શું તમે જાણો છો ઝેર જીવન પણ આપે છે ? ઝેર વિષેનો આવી માહિતી તમે ક્યારેય નહિ વાંચી હોય..

ઝેર જીવન પણ આપે છે.

એ વાત બિલકુલ સાચી છે કે ઝેર જીવલેણ હોય છે. પણ એ પણ એટલું જ સત્ય છે કે ઝેર જીવન આપે પણ છે. ઝેર શબ્દ સાંભળતા જ એક ગભરાટની લહેર આખા શરીરમાંથી પસાર થઈ જાય. ડરનો માર્યો પરસેવો છૂટી જાય કારણ ઝેર જેટલું ખતરનાક છે એના કરતા એનું મનોવિજ્ઞાન ,એના વિષેની ધારણા વધુ ડરાવનારી અને ઝેરીલી છે.

image source

ઝેર માટે એ પણ સત્ય છે કે ઝેર હંમેશા મૃત્યુનું કારણ નથી હોતું. અલગ અલગ પરિસ્થિતિમાં ઝેર જીવન આપનાર પણ સાબિત થાય છે. કહેવાય છે ને કે સાપના ઝેરનું મારણ સાપનું ઝેર જ હોય છે. કારણ સાપના ઝેરની દવા પણ સાપના ઝેર માંથી બને છે.

ઝેર ખુશી પણ આપે છે. મજાક લાગે છે ને પણ આ હકીકત છે. આજની તારીખે મેડિકલ સાયન્સ તેના વિકાસ માટે કેટલાય પ્રકારના ઝેર પર નિર્ભર છે કારણ ઝેર ખૂબસૂરતી આપે છે અને એ ખૂબસૂરતિ ખૂબસૂરત જીવન પણ આપે છે.

image source

કેટલાય પ્રકારના ઝેર ઘણી શારીરિક મુશ્કેલીઓમાંથી છુટકારો આપે છે. કુદરતી ઝેર તથા ઝેરીલા જાનવરોમાંથી હાંસિલ થયેલા ઘટક તત્વોને મેળવીને ફેક્ટરીમાં બનતી કેટલીયે એવી દવાઓ છે જે માનવ સમુદાયને સ્વસ્થ રાખે છે એટલું જ નહીં જિંદગીને વધુ આકર્ષક પણ બનાવે છે.

વૃદ્ધત્વ કોને પસંદ પડે છે? આપણે જાણીએ છીએ કે કેટલીયે સેલિબ્રિટીઝ ઉપરાંત કેટલાય ધનાઢ્ય વ્યક્તિ એવા છે જે એક ખાસ પ્રકારની ટ્રીટમેન્ટથી પોતાનું વૃદ્ધત્વ પાછળ ધકેલે છે. આ વૃદ્ધત્વને પાછળ ધકેલનાર ઇન્જેક્શન જે તત્વ માંથી બને છે એ બોટોક્સ તત્વો પણ એક જાતનું ઝેર છે, જે ચહેરા પરની કરચલીઓ દૂર કરીને ચામડીને યુવાન રાખે છે. આ બોટોક્સ ઇન્જેક્શન પણ ખતરનાક ગણાતા ઝેર બોટુલિનિયમમાંથી બનાવવામાં આવે છે. બોટોક્સ ના ઇન્જેક્શન અત્યંત ખર્ચાળ છે પરંતુ વૃદ્ધત્વ ની સામે યુવાની મેળવવા માટે આ ઇંજેક્શન ઘણા સસ્તા લાગતા હોય છે.

image source

કહેવાય છે કે બોટુલિનિયમ ટોકસીન એવું ખતરનાક ઝેર છે જે ગણતરીની ક્ષણોમાં બરબાદી નોતરી શકે છે. થોડા કિલોગ્રામ બોટુલિનિયમથી સેંકડો પૃથ્વીવાસીઓના જીવ પણ જઇ શકે છે. અને તેમ છતાં સાતત્યપૂર્ણ યુવાની ઝંખતા લોકોને આ બોટુલિનિયમના વપરાશ સામે કોઈ વાંધો નથી. સર્વે મુજબ બ્રિટન અને અમેરિકામાં 85 ટકા મહિલાઓ બોટોક્સ નો વપરાશ કરી ચહેરાની યુવાની ટકાવી રાખે છે.

માણસ દ્વારા બનાવવામાં આવેલો આ સંસારનો સૌથી ખતરનાક પદાર્થ છે અને છતાં પણ તેના વિશે એટલી ચર્ચા થતી નથી એટલું જ નહીં બોટોક્સ લોકપ્રિય બનતું જાય છે. અરબો રૂપિયામાં કિલોના ભાવે વેચાતું અતિ અતિ મોંઘુ બોટોકા માત્ર મિલીગ્રામમાં માણસનો જીવ લઈ શકે છે. કહે છે કે 70 કિલોના એક માણસ માટે૦.૦૦૦૦૭ મિલિગ્રામ બોટુલિનિયમ જીવલેણ સાબિત થાય છે.

image source

બોતુલિનિયમ્માથી તૈયાર થતું બોટોક્સ ચહેરા પર કરચલી ઉત્પન્ન કરવાવાળી ધમનીઓનો જ નાશ કરે છે. એક ગ્રામની કરોડમી માત્રાને સેલાઇન સાથે મેળવી એમાંથી બોટોક્સના ઇન્જેક્શન તૈયાર કરવામાં આવે છે.

બોટુલિનિયમ ટોક્સિન માત્ર ચહેરાની કરચલી દૂર કરવા માટે જ નહીં પરંતુ ત્રાંસી આંખો ના ઇલાજમાં, માઇગ્રેન,કિડનીની તકલીફ માં અને વધુ પડતો પરસેવો થવા જેવી બીમારીઓમાં પણ સારવારમાં વાપરવામાં આવે છે. જાણકારોના જણાવ્યા મુજબ લગભગ બે ડઝનથી વધારે બિમારીઓમાં દવા તરીકે બોટુલિનિયમનો સીધો કે પરોક્ષ રીતે ઉપયોગ કરવામાં આવે છે.

image source

રસાયણશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ 21મી સદીના અંત સુધીમાં આ ખતરનાક ઝેરના 200થી વધારે ઉપયોગથી માણસ માહિતગાર થઇ ચૂક્યો હશે. આવું જ એક બેહદ ઉપયોગી અને અતિ મોંઘું ઝેર છે મેરી એન કૌટન. હકીકતમાં મેરી એન્ડ કોટન ઝેરના નામ પાછળ એક રસપ્રદ કહાની છે.

image source

રાણી વિક્ટોરિયાના સમયમાં બ્રિટનમાં વીમા ક્ષેત્ર અતિ ઝડપથી વિકસી રહેલું ક્ષેત્ર હતું.પરંતુ વીમાની રકમ મેળવવાની લાલચમાં બ્રિટનમાં હત્યાનો સિલસિલો વધવા લાગ્યો ત્યારે સ્કોટલેન્ડ પોલીસને ઉપરાઉપરી થઈ રહેલી હત્યા અંગે શંકા ગઈ અને તેમણે તપાસ કરી જેમાં બ્રિટનની મહિલા મેરી એન કોટન તરફ શંકાની સોય જઈને અટકી હતી.

image source

આ મહિલાએ ચાર વાર લગ્ન કર્યા હતા જેમાં તેના ત્રણ પતિ ઊંચી રકમનો વીમો ધરાવતા હતા.જેમનું મૃત્યુ થતાં તેમની વિમાની રકમનો સીધો લાભ મેરી એન કોટન ને મળતો હતો. તેના ચોથા પતિએ વીમો ઉતરાવવાનો સાફ ઇનકાર કર્યો. પરંતુ તેના દસ બાળકો કોઈને કોઈ રહસ્યમય બીમારીને કારણે મૃત્યુ પામ્યા. આ તમામ બાળકોના પણ તગડી રકમના વીમા લેવામાં આવ્યા હતા.

image source

મેરીના અન્ય પરિવારજનો જેમાં તેની માતા, ભાભી ,ફોઈ પણ વીમો લીધા બાદ મૃત્યુ પામી હતી. મેરીનુ એક માત્ર ઓરમાન સંતાન સાત વર્ષનો પુત્ર ચાર્લ્સ બચ્યો હતો જેને મેરી એ અનાથાશ્રમમાં મુકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અનાથાશ્રમ વાળાએ તેને સ્વીકારવા ઇનકાર કર્યો. થોડા સમય બાદ ચાર્લસનું પણ મૃત્યુ થયું.

image source

અનાથ આશ્રમના સંચાલક ને મેરી માટે શક ઉત્પન્ન થયો અને તેણે પોલીસને જાણ કરી. મેરીના પરિવારના એક પછી એક લોકોના મૃત્યુ થવાને કારણે પોલીસને મેરી પર શંકા તો હતી જ. તપાસને અંતે તથ્ય બહાર આવ્યું કે મેરી એ પર ઓરસેનિક ઝેર આપીને તમામ પરિવાર જનોની હત્યા કરી હતી. ઓરસેનિક ઝેરનો ઉપયોગ એ સમયે ઉંદર મારવા કરવામાં આવતો જે સસ્તું હતું અને સરળતાથી મળી રહેતું હતું. મેરી ને ફાંસીની સજા કરવામાં આવી હતી. જેને પરિણામે આ ઝેર મેરી એન્ડ કોટનના નામે પ્રખ્યાત થયું.

image source

હાઈ બ્લડપ્રેશરની દવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. સાપના ઝેર પર વિવિધ પ્રયોગો કરીને મેરી એન્ડ કોટનને લેબોરેટરીમાં ડેવલપ કરવામાં આવ્યું છે. ડાયાબિટીસ ટાઈપ ટુ ની દવામાં પણ મેરી એન કોટનનો ઉપયોગ કરવામાં આવે છે. મેરી એન કોટનને અમેરિકા અને મેક્સિકોમાં રહેતી ઝેરીલી ગરોળી જિલ્લા મોન્સ્ટર ની લાળમાંથી પણ તૈયાર કરવામાં આવે છે.

image source

જેરના ચમત્કારિક ઉપયોગે માણસની સ્વાસ્થ્ય અંગેની દિશાના પરિમાણ બદલી નાખ્યા છે પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઝેરને સ્વાસ્થ્ય સંબંધી પ્રયોગોના આધાર પર વર્ગીકૃત કરવામાં આવે તો આધુનિક વિજ્ઞાનમાં સ્વાસ્થ્ય સંબંધી ક્ષેત્રે ઇલાજની દિશામાં નવા દ્વાર ખુલી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ