મા દૂર્ગા પાસેથી દરેક મહિલાએ લેવી જોઈએ આ શીખ; જીવનમાં ડગલેને પગલે જરૂર કામ આવશે…

જીવનમાં દરેક સ્ટેપમાં આગળ વધવા ઇચ્છતી સ્ત્રીઓએ મા દૂર્ગા પાસેથી આ પાંચ વાતો શીખી લેવી જોઈએ. કદી કોઈ તકલીફ નહીં પડે… મા દૂર્ગા પાસેથી દરેક મહિલાએ લેવી જોઈએ આ શીખ; જીવનમાં ડગલેને પગલે જરૂર કામ આવશે…

માતાજીના ભક્તો જોવા જઈએ તો બારેમાસ તેમની ભક્તિ કરતાં હોય છે. હિન્દુ ધાર્મિક સંસ્કૃતિ મુજબ માતાજીએ ઇશ્વરીય તત્વનું નારી સ્વરૂપ છે. જેને અનિષ્ટ અને અસૂરોનો નાશ કરવા માટે અવતારો ધર્યા છે. આપણાં શાસ્ત્રોમાં ચાર પ્રકારના નવરાત્રીઓમાં માતાજીના અનુષ્ઠાન અને આરાધના કરાય છે. જેમાં ચૈત્ર, મહા, અષાઢ અને ખાસ કરીને આસો મહિનાની નવરાત્રી દરમિયાન, દેવી પૂજનના વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માતાજીના ભક્તો નવ દિવસો સુધી તેમની ઉપાસના કરે છે અને તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે.

હિન્દુ ધર્મ અનુસાર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રિદેવોએ સાથે મળીને આ આદ્યશક્તિની રચના કરી હતી. તેમની અષ્ટભૂજાઓમાં જુદાં જુદાં શસ્ત્રો છે અને ચહેરા પર સ્મીત છે. માતા દુર્ગા, જેમણે મહિશાસુરા જેવા રાક્ષસનો નાશ કર્યો છે, પૌરાણિક શાસ્ત્રોમાં આલેખાયેલી કથા મુજવ ઘણી વખત મુશ્કેલ સમયમાં મા દૂર્ગાએ દેવોને મદદે આવીને અસૂરોનો નાશ કર્યો છે. આપણે જાણીએ છીએ કે મા દૂર્ગાને માત્ર નવરાત્રીમાં જ પૂજવા જ જોઈએ તેમને હંમેશા આરાદ્ય દેવી માનીને તેમની સ્તુતિ તો કરવી જ જોઈએ. સાથે તેમની મંગલમૂર્તિ પાસેથી દરેક સ્ત્રીઓએ, ખાસ કરીને આજની આધુનિક નારીઓએ તો આ પાંચ બાબતોને ધ્યાનમાં લઈને જીવનમાં ઉતારશે તો તેઓ પોતે અને પરિવારની અનેક સમસ્યાઓનું નિવારણ કરી શકશે. મા દૂર્ગાનો આ સંદેશ આજની દરેક મા, બહેન અને દીકરીઓએ જાણી લેવા જોવો છે અને તેને જીવનમાં પણ અપનાવી લેવાની જરૂર છે.

લક્ષ્ય નિર્ધારિત કરવું

માતાની મૂર્તિ સામું જોવાથી તેમની પ્રતિમાના દર્શન કરવાથી દિવસ સારો જાય છે. માતાજીનો ચહેરો કાયમ હસતો હોય છે, તેમનું મુખ એક નિરાંતની સ્મીત આપતું હોવાથી આપણાં મનને પણ શાંતિ મળે છે. માતાજીના ચહેરા પર આંખોના દર્શન કરવાથી તમે જોયું હશે કે તેમની આંખો એકદમ પહોંળી અને મોટી મોટી હોય છે. આ મુદ્રા સૂચવે છે કે કાયમ સતેજ દ્રષ્ટિ રાખવી જોઈએ અને પોતાના ધ્યેય પ્રત્યે સાબદા રહેવું જોઈએ. લક્ષ્ય નિર્ધારિત હશે તો જીવનમાં આગળ વધવામાં સહેલાઈ રહે છે અને સફળતા મળ્યા વિના નથી રહેતી.

મહિલાઓના હોય છે અનેક સ્વરૂપ

નવરાત્રી દરમિયાન આપણે મા દૂર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરીએ છીએ. મા લક્ષ્મી, મા કાળી, મા સરસ્વતી, મા અન્નપૂર્ણા અને મા ઉમા પાર્વતી… એમ દરેક સ્ત્રી પણ એક જીવનમાં જુદા જુદા પાત્રોને જીવે છે. એ બહેન, દીકરી, પત્ની, પુત્રવધુ અને સૌથી અગત્યનું પાત્ર માતા તરીકે તેનું જીવન વીતાવે છે. દરેક પાત્રમાં પોતાની ફરજો બખૂબી નિભાવી જાણીને દરેક સ્ત્રીએ માતાજીના સ્વરૂપનું અનુકરણ કરવું જોઈએ.

દરેક કાર્યને શીખવાની હિમ્મત રાખો

જેમ ત્રણેય દેવતાઓએ માતા દૂર્ગાના સ્વરૂપની ચરના કરીને તેમને દેવી શક્તિની આગેવાની કરવાનો નિર્દેશ કર્યો એ રીતે દરેક મહિલાએ પણ તેમના પરિવાર પર આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે પહેલ કરવી જોઈએ. સ્ત્રીમાં લીડરશીપ ક્વોલીટ્ઝ હોય જ છે. કોઈપણ બાબતને શીખવાની તેમજ દરેક પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કરવાની અગમચેતી તેણે કેળવવી જ જોઈએ.

જીવનમાં નિર્ભયતા કેળવવી જોઈએ

કોઈપણ પરિસ્થિતિનો સામનો હિમ્મત પૂર્વક કરવાની ટેવ પાડવી જોઈએ. નાસીપાસ થઈને કે મૂંઝાઈ જઈને જવાથી કોઈપણ મુશ્કેલીઓથી પીછેહટ કરવાનો કોઈ મતલબ નથી. ધીરજથી અને સમજદારીથી કામ પાર પાડવું જોઈએ. સિંહ પર સવાર થયેલાં મા દૂર્ગાના અસ્તિત્વ પરથી આપણને આજ શીખવાનું છે. સિંહની શક્તિ અને અસ્ત્ર, શસ્ત્ર સાથે હિમ્મતથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિનો સામનો કરીને દુષ્ટ સંજોગોનો નાશ કરવો અને વિજય મેળવવો જોઈએ.

મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિત્વ કેળવવું જોઈએ

મા દૂર્ગાના આઠ હાથ છે. કમળ, ત્રિશૂળ, ખડજ, ગદા, તલવાર અને સુદર્શન ચક્ર છે. એક હાથમાં શંખ છે તો બીજો હાથ આશીર્વાદની મુદ્રામાં છે. કમળ એ કોમળતા અને દુનિયામાં જળકમલવત રહીને દરેક કાર્યોને નિસ્વાર્થ હેતુથી કરવું જેવા સંકેત આપે છે. દરેક અસ્ત્ર, શસ્ત્રો શક્તિનું સ્વરૂપ દર્શાવે છે. એકજ જીવનમાં દરેક વસ્તુઓનો ઉપયોગ શીખવો જોઈએ અને દરેક કાર્યને બખૂબી નિભાવવાની આવડત કેળવવી જોઈએ. મલ્ટી ટેલેન્ટેડ હોવું એ આજની આધુનિક નારીની જરૂરિયાત છે. તે ઘરમાં પોતાની ગૃહિણી તરીકે ફરજ નિભાવે છે અને બહાર જઈને સફળતાપૂર્વક અર્થોપાજન પણ કરી શકે છે. ત્યારે માતાજીના આ સ્વરૂપના સંકેતોને સમજીને જીવનમાં વણી લેવા જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ