A15s ફોનમાં ટ્રિપલ કેમેરા સેટ કરવામાં આવ્યા છે. 13MPના પ્રાઈમરી સેંસર, 2MPના માઈક્રો શૂટર અને એક 2MPનું ડેપ્થ સેંસર પણ અવેલેબલ છે. આ ફોનમાં સ્કેવર શેપમાં કેમેરા મોડ્યુલમાં આ સેંસર પણ ઉપલબ્ધ છે તેમાં ફ્લેશ પણ છે જયારે ફ્રંટ કેમેરા 8MPનો છે.

-રીઅર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ ઉપલબ્ધ છે. આ ફોનમાં 4230mAhની બેટરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ