એક કિલો ચાની કિંમત છે 75000 રૂપિયા… આપણા દેશમાં ઉગાડવામાં આવે છે આ ખાસ ચા…

ભારતમાં લગભગ દરેક ઘરમાં સવાર એ જ રીતે પડે છે જ્યારે રસોડામાંથી ગરમ ગરમ ચા ની તાજગીભરી ખુશ્બુ આવે. સવારની ચા નો એક એક ઘૂંટડો ભારતીયોમાં તાજગી ભરી દે છે. આપણે ચા ની વાત કરીએ અને અસમ રાજ્યનો ઉલ્લેખ ન કરીએ એવું તો બને જ નહીં કારણ કે અસમ ચા નું નોંધપાત્ર ઉત્પાદન કરતું રાજ્ય છે અને અહીં અનેક પ્રકારની ચા ની ખેતી થાય છે. તાજેતરમાં જ અસમમાં થતી દુર્લભ પ્રકારની ચા ને સ્થાનિક હરરાજી કેન્દ્ર પર 75000 રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ ભાવે વેંચવામાં આવી હતી.

image source

આ અંગેની વિસ્તૃત વિગત મુજબ મનોહારી ગોલ્ડ ચા એ ખાસ પ્રકારની દુર્લભ ચા છે. આ ચા ને ગુવાહાટી ચા હરરાજી કેન્દ્રમાં 75000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચવામાં આવી હતી. આ સાથે જ મનોહારી ગોલ્ડ ટી અસમ રાજ્યમાં આ વર્ષે સૌથી ઊંચી કિંમતે વેંચાયેલી ચા બની છે. આ ખાસ અને દુર્લભ પ્રકારની ચા ની ખેતી કરનાર મનોહારી ટી સ્ટેટના કહેવા મુજબ આ વર્ષે આ ચા ની ફક્ત 2.5 એટલે કે અઢી કિલો જ ઉપજ થઈ છે અને કુલ ઉપજમાંથી માત્ર 1.2 કિલો ચા ની જ હરરાજી કરવામાં આવી છે.

image source

મનોહારી ટી સ્ટેટના ડાયરેક્ટર રાજન લોહીયાના કહેવા મુજબ મનોહારી ગોલ્ડ ચા એક ખાસ પ્રકારની ચા ના પાન છે જેને સવારમાં પહોરમાં 4 થી 6 વાગ્યા દરમિયાન સૂરજના કિરણો તેના પર પડે તે પહેલાં જ તોડી લેવામાં આવે છે. આ ચા ના પાનનો રંગ આછો મેલો પીળો હોય છે. એટલું જ નહીં આ ચા પોતાની ખાસ ખુશ્બુને કારણે પણ જાણીતી છે.

image source

અસમ રાજ્યમાં મનોહારી ગોલ્ડ ટી ની ખેતી 30 એકરમાં કરવામાં આવે છે. આ ચા ના છોડવામાંથી પત્તાની સાથે સાથે કળીઓને પણ તોડવામાં આવે છે અને બાદમાં તેના પર ફ્રમેન્ટેશનની પ્રોસેસ હાથ ધરાય છે. ફ્રમેન્ટેશન દરમિયાન ચા ના પાનનો રંગ બદલાઈને ભૂરો થઈ જાય છે. ત્યારબાદ તેને સૂકવવા માટે રાખવામાં આવે છે ત્યારે વળી તેના પાનનો રંગ સોનેરી થઈ જાય છે.

image source

ડેક્કન હેરાલ્ડના અહેવાલ.મુજબ લોકડાઉન, ચોમાસુ અને પુરના કારણે અસમના ચા ના બગીચાઓ પર વિપરીત અસર પડી છે અને ચા સાથે જોડાયેલા આ ઉદ્યોગને આ વર્ષે લગભગ 1 હજાર કરોડનું નુકશાન થયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ