મનોકામના પૂર્ણ કરવા માટેના આ સૌથી સરળ મંત્રો છે…જાણો અને કરો શરૂઆત…

શ્રાવણ માસ શિવભક્તો માટે આનંદ અને ઉત્સાહ લઈને આવે છે. આ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે અને શિવાલય ભક્તોથી છલોછલ જોવા મળવા પણ લાગ્યા છે. લોકો સવારે પૂજા કરવાની સાથે સંધ્યા સમયે આરતીનો લાભ પણ લેતાં હોય છે. પરંતુ કેટલાક લોકો પાસે એવો સમય હોતો નથી કે તેઓ પૂજા અથવા આરતી કરવા મંદિર જઈ શકે. તેઓ માત્ર ભગવાનના દર્શન કરી અને નાનકડાં એવા મંત્રનો જાપ ઘરે પણ કરી લે તો તેમને વ્રત કર્યા સમાન ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો પવિત્ર શ્રાવણ માસમાં જાપ કરવા માટેના સૌથી સરળ અને પ્રભાવી મંત્રો વિશે તમે પણ જાણી લો.

ॐ નમ: શિવાય

પ્રૌં હ્રીં ઠ:

ઉર્ધ્વ ભૂ ફટ્

ઈં ક્ષં મં ઔં અં

નમો નીલકઠાંય

ॐ પાર્વતીપતયે નમ:

ॐ હ્રીં હ્રૌં નમ: શિવાય

ॐ નમો ભગવતે દક્ષિણામૂર્તેય મહ્યં મેધા પ્રયચ્છ સ્વાહા

ઉપરોક્ત મંત્ર ખૂબ જ સરળ હોવાથી યાદ રાખવામાં સમસ્યા નહીં થાય. આ મંત્રનો જાપ મંદિરમાં જ બેસીને કરવો પણ જરૂરી નથી. સવારના સમયે કામ પર જતી વખતે ભગવાનના દર્શન કરી મંત્ર જાપ શરૂ કરવો અને દિવસ દરમિયાન જ્યારે પણ સમય મળે મંત્ર જાપ શરૂ કરી દેવા. મંત્રોના પ્રભાવથી શિવકૃપા સદા તમારા પર વરસતી રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ