શીંગ વેંચનારના પુત્રે કરી કમાલ, 1:58 મિનિટમાં બોલી નાખ્યા 196 દેશોના નામ, અને બનાવ્યો રેકોર્ડ

તમે બે મિનિટમાં કેટલા દેશોના નામ લગલગાટ રીતે બોલી શકો ? કદાચ 10 કે 15 અથવા વધી વધીને 20 દેશોના નામ. પણ તમને જાણીને નવાઈ લાગશે કે એક મિનિટ અને 58 સેકન્ડમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં નોંધાયેલા બધા જ દેશોના નામ બોલી શકતા ઉત્તરાખંડના ઉદ્યમસિંહનગર જિલ્લાના 15 વર્ષીય અભિષેક ચંદ્રાનું નામ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે.

image source

રમ્પુરાના વોર્ડ નંબર 23 મલિન બસ્તિ ખાતે રહેતા અભિષેક ચંદ્રાના પિતા રાજકુમાર ચંદ્રા ગાંધી પાર્કમાં શીંગ વેંચવાનો ધંધો કરે છે. ચંદ્રા પરિવારની આર્થિક હાલત બહુ સારી ન હોવાથી અભિષેકના પિતા દીકરાના ટ્યુશનનો ખર્ચ નીકળી શકે તે માટે સવારમાં ઘરે ઘરે અખબારો પહોંચાડવાનું કામ પણ કરે છે. ઉલ્લેખનીય છે કે તેનો પુત્ર એટલે કે અભિષેક ચંદ્રા આદિત્યનાથ ઝા ઇન્ટર કોલેજમાં ધોરણ 11 માં અભ્યાસ કરે છે.

image source

અભિષેક ચંદ્રાએ જણાવ્યું કે અમર ઉજાલા અખબારમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતી કોથમીર ઉગાવવાના એક સમાચારે તેને ઉપરોક્ત રેકોર્ડ બનાવવા માટે પ્રેરણા પુરી પાડી. ત્યારબાદ તેણે કોઈને કોઈ રેકોર્ડ બનાવવાનું નક્કી કર્યું. આ દરમિયાન લોકડાઉન થવાથી તેણે વિશ્વના દેશોના નામ મોઢે યાદ રાખવાનું શરૂ કર્યું.

image source

ધીમે ધીમે શરૂ કરતાં બહુ ઓછા સમયગાળામાં જ તેણે અનેક દેશોના નામ યાદ કરી લીધા. ત્યારબાદ અભિષેકે ઇન્ટરનેશનલ બજક ઓફ રેકોર્ડને પોતાના આ રેકોર્ડને નોંધવા માટે ફોર્મ ભર્યું અને વ્હોટ્સએપ દ્વારા પોતાના યાદ રાખેલા દેશોના નામનો એક વિડીયો બનાવીને પણ મોકલ્યો હતો.

ઈન્ટરનેટમાં યોગ્ય ઉપયોગથી મળી મદદ

image source

રેકોર્ડ માટે અરજી કર્યા બાદ અભિષેક ચંદ્રાના રેકોર્ડની ચાર ચરણમાં પસંદગી કર્યા બાદ અધિકારીઓએ તેના રેકોર્ડને વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સમાં નોંધ્યો હતો. તેના વીડિયોને સંસ્થાએ પોતાની યુટ્યુબ ચેનલ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. અને અભિષેક ચંદ્રાને રેકોર્ડ સ્થાપિત કરવા બદલ પ્રમાણપત્ર અને મેડલ પણ એનાયત કર્યા હતા.

image source

આખો દિવસ મોબાઈલમાં ઓનલાઇન ગેમ્સ અને સોશ્યલ મીડિયા પર રચ્યા પચ્યા રહેતા યુવાઓ માટે અભિષેક ચંદ્રા કહે છે કે ઇન્ટરનેટના યોગ્ય ઉપયોગથી દુનિયામાં સફળતા મેળવી શકાય છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરીને લોકો નવા હુન્નર પણ શીખી શકે છે. અભિષેકે હાઈસ્કૂલમાં 89.4 ટકા મેળવ્યા હતા અને ભવિષ્યમાં તે એન્જીનીયર બનાવનું સ્વપ્ન ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ