આ મારવાડી કપલે જેવીરીતે વેઈટલોસ કરીને ફિટનેસ મેળવી તે જોઈને તમે પણ બોલી ઊઠ્શો, “અમેઝીંગ!”

આ મારવાડી પતિ-પત્નીની વેઈટ લોસ સ્ટોરી તમને પણ પ્રેરિત કરશે

image source

આજની આધુનિક લાઈફસ્ટાઈલ આપણને ઘણા બધા વિકારો તરફ દોરી જઈ રહી છે અને તેમાં જે ઉડીને આંખે વળગે તેવો વિકાર હોય તો તે છે મેદસ્વિતા. એક અહેવાલ પ્રમાણે ભારતના લગભગ 13.5 કરોડ લોકો મેદસ્વિતાથી પિડાય છે. અને તેના જ પ્રતાપે આજે દેશના મોટા-નાના શહેરોના નાકે-નાકે જીમ ફુટી નીકળ્યા છે.

image source

પણ વાસ્તમાં મેદસ્વિતા ઘટાડવા માટે જીમની જરૂર ઓછી પડે છે પણ તમારા મનની મક્કમતાની જરૂર વધારે પડે છે. અને આ જ મક્કમતા આ કપલે પોતાની વેઇટલોસ સ્ટોરીમાં બતાવી છે. આદિત્ય શર્મા અને ગાયત્રી શરર્મા એક મારવાડી પતિપત્ની છે. આદિત્ય 40 વર્ષના છે અને 72 કી.ગ્રામ વજન ધરાવતા હતા. જ્યારે ગાયત્રી 60 કી.ગ્રામ વજન ધરાવતા હતા. આમ તો જે કોઈ વ્યક્તિ આ આંકડા જાણે તેમને તેમનું વજન કંઈ ખાસ વધારે નથી લાગતું તેમના માટે તો તે સામાન્ય છે. કારણ કે આપણા ધોરણો આદર્શ સ્વાસ્થ્ય કરતાં અલગ છે.

પણ આ બન્ને પતિ-પત્ની જાણતા હતા કે તેમનું આદર્શ વજન કેટલું હોવું જોઈએ અને તે પ્રમાણે તે વધારે હતું, અને માટે જ તેમણે વજન ઘટાડવાનું સંયુક્ત અભિયાન શરૂ કર્યું.  

image source

તેમની કહાની કંઈક આ રીતે શરૂ થાય છે. આદિત્ય એક ટીપીકલ મારવાડી કુટુંબમાંથી આવે છે. તેમણે જ્યારે વજન ઘટાડવાનું નક્કી કર્યું અને તે પ્રમાણે ડાયેટીંગ શરૂ કર્યું ત્યારે તેમના કુટુંબીજનોને તે કંઈ ગમ્યું નહીં. આ વિષે તેઓ જણાવે છે કે શરૂઆતમા તેમના કુટુંબને પોતાના વજન ઘટાડા માટે મનાવવું અઘરું હતું.

image source

એમ પણ દરેક માતા પોતાના બાળકને ભરપેટ રાખવા માગતી હોય છે. તે નથી ઇચ્છતી હોતી કે તેનો લાડકો ભૂખે મરે. અને માટે જ તેણી પોતાનું પરંપરાગત ભોજન દીકરા કે દીકરીને પિરસતી જ રહેતી હોય છે. જો કે અહીં માત્ર આદિત્યનું લક્ષ વજન ઘટાડીને સ્લિમ ટ્રીમ રહેવાનું નહોતું પણ તે દ્વારા સ્વાસ્થ્યને સુધારવાનું પણ હતું. તે હાઈ બ્લડ પ્રેશર તેમજ ડાયાબીટીસના જોખમથી દૂર રહેવા માગતો કારણ કે આ બન્ને રોગો તેના કુટુંબની ઘણીબધી વ્યક્તિઓને હતા.

image source

કુટુંબ તરફથી કંઈ વધારે પ્રોત્સાહન ન મળતાં આદિત્ય કેન્દ્રીત થઈને પોતાનું વજન નહોતા ઘટાડી શક્યા. અને માટે જ જ્યારે તેમના શર્ટ્સ તેમજ ટીશર્ટ તેમને ફીટ ન થવા લાગ્યા ત્યારે તેમને એક યોગ્ય ફીટ શરીર માટેની જરૂરિયાત જણાઈ. અને આ ઉદ્દેશને પામવા માટે તેમણે આવતા ત્રણ મહિના પોતાની જાતને યોગ્ય વ્યાયામ તેમજ યોગ્ય પોષણયુક્ત ખોરાક પર કેન્દ્રીત કરી.

image source

જો કે આ વખતે સમસ્યા તો તે જ સામાજિક હતી. કુટુંબનું કોઈ તેના ફીટ રહેવાના પ્રયાસને સમજી નહોતું રહ્યું તો વળી કેટલાક લોકો તેમને ટોન્ટ પણ મારતા રહેતા. પણ તેમણે કોઈની વાતને મન પર ન લીધી અને પોતાના લક્ષ પર કેન્દ્રીત રહ્યા.

image source

પરિણામ સ્વરૂપે માત્ર ગણતરિના મહિનાઓમાં તેમણે 20 કી.ગ્રામ વજન ઘટાડી લીધું. વજન તો ઘટ્યું જ પણ સાથે સાથે શરીરમાંની ચરબીનું પ્રમાણ પણ 8 ટકા સુધી ઘટી ગયું. હવે વજન ઉતાર્યા બાદનું લક્ષ હતું શરીરને મસ્ક્યુલર બનાવવાનું. તેમને તેમાં પણ સફળતા મળી. અને હવે લોકો તેમને ટોન્ટ નહોતા મારી રહ્યા પણ તેમના જેવું જ એબ્સવાળુ શરીર સૌષ્ઠવ પામવા માટે સલાહ લેવા લાગ્યા.

image source

આ બધામાં જો આદિત્યનો સાથ કોઈએ આપ્યો હોય તો તે તેમની પત્ની ગાયત્રિ શર્મા હતી. તેણી બધી જ રીતે પોતાના પતિની સાથે હતી. તેણી માત્ર તેમને ભાવનાત્મક આધાર જ નહોતી આપતી પણ તેણીએ પોતે પણ પતિને સપોર્ટ કરવા માટે પોતાની ફીટનેસ જર્ની શરૂ કરી. એક મારવાડી કુટુંબની ગૃહિણી તેમજ બે સંતાનોની માતા એવી ગાયત્રીએ પોતાની મીઠાઈઓને પડતી મુકી અને પતિના માર્ગદર્શન હેઠળ ડાયેટીંગ અને વ્યાયામ શરૂ કરી દીધો.

ગાયત્રિએ પેતાની ગૃહિણી તરીકેની ફરજ નિભાવતા નિભાવતા જ માત્ર ત્રણ જ મહિનામાં 11 કી.ગ્રામ વજન ઘટાડી દીધું. માત્ર ત્રણ જ મહિનામાં તેણીએ માત્ર પોતાના શરીર પરની ચરબી જ નહોતી ઉતારી પણ જાણે પોતાની ઉંમરના કેટલાક વર્ષો પણ ખંખેરી નાખ્યા હતા. તેણીએ પોતાની કમરને 25 ઇંચની કરી દીધી હતી.

image source

ગાયત્રિએ પોતાની ગૃહસ્થી અને ફીટનેસને સુદંર રીતે સંતુલિત કરી રાખી હતી અને માત્ર એટલું જ નહીં પણ તેણીએ ન્યુટ્રીશન એક્સપર્ટનો કોર્સ પણ પુર્ણ કરી લીધો હતો. તેણી હવે કાયદેસર રીતે એક ન્યુટ્રીશન કન્સલ્ટન્ટ બની ગઈ.

આજે ગાયત્રિ અને આદિત્ય બન્ને સફળ ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ છે. તે બન્ને પોતાના ગ્રાહકો માટે ઓનલાઈન ટ્રેનીંગ તેમજ ડાયેટ પ્લાન તૈયાર કરે છે.

આ પતિ-પત્નીએ ફીટ રહેવા માટે કેવું ડાયેટ અપનાવ્યું

image source

આદિત્ય પોતાના ડાયેટ વિષે જણાવે છે કે તે અને તેની પત્ની સવારના નાશ્તા તેમજ બપોરના ભોજન માટે માત્ર પનીર અને સોયા ચંક્સ જ લેતા હતા અને સાંજે તેઓ ભાત લેતા હતા. જો કે તેઓ પોતાના આ કડક ડાયેટ પ્લાન સાથે અઠવાડિયે એક ચીટ દીવસ પણ રાખતા જેમાં તેઓ પોતાને ગમતી કોઈ પણ વાનગી વગર રોકટોક ખાઈ લેતા. આ ઉપરાંત તેઓ કેટલાક વીટામીન્સ ડાયેટ પણ ફોલો કરતા હતા.

આ રીતે વ્યાયામ કરતા

image source

આદિત્ય અને ગાયત્રિ અઠવાડિયાના છ દિવસ વ્યાયામ કરતા. જેમાં તેઓ રોજ શરીરના કોઈ બે ભાગ પર કેન્દ્રીત થતા. તેઓ દર એકાત્રે દિવસે એબ્સ વર્કઆઉટ કરતા.

ભવિષ્યમાં તેઓનું આયોજન છે કે તેમના ફેટ ટુ ફીટનેસ જર્નીના અનુભવથી તેઓ અન્ય યુગલો તેમજ યુવાનોને પણ પ્રોત્સાહિત કરે. આ સિવાય તેઓ પોતાની એક સપ્લિમેન્ટ ચેઈન પણ શરૂ કરવા માગે છે.

image source

આદિત્ય અને ગાયત્રિએ પોતાનું વજન પુર્ણ મહેનત અને મક્કમતાથી ઘટાડ્યું છે. માટે એ જાણી લેવું યોગ્ય રહેશે કે સરળતાથી વજન ઘટતું નથી. તમારે તેના માટે ધીરજ અને મક્કમતા બન્ને રાખવાના છે. તમારી જાતને અનુશાશિત પણ રાખવાની છે અને પોતાના લક્ષને સમર્પિત પણ રાખવાની છે. તો જ તમે ધાર્યું વજન ઘટાડી શકશો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ