હજારો મહિલાઓ માટે પ્રેરણારૂપ છે આ “શૂટર દાદી” જે જીતી ચુક્યા છે 25 કરતા પણ વધારે મેડલ..

‘દાદીમા’ સાંભળી ને તમારા મગજ માં કેવી તસ્વીર આવે કે તેમાં એક વૃદ્ધ મહિલા હશે જે ભગવાન ના નામ ની માળા કરતી હશે અથવા તે એક મમતાની છબી પણ હશે જે પારણામાં સુતેલા નાના બાળકને હીંચકાવ તી હશે .

image source

જો તમારા મગજમાં ફક્ત આવુ જ ચિત્ર આવે છે, તો પછી આગળ નો લેખ વાંચો તમારો ભ્રમ દૂર થઈ જશે.

અમે તમારા માટે ઉત્તર પ્રદેશના બાગપત ગામ ના દાદીની વાર્તા લાવ્યા છીએ, જેણે કહેવતો થી પણ આગળ વધીને પોતાને સાબિત કરી દીધી છે. તે ફક્ત પ્રેરણારૂપ જ નથી, પરંતુ પુરાવો છે કે વૃદ્ધાવસ્થામાં કોઈ પણ કંઈપણ કરી શકે છે ચંદ્રો તોમર, જે 80 વર્ષથી વધુ ઉંમરના છે, તેને ‘શૂટર દાદી’ અને ‘રિવોલ્વર દાદી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

image source

ચાલો આપણે જાણીએ કે જેના શૂટિંગમાં 25 થી વધુ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ટાઇટલ નોંધાયેલા છે. તે તેની ઉંમરના અંતિમ તબક્કા માં છે, તેમ છતાં તેની હિંમત યુવાનો ને પણ હંફાવે તેવી છે. તેમણે ગામની દીકરીઓ માટે પોતાના ગામ માં શૂટિંગ કેન્દ્ર બનાવ્યું છે. તો ચાલો તેના જીવનના કેટલાક પાસાઓ જોવાનો પ્રયાસ કરીએ .

60 વર્ષ સુધી ન હતો શૂટિંગ સાથે નાતો

image source

ઘણા વર્ષો પહેલા ચંદ્રો તોમર અથવા ‘શૂટર દાદી’ ઉત્તર પ્રદેશના બાગપતનાં જોહરી ગામમાં રહેતા તોમર પરિવાર સાથે લગ્ન કરવા માટે આવ્યા હતા. અન્ય ગૃહિણીઓની જેમ, તેણે પણ પોતાને સંપૂર્ણ રીતે ઘરના કામમાં ફેંકી દીધા હતા તેમણે રસોઈ બનાવવાથી લઈને પશુ સંભાળ સુધીની તમામ જરૂરી જવાબદારીઓ પૂરી કરી. શરૂઆતની જિંદગીમાં શૂટિંગ તેનાથી ખૂબ જ દૂર હતું. સમયનું ચક્ર ફરી વળ્યું અને તે એક દીકરી ની માતા બની.

image source

માતા બનતાની સાથે જ તેના પર બાળકોની સંભાળ લેવાની નવી જવાબદારીઓનો બોજો આવી ગયો આ બધામાં તેની ઉંમર વધતી ગઈ અને તે ધીરે ધીરે વૃદ્ધ થતી જતી હતી એક પછી એક તેણે પોતાના છ બાળકો લગ્ન કર્યા અને તેમને પારિવારિક જીવનની ભેટ આપી. સમયના આ ચક્રથી જલ્દીથી તેને દાદી બનવાની તક મળી. દરેક દાદીની જેમ, તે પણ તેમના પૌત્રોને ખૂબ જ પ્રેમ કરતી હતી ઘરના કામકાજ હવે દીકરા ની વહુઓ કરતી હતી તેથી દાદીની ફરજ નિભાવવા માટે તેમની પાસે પૂરતો સમય હતો. તે લગભગ 60 વર્ષની હતી.

પૌત્રી શેફાલી ને લીધે શૂટિંગ માં રસ દાખવ્યો

image source

દાદીમા ચાંદ્રોની પૌત્રી શૈફાલીને શૂટિંગમાં રસ હતો, પણ તે એકલા જવાથી ડરતી હતી. જ્યારે તેની દાદી ચંદ્રોને આ વાતની ખબર પડી, ત્યારે તે તેની પૌત્રીની મદદ કરવા આગળ આવ્યા . તેણે શૈફાલીને પ્રોત્સાહન આપ્યું. સાથે જ તેને કહ્યું કે તું ગભરાઈશ નહીં, હું તારી સાથે આવીશ. બીજા દિવસે ચંદ્રો તોમર તેની પૌત્રી શેફાલીને જાહોરી રાઇફલ ક્લબમાં જાતે લઈ ગઇ . શેફાલી હજી પણ ખૂબ જ ડરેલી હતી. બંદૂક પકડતાં તેના હાથ ધ્રુજતા હતા.

image source

આ જોઈને દાદીમાએ તેનું મનોબળ વધારવા માટે બંદૂક જાતે ઉપાડી લીધી. આ જોઈને બધાને આશ્ચર્ય થયું. પછી દાદીમાએ શૂટિંગ શરૂ કર્યું. તે એવા લક્ષ્ય રાખતી હતી જાણે કે તે કોઈ પ્રોફેશનલ શૂટર ના હૉય . શૈફાલીના કોચ ફરુક પઠાણ દાદીના શૂટિંગથી સ્તબ્ધ થઈ ગયા. તે તરત જ દાદી પાસે આવ્યા અને તેણે દાદી ને શૂટિંગ શીખવાની વિનંતી કરી. તેણે દાદીને કહ્યું કે તમારી દૃષ્ટિ અને લક્ષ્ય બંને અદભૂત છે. ઘણાં હા – ના પછી , દાદી એ તેને હા પાડી, પરંતુ તે આટલું સરળ નહોતું.

ટીકા કરવા વાળા ઓના દાદી એ મો બંધ કરી દીધા

image source

તે તેની પૌત્રી સાથે શૂટિંગ માં જવા લાગી. તેના નિર્ણયથી પરિવાર અને ઘરના લોકો કોઈ પણ દલીલ કરી શક્યા નહીં. તેથી તેઓ એ દાદીને ટોણા મારવાનું શરૂ કર્યું. ઘણા તો ત્યાં સુધી કહેવા લાગ્યા કે વૃદ્ધ મહિલા પાગલ થઈ ગયી છે તેથી ઘણાએ સેનામાં જોડાવાની વાત કરી ને પણ ટોણા મારવા નું ચાલુ કર્યું તેમ છતાં, બધા લોકોના સુઈ ગયા પછી તેઓએ રાત્રે નિશાનેબાજી ની પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખ્યું ખરેખર, તેઓ ને હવે શુંટિંગ માં રસ પાડવા લાગ્યો હતો નિયમિત પ્રેક્ટિસથી ટૂંક સમયમાં દાદી હવે શૂટિંગ માસ્ટર બની ગયા હતા

image source

તે આસપાસના વિસ્તારમાં પ્રખ્યાત થવા લાગ્યા હતા તેણે માત્ર સ્પર્ધાઓમાં ભાગ લેવાનું જ નહીં , પણ જીતવાનું પણ શરૂ કર્યું . પરિણામ એ આવ્યું કે તેમનું ગામ હવે શૂટર દાદી ના નામથી જાણીતું બન્યું. જોહરી ગામ વિશે કોઈને કંઇક કહેવું હોય, તો તે કહેતા, કે તે જ જોહરી જ્યાં શૂટર દાદી રહે છે. ગામના લોકો અને પરિવારજનો હવે ચન્દ્રો દાદી પર ગર્વ અનુભવે છે. ટોણા મારવાવાળા લોકો પણ હવે સંકોચ અનુભવવા લાગ્યા હતા કારણકે દાદી એ તે કરી બતાવ્યું હતું કે જે કોઈ જુવાન ઉમર માં પણ ના કરી શકે.

દાદી ની કેટલીક શાનદાર જીતો

image source

તેની નિયમિત પ્રેક્ટિસના લગભગ બે વર્ષ બાદ, તેને દિલ્હીમાં યોજાયેલી શૂટિંગ સ્પર્ધા મા ભાગ લેવાનો મોકો મળ્યો. આ સ્પર્ધામાં, તેની દિલ્હીના તત્કાલીન ડીઆઈજી સાથે હરીફાઈ કરવાની નોબત આવી હતી તમે માનશો નહીં કે આ મેચમાં, દાદીમાએ ડીઆઈજી ચારો ખાને ચિત્ત કરી ને પોતાની જીત નો ડંકો વગાડી દીધો હતો તેઓ કહેતા હતા કે આ તો ફક્ત શરૂઆત છે. આપણે હજી બહુ દૂર જવું પડશે છેક ત્યાં સુધી કે દરેક જણ કહેશે મારી એક પુત્રી હોવી જોઈએ.

image source

આ જીત પછી દાદીના પગ થોભ્યા નહિ . અને તે સતત ઘણી સ્પર્ધાઓમાં ભાગ લેતા રહયા અને જીતતા રહ્યા . તેમણે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં લગભગ 25 મેડલ જીતીને રેકોર્ડ બનાવ્યો હતો . તેણે કોઈમ્બતુર અને ચેન્નાઇમાં પણ સિલ્વર મેડલ જીત્યા હતા. વધતી જતી ઉંમર ક્યારેય તેમના માટે અવરોધરૂપ સાબિત થઈ નથી

image source

2009 ના આસપાસ હરિયાણા ના સોનપત માં આયોજિત ચૌધરી ચરણસિંહ મેમોરિયલ પ્રતિભા સન્માન સમારોહમાં તેમને સોનિયા ગાંધી ના હસ્તક સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય તાજેતરમાં જ તેને મેરઠનો સ્ત્રી શક્તિ સન્માન પૃરુસ્કાર એનાયત કરાયો હતો. તેમના ‘શૂટર દાદી’ અને ‘રિવોલ્વર દાદી’ ના નામ પર થી જ આપણને તેમની ગરીમાં અને માન નો અંદાજ આવી જાય છે.

બાળકોને દેશ માટે તાલીમ આપે છે

image source

આજે, ચન્દ્રો તેમના આસપાસના ઉપરાંત દૂર-દૂરના વિસ્તારો ના બાળકોને પણ તાલીમ આપે છે. તેમના ઘણા બાળકો આજે રાષ્ટ્રીય કક્ષાએ રમી રહ્યા છે. ચંદ્રોની પુત્રી સીમા આંતરરાષ્ટ્રીય શૂટર છે. 2010 માં, રાયફલ અને પિસ્તોલ વર્લ્ડ લેવલે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા હતી. તેની પૌત્રી નીતુ સોલંકી આંતરરાષ્ટ્રીય શૂટર છે જે હંગેરી અને જર્મનીમાં શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લઇ ચૂકી છે.

image source

‘શૂટર દાદી’ ની એક વાત આપડે ધ્યાનમાં લેવી જોઈએ. તેણે શૂટિંગના કૌશલ્ય થી ઘણી ઉચાઈઓને સ્પર્શ કરી હશે, પરંતુ આજે પણ તે પહેલાની જેમ સરળતા અને સાદાઈ ભર્યું જીવન જીવે છે તેઓએ ક્યારેય તેમના ગામની સંસ્કૃતિ અને પહેરવેશ ને પોતાના થી દૂર થવા દીધાં નથી. તે હજી ગામમાં રહે છે. તે તેના પૌત્રોની સંભાળ રાખે છે. ઉપરાંત, જો જરૂરી હોય તો, તે ઘરના કામોમાં પણ ભાગ લે છે. તે યુવા પેઢી અને ખાસ કરીને મહિલાઓ માટે પ્રેરણારૂપ છે, જે હજી પણ ઘરની દિવાલોની બહાર જવું એક પાપ માને છે

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ