ખીજડીયા ગામ ના ખેડૂત પુત્ર નું સોશિઅલ મીડિયા એપ લિપઝો લોન્ચ…

ખીજડીયા ગામ ના ખેડૂત પુત્ર નું સોશિઅલ મીડિયા એપ લિપઝો લોન્ચ.

ગત તારીખ 28-6 ના રોજ ખીજડીયા ગામ મા રહેતા ખેડૂત તુલસીભાઈ હીરાભાઈ વસોયા ના પુત્ર નિકુંજ વસોયા એ પોતાનીજ સોશિઅલ મીડિયા એપ Leepzo લોન્ચ કરી.

નિકુંજ વસોયા યુટ્યૂબ અને ફેસબુક ના માધ્યમ થી વિશ્વવિખ્યાત બન્યા બાદ તેને આવી એપ બનાવી નો નિર્ણય લીધો. હાલ યુટ્યૂબ અને ફેસબુક પર દર મહિને અંદાજિત 1 કરોડ જેટલા લોકો તેના વિડિઓ જુવે છે.


નિકુંજ વસોયા ગામડા મા રહેતા પહેલા એવા વ્યક્તિ બન્યા કે જેને યુટ્યૂબ ના બે સિલ્વર પ્લેય બટન ની ઉપ્લબ્ધી મેળવી હોય. તે તેના વાડીયે થી ચાલતા રસોઈ શો ને લઈને વિશ્વ લેવલે ખાસી એવી નામના મેળવી છે અને હાલમા તેઓ ભારત મા ઈન્ટરનેટ નો સૌથી મોટો એવોર્ડ પણ જીત્યા છે.


નિકુંજ વસોયા લિપઝો સિવાય પોતાની કંપની ફૂડોન ટીવી ઇન્ડિયા પ્રા લી નું સંચાલન ખીજડીયા માંથીજ થાય છે અને તેઓ 8 થી વધારે યુટ્યુબ ચૅનલ, 5 થી વધુ ફેસબુક પેજ અને 20 થી વધુ ફેસબુક ગ્રુપ્સ પણ ચલાવે છે.

લિપઝો એપ ની ખાસિયતો કહીક આવી હશે.


leepzo app પર તમે જે વિડિઓ જોશો એ એવા હશે કે જે માણસ ને આજના આધુનિક જમાનામા કહીક ને કહીક ઉપયોગી નીવડે તેવા હશે, તમામ વિડિઓ લિપઝો દ્વારા અધિકૃત કાર્ય બાદજ મુકવામાં આવશે,

કોઈ પણ યુઝર લિપઝો પર પોતાનું એકાઉન્ટ બનાવી શકશે અને વિડિઓ ને લાઈક, શેર, કોમેન્ટ કે ડાઉનલોડ કરી શકશે પણ યુટ્યૂબ કે ફેસબુક ની જેમ અપલોડ કરવા માટે લિપઝો ની ખાસ પરવાનગી જોશે. લિપઝો પર અંધશ્રદ્ધા, અફવા કે પોર્નોગ્રાફી જેવા વિડિઓ બિલકુલ જોવા નહિ મળે.

નિકુંજ વસોયા એ વધુમાં જણાવતા કહ્યું કે લિપઝો થી ખીજડીયા સાથે સાથે જામનગર અને બીજી ઘણી બધી જગ્યા ના લોકો માટે રોજગારી ની નવી તકો નું પણ સર્જન થશે. સારી આવડત ધરાવતા ભાઈઓ તથા બહેનો ઘરે બેઠા બેઠા સારી એવી કમાણી પણ કરી શકશે.


અત્યારે તમે વાનગીઓ , ટેકનોલોજી, આર્ટ અને ક્રાફટ, સ્ટ્રીટ ફૂડ જેવી કેટેગરી ના વિડિઓ જોય શકશો અને થોડાજ દિવસો મા હાસ્ય, મનોરંજન, કુદરત, ફિલ્મો, ભક્તિ, રાજનીતિ તથા વિજ્ઞાન ને લગતા વિડિઓ પણ જોય શકશો. હાલ leepzo app તમે ગુગલ પ્લેય સ્ટોર અથવા તો leepzo.com પરથી ડાઉનલોડ કરી શકશો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ