સૌથી વધુ વજન ઉપાડી શકતું આ જોરદાર સ્કૂટર થયુ લોન્ચ, કિંમત અને ફિચર્સ જાણીને તમે પણ નોંધાવી દેશો

ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનોની માંગ વધી રહી છે. અલગ અલગ ઓટોમોબાઇલ કંપનીઓ ઇલેક્ટ્રિક સ્કુટર્સ રજૂ પણ કરી રહી છે. ત્યારે દેશની ટોચની ઇલક્ટ્રિક વાહન નિર્માતા કંપની Okinawa (ઓકીનાવા) એ લોકલ માર્કેટમાં નવું ઓકીનાવા ડ્યુલ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. ઓકીનાવા ડ્યુલ અત્યાધુનિક ટેકનોલોજી અને વિશેષતાઓથી સજ્જ છે અને તેને ખાસ કરીને વજનદાર વસ્તુઓ લાવવા લઈ જવા માટે તૈયાર કરાયું છે. આ સ્કૂટર વિશેષ કરીને ચીજવસ્તુઓની ડિલિવરી કરતી કંપનીઓની જરૂરત પુરી કરવા ઉપયોગી બનશે. આ સ્કુટરની શરૂઆતી કિંમત 58,998 રૂપિયા છે.

શું છે આ ઇલક્ટ્રિક સ્કુટરની ખાસિયત

image source

દ્વિચક્રી ઇલેક્ટ્રિક વાહનોમાં સૌથી વધુ વજન ઉપાડી શકવાની ક્ષમતા ધરાવતા ઓકીનાવાએ પોતાનું ઓકીનાવા ઇલેક્ટ્રિક સ્કૂટર ડ્યુલ રજૂ કર્યું છે. આ સ્કુટરમાં આગળ અને પાછળ એમ બન્ને બાજુએ વજનદાર વસ્તુઓ રાખી શકાય તેવી વ્યવસ્થા છે અને આ પ્રકારની શ્રેણીમાં ઓકીનાવા એકમાત્ર ઇલેક્ટ્રિક સ્કૂટર છે. કોમર્શિયલ ઉપયોગ સિવાય ખાસ કરીને ગેસ સિલિન્ડર, હાર્ડવેર સામાન, પાણીના કેન જેવી ભારે ભરખમ વસ્તુઓ સહિત અનાજ, દવાઓ અને કોલ્ડ સ્ટોરેજ જેવી વસ્તુઓ પણ લઇ જાય શકાય છે. આ માટે સ્કુટરમાં ડિલિવરી બોક્સ, ખસેડી શકાય તેવા ક્રેટસ, દવાઓ માટે કોલ્ડ સ્ટોરેજ બોક્સ, સિલિન્ડર કેરિયર, લેબ ઓન વહીલ્સ પણ છે. જેના કારણે આ વસ્તુઓને સુલભ અને સરળ રીતે જે તે જગ્યાએ પહોંચાડી શકાય છે.

ચલાવવા માટે લાયસન્સ જરૂર નથી

image source

ભારતીય રસ્તાઓ પર ટેસ્ટ કરાયેલા ઓકીનાવા ડ્યુલમાં 250 વોટની ઇલેક્ટ્રિક મોટર લગાવવામાં આવી છે. જેનાથી એ 25 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. તેની ગતિ ઓછી હોવાના કારણે તેને ચલાવવા માટે લાયસન્સ લેવાની પણ જરૂર નથી રહેતી. 75 કિલોનો વજન ધરાવતા ઓકીનાવા ડ્યુલના આગળના વહીલમાં ડિસ્ક બ્રેક અને પાછળ વહીલમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે.

બેટરી ચાર્જિંગ

image source

ચાર્જીંગમાં સરળતા માટે કંપનીએ 48 વોટ 55 એએચની ડીટેચેબલ બેટરી આપી છે જેને દોઢ કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે અને ફૂલ ચાર્જ કરવા માટે 4 થી 5 કલાકનો સમય લાગે છે. એક વખત ફૂલ ચાર્જ કરી લીધા બાદ આ સ્કૂટર 130 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. લી-આયન બેટરી પેક હોવાથી આ બેટરી ઝડપથી ચાર્જ થાય છે અને B2B ઉપયોગ માટે આ ભરોસાપાત્ર સ્કૂટર છે.

image source

ઓકીનાવા ડ્યુઅલ B2B EV બજારમાં જબરદસ્ત હલચલ મચાવનાર દ્વિચક્રી વાહન છે. તેને ગ્રાહક પોતાના અંગત ઉપયોગ માટે પણ ખરીદી શકે છે. અંગત ઉપયોગ માટે કંપની તેમાં વધારાનું પુશ ટાઈપ પીલિયન (પાછળ બેસનારા માટે સીટ ખસેડી શકાય તેવી) સુવિધા, લોઅર 48 મી 28 HH બેટરીની સુવિધા આપે છે. જેને 45 મિનિટમાં 80 ટકા તથા 2 થી 3 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. અને એક વખત ફૂલ ચાર્જ થયા બાદ તે 60 કિલોમીટરનું અંતર કાપી શકે છે.

ફીચર્સ

image source

વાહનચાલકને વધુમાં વધુ સુવિધા મળે તે માટે ઓકીનાવા ડ્યુલમાં રિમોટ સંચાલન, સાઈડ ફૂટરેસ્ટ, હાર્ડ મેટ ડિઝાઇન જેવી સવલતો પણ છે. ફોન હોલ્ડર, ચાર્જીંગ પોર્ટ, વોટર બોટલ કેરિયર જેવી અમુક સામાન્ય સુવિધાઓ પણ આ સ્કુટરમાં અપાય છે. ઓકીનાવા ઓટોટેક બેટરી પર 3 વર્ષની વોરંટી અને પાવરટ્રેન પર 3 વર્ષ અથવા 30,000 કિલોમીટર (જે પહેલા થાય તે) ની ગેરંટી મળે છે. ઓકીનાવા ડ્યુલ તમે ઓકીનાવાના આખા ભારતમાં આવેલા પ્રમાણિત ડિલરો પાસેથી અથવા સ્ટોર્સ પરથી ખરીદી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ