ઘૂંટણની પીડાથી રાહત મેળવવા માટે ડાયટમાં સામેલ કરો આ વસ્તુ…

આજકાલ મોટાભાગના લોકો સાંધાની સમસ્યાઓથી પીડાતા હોય છે. સાંધાના દર્દથી રાહત મેળવવા માટે તમારા ડાયટમાં સામેલ કરો આ વાસ્તુ ને રહો એકદમ તંદુરસ્ત બધી જ પીડાથી દૂર.

ઓર્થરાઈટિસ એ એક દર્દભરી બીમારી છે. આ બીમારીમાં ઉંમરની સાથે ઘૂંટણના દર્દની સમસ્યા પણ પેદા થાય છે. સાથે જ વધતી જતી ઉંમર સાથે સાંધાની સમસ્યા પણ વધતી જાય છે. આર્થરાઇટિસના ઘણા અલગ અલગ પ્રકારો છે. તેમાં બે સામાન્ય પ્રકાર છે ઓસ્ટિઓઆર્થરાઇટિસ અને હ્યુમનયોર્ડ આર્થરાઇટિસ. યોગ્ય સંભાળ અને સારવારથી આ રોગને નિયંત્રણમાં લેવાય છે. દવાઓ સિવાય આર્થરાઇટિસના દર્દીઓને તેમના ડાઇટ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.

આવો જાણીએ આર્થરાઇટિસના દર્દીઓને કઇ-કઇ ચીજોનો ઉપાયોગ કરવો જોઈએ.

1. ફેટ્ટી ફીશ- ફેટ્ટી ફીશ જેમ સેલેમન, કોડ, ટુના, ટ્રૉઉટ વગેરેમાં ઓમેગા -3 ફેટી એસિડ અને વિટામીન ડી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જે સુજનની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. ઉપરાંત સોયાબીન, નાળિયેર અને કેનોલા તેલમાં ઓમેગા -3 ફેટી એસિડ મળી આવે છે.

2. ફળ અને શાકભાજી- ફળ અને શાકભાજી હેલ્દી રહેવા માટે ખૂબ જ જરૂરી છે. આર્થરાઇટિસના દર્દીઓમાં તેમના ડાયટમાં ભારે પ્રમાણમાં ફળ અને શાકભાજી શામેલ કરવા જોઈએ. ફળ અને શાકભાજીમાં ડાઇજેસ્ટિવ એન્જેક્સ, એન્ટિ-ઇન્ફ્લેમેટ્રી કંપાઉન્ડનો સમાવેશ થાય છે, જે આર્થરાઇટિસની સમસ્યા દૂર કરે છે. ફળ માં પપૈયાં અને પાઈનેપલ અને શાકભાજીમાં બ્રોકોળી, કોનીઝ જેવી વસ્તુનો સમાવેશ કરવો જોઈએ.

3. લસણ-લસણ પણ આર્થરાઇટિસની બિમારીમાં ખૂબ ફાયદાકારક છે. લસણના સેવનથી સાંધાના દર્દમાં રાહત થાય છે.

4. હળદર- હળદરમાં હાજર કરક્યુમિન એથરાઇટિસની બિમારીમાં ખૂબ મદદરૂપ થાય છે. હળદર સાંધાની પીડા ઘટાડે છે. આર્થરાઇટિસના દર્દીઓએ તેમના ડાયતામાં હળદરનો ચોક્કસપણે સમાવેશ કરવો જોઈએ.

આ ઉપરાંત કાસ્ટર ઓઇલમાં હળદર મિશ્ર કરી જે જગ્યાએ સાંધાનો દુખાવો છે ત્યાં પણ માલીસ કરવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ