મારુતિ સુઝુકીની આ કાર માર્કેટમાં મચાવે છે ધૂમ, કારનું વેંચાણ વધ્યું 400 ગણું, જાણો આ પાછળનું કારણ

દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકીએ CNG મોડલની કારોમાં 31 ટકા વધુ વેંચાણ નોંધ્યું છે. એપ્રિલ અને નવેમ્બર 2019 દરમિયાન વેંચાણનો આંકડો 55,071 હતો જે હવે એપ્રિલ અને નવેમ્બર 2020 દરમિયાન વધીને 71,990 થયો હતો. વધુ પડતું વેંચાણ દિલ્હી, ગુજરાત મહારાષ્ટ્ર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં થયું હતું. એવું એટલા માટે કે આ રાજ્યોમાં CNG ની મૂળભૂત સુવિધાઓ મજબૂત છે જેથી લોકો CNG વાહન લેવામાં અચકાતા નથી કારણ કે તેઓ જાણે છે કે તેમને CNG પંપ શોધવા નહીં પડે. જ્યારે દૂરના વિસ્તારોમાં CNG પંપ ભાગ્યે જ જોવા મળે છે જેથી ત્યાંના સ્થાનિક લોકો CNG વાહનો નથી ખરીદતા.

આ 6 કારોમાં છે ફેકટરી ફિટિંગ CNG કીટ

image source

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ પાસે પોતાના પોર્ટફોલિયોમાં 14 વાહનો છે જેમાંથી 6 વાહનો એવા છે જેમાં કંપની ફિટિંગ CNG કીટનો વિકલ્પ આપવામાં આવે છે. જે વાહનોમાં CNG કીટ ઉપલબ્ધ છે તેમાં Ertiga, Alto, Eeco, S-Presso, WagonR અને Celerio નો સમાવેશ થાય છે. કંપનીએ પોતાના Ignis, S-Cross, Vitara Brezza અને XL6 જેવા પ્રીમિયમ વાહનો પર હજુ સુધી CNG નો વિકલ્પ નથી આપ્યો.

કેટલું વેંચાણ વધ્યું

image source

મારુતિ સુઝુકીની સૌથી લોકપ્રિય CNG કાર આર્ટિગા છે જેના વેંચાણમાં 415 ટકાનો વધારો થયો છે. આર્ટિગાનું વેંચાણ 2019 માં 3,324 યુનિટ હતું જે વધીને 2020 માં 17,109 યુનિટ થયું હતું. આ એના કારણે જ છે કે આર્ટિગાને ટુઅર એમ CNG વેરીએન્ટમાં વેંચવામાં આવે છે જે કોમર્શિયલ ઉપયોગ માટે કામમાં લેવાય છે. વેગન આર ના CNG વેરીએન્ટના વેંચાણમાં 13 ટકાથી વધુ વધારો થયો હતો.

image source

2019 માં CNG વેગન આરનું વેંચાણ 25,144 યુનિટ્સ હતું જે 2020 માં વધીને 28,308 યુનિટ્સ થયું હતું. મારુતિની અન્ય બે કાર સેલેરીયો અને અલ્ટો 2020 એ પોતાના 2019 ના વેંચાણ આંકડાને 2020 માં પણ યથાવત રાખ્યો હતો. એપ્રિલ નવેમ્બર 2019 માં સેલેરિયોના 1,412 યુનિટ્સ વેંચાયા હતા જ્યારે એપ્રિલ નવેમ્બર 2020 માં સેલેરિયોના 10,990 યુનિટ્સ વેંચાયા. તો મારુતિ અલ્ટોના 2019 માં 3,542 યુનિટ્સ અને 2020 માં 3,195 યુનિટ્સ વેંચાયા હતા.

આ કારણે વધી CNG ગાડીની માંગ

image source

CNG વાહનોની માંગ અચાનક વધી જવા પાછળના કારણો પૈકી એક કારણ સતત વધી રહેલા પેટ્રોલના ભાવ પણ છે. નોંધનીય છે કે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 84.70 પ્રતિ લીટર છે અને મુંબઈમાં તેની કિંમત 91.8 રૂપિયા પ્રતિ લીટર છે. તેની સરખામણીએ CNG ગેસની કિંમત લગભગ 45 રૂપિયા પ્રતિ કિલો છે અને તેમાં માઇલેજ પણ સારી મળે છે. મારુતિ પાસે પોતાના લાઈન અપમાં વર્તમાનમાં ડીઝલ એન્જીન નથી કારણ કે તેઓએ વિચાર્યું હતું કે BS6 ઉત્સર્જન માપદંડ બાદ ડીઝલ એન્જીનનું વેંચાણ ઘટી જશે. આંકડાઓ પર નજર નાખીએ તો જાણવા મળે છે કે વેંચાણમાં થોડા સમય માટે મંદી આવી હતી પણ લોકો હજુ પણ ડીઝલ એન્જીન ખરીદી રહ્યા છે.

ડીઝલ કારોની માંગ પણ છે યથાવત

image source

ઉદાહરણ તરીકે ગત વર્ષમાં લોન્ચ થયેલી હ્યુન્ડિયા ક્રેટાનું 60 ટકા બુકીંગ ડીઝલ એન્જીન માટે થયું હતું. બજારમાં બદલતા ટ્રેન્ડને જોઈ મારુતિ સુઝુકી 2021 ના અંત સુધીમાં પોતાના 1.5 લીટર ડીઝલ એન્જીનને ફરી પરત લાવવા મથી રહી છે. મારુતિ સુઝુકી 5 લાખથી વધુ ડીઝલ વાહનોનું વેંચાણ કરી ચુકી છે. જે એન્જીનને તે આર્ટિગા સાથે બજારમાં પરત લાવવા ઈચ્છે તે એન્જીન 98 bhp નો પાવર અને 225 Nm નો પિક ટોર્ક જનરેટ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ