આ ઉપાયોની મદદથી માતા લક્ષ્મીને કરો પ્રસન્ન અને મેળવો મનગમતું ફળ…

નાની મોટી ભૂલ થશે તો પણ લક્ષ્મીજીને રીઝવવાના સાવ સરળ રસ્તા જાણી લો… જરૂર થશે આર્થિક લાભ અને વધશે સુખ – સમૃદ્ધિ… માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના આ સરળ ઉપાય કરશો તો શીઘ્ર પ્રસન્ન થશે અને ભરી દેશે ધનના ભંડાર…

આપણને સૌ કોઈને તુરંત જ પ્રસિદ્ધ થઈ જવાની કે પછી ટૂંકા સમયમાં જ ધનવાન થઈ જવાની ઇચ્છા હોય છે. આપણને કોઈ એવી ચાવી જોઈતી હોય છે જેનાથી કોઈની પણ કિસ્મતના તાળાં ઝડપથી ખૂલી જાય. પરંતુ એવું નતું નથી હોતું. પરિણામે લોકો ખૂબ જ નિરાશ થઈ જાય છે અને ન કરવાનું કરી બેસે છે. નકારાત્મક વિચારોથી ઘેરાયેલા વ્યક્તિઓને આશાવાન બનાવવા માટે અનેક ઉપાયો કરવા છતાં તે જો ફોગટ જાય ત્યારે સમસ્યા વધુ ચિંતાજનક બની જાય છે. સૌથી વધારે તકલીફ આર્થિક સંકડામણને લીધે જ થતી હોય છે.


દરેકને મા લક્ષ્મીની કૃપા વરસતી રહે તેવી ઇચ્છા થતી હોય છે. પરંતુ ક્યારેક એવું પણ મનમાં થતું હોય છે કે મારા પર કેમ મા લક્ષ્મીના આશીર્વાદ નથી રહેતા? મેં શું ભૂલ કરી છે કે મને આટલી બધી નાણાંભીડ ભોગવવી પડે છે? જો મનમાં આવી કોઈ આશંકા હોય તો તેને દૂર કરી દો. માતા લક્ષ્મીના આપણને સૌને આશીર્વાદ રહેતાં જ હોય છે. આવો કેટલાક એવા સરળ ઉપાયો બતાવીએ જેનાથી લક્ષ્મીજી તરત જ પ્રસન્ન થાય અને આપણાં જીવનમાં સુખ સમૃદ્ધિની કાયમ બરકત રહે.

કમળ ચડાવવું


માતા લક્ષ્મીને લાલ રંગના પુષ્પ ખૂબ જ પ્રિય હોય છે. તેમની પૂજા કરતી વખતે લાલ ફૂલ જરૂર ચડાવવા જોઈએ. જો લક્ષ્મીજીની કૃપા તુરંત મેળવવા ઇચ્છો છો તો સોમવારના દિવસે માતા લક્ષ્મીને કમળના ફૂલ જરૂર ચડાવવા જોઈએ. ધનની દેવી મા લક્ષ્મીને કમળનું ફૂલ અતિપ્રિય હોય છે. સુખ – સંપત્તિ અને ધન – સંપદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કમળનું ફૂલ લક્ષ્મીજીની પૂજામાં અચૂક લેવું જોઈએ.

ક્ષમા પ્રાર્થના


ક્યારેક એવું બને કે આદ્યશક્તિની પૂજા કે પાઠ – અનુષ્ઠાન કરતી વખતે આપણે એટલાં બધાં લીન થઈ જતાં હોઈએ છીએ કે આપણને જો કોઈ અજાણતાં પણ ભૂલચૂક થઈ જાય તો તેનો ખ્યાલ નથી આવતો. તમામ નિયમોને અનુસરીને કરેલ પૂજા – પાઠમાં પણ જો કોઈ વિઘ્ન કે બાધ રહ્યા હોય તો માતા લક્ષ્મીને આપણે ક્ષમા પ્રાર્થના જરૂર કરવી જોઈએ. તેનું નિદાન પણ આપણી ધાર્મિક સંસ્કૃતિમાં સામેલ છે. મા દુર્ગા સપ્તસતીના પાઠને અંતે આપેલી ક્ષમા યાચના સ્ત્રોત્ર જરૂર બોલવું જોઈએ. માતાને શરણાગત થઈને ક્ષમા સ્ત્રોત બોલવું જોઈએ. ધ્યાન રહે કે જ્યારે પણ કોઈ પૂજા પાઠ કરો ત્યારે સાચા મનથી અને પૂર્ણ વિધિવિધાન પૂર્વક કરવું જોઈએ.

સ્વસ્તિક


ઘર – પરિવાર કે ઓફિસમાં દરવાજાની બહારના ભાગમાં કે સ્વસ્તિકનું ચિન્હ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય શરૂ કરવા પહેલાં સ્વતિક દોરીને ગણેશ ભગવાનનું સ્થાપન કરવાથી મા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. સ્વસ્તિક કરવાથી તમારા સ્થાનની નકારાત્મક ઊર્જા દૂર થશે અને કાર્યોમાં આવનાર તમામ પ્રકારની બાધાઓ અને વિઘ્નો દૂર થશે.

કમળ બેઠેલા લક્ષ્મી દેવીની મૂર્તિ રાખવી


તમારા ઘરમાં કે ઓફિસના નાનકડા પૂજા સ્થાનમાં કમળના ફૂલ ઉપર બેઠેલા માતા લક્ષ્મીની મૂર્તિ રાખવી જોઈએ. બેઠેલા દેવીની મૂર્તિ કે છબી એવો શુભ સંકેત સૂચવે છે કે તેમનું આપણે ત્યાં સ્થાપન થઈ ચૂક્યું છે અને તેમની આપણી ઉપર કાયમ કૃપા રહેશે.

લાલ રંગનું કપડું અને કોડીનો ઉપાય


માતા લક્ષ્મીને રીઝવવાનો આ ઉપાય ખૂબ સરળ છે. અનેક લોકો પોતાના ઘરના પૂજા સ્થાનમાં કે તિજોરીમાં લાલ રંગનું કપડું રાખે છે. આને ખૂબ જ શુભ મનાય છે. લાલ રંગ મા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. લાલ રંગના કોરા કપડાં સાથે કોડી પણ પૂજામાં ચડાવવી જોઈએ. પૂજા કરીને આ લાલ કપડાં સાથે કોડી લપેટીને તમારા ઘરમાં જ્યાં પણ આપ રૂપિયા કે દાગીના રાખતા હોવ કે પછી ઓફિસમાં નાણાં રાખતા હોવ તે ગલ્લો કે તિજોરીમાં રાખી દેવું જોઈએ. આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા કામ માટે તમારી પર રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ