આખરે અમેરિકાની ગાદી સંભાળનાર મળી ગયાં, ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને જો બાઈડન બન્યા 46માં રાષ્ટ્રપતિ

ડોનાલ્ડ ટ્રંપને હરાવીને જો બાઈડન બની ગયા છે અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપતિ, જયારે કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે.

જો બાઈડન (Joe Biden) અમેરિકાના નવા રાષ્ટ્રપતિ (America President) બનવાના છે. અમેરિકામાં યોજવામાં આવેલ રાષ્ટ્રપતિની ચૂંટણીની મત ગણના પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકાની ન્યુઝ એજંસીના જણાવ્યા મુજબ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડનએ પોતાના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રંપને ૨૯૦ ચૂંટણી મતથી હરાવી દીધા હતા. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રંપને ૨૧૪ મત મળ્યા હતા. જયારે જો બાઈડનને બહુમત મેળવવા માટે ૨૭૦ ચૂંટણી મતની આવશ્યકતા હતી.

image source

પ્રાપ્ત એહવાલમાં જણાવ્યા પ્રમાણે બેટલગ્રાન્ડ સ્ટેટ પેન્સિલ્વેનિયામાં વિજયી થઈ ગયા ત્યાર પછી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, જો બાઈડન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે. જો બાઈડન અમેરિકા દેશના ૪૬મા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. ત્યારે મૂળ ભારતીય કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે.

image source

અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી ગયા પછી જો બાઈડનએ ટ્વીટ કર્યું છે કે, ‘અમેરિકા, હું ખુબ જ સન્માનનો અનુભવ કરું છું કે, આપે મને દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યો છે. જો કે, આપણુ આગળનું કામ ઘણું મુશ્કેલ બની શકે છે, પરંતુ હું આપને વચન આપું છું કે, હું તમામ દેશવાસીઓનો રાષ્ટ્રપતિ બનીશ એ પછી ભલે આપે મને મત આપ્યો ના હોય. આપે મારામાં દર્શાવેલ વિશ્વાસને હું પૂર્ણ કરીશ.

જો બાઈડન કોણ છે?

જો બાઈડનનું પૂરું નામ જોસેફ રોબનેટ બાઈડન જુનિયર છે. જો બાઈડનનો જન્મ તા. ૨૦ નવેમ્બર, ૧૯૪૨ ના રોજ અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના સ્ક્રેટનમાં થયો હતો. જો બાઈડનના પિતા મૂળ કેથોલિક આઈરીશ હતા. જો બાઈડનના પિતાનું નામ જોસેફ રોબનેટ બાઈડન હતું, જયારે જો બાઈડનની માતાનું નામ કેથરિન યુજીન ફીનનેગન હતું. જો બાઈડનના પરિવારમાં તેમની સાથે મળીને ત્રણ ભાઈ અને એક બહેન હતા.

બધા ભાઈ- બહેનોમાં જો બાઈડન સૌથી મોટા ભાઈ હતા. જો કે, બાઈડન પરિવારની આર્થિક સ્થિતિ સારી હતી નહી પરંતુ પછીથી જયારે જો બાઈડનના પિતા જોસેફ રોબનેટ બાઈડન જ્યારથી એક કાર સેલ્સમેન બની ગયા હતા ત્યાર પછીથી તેમના ઘરની આર્થિક સ્થિતિમાં બદલાવ આવ્યો.

અમેરિકા દેશમાં હવે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે ઉપરાંત ચૂંટણીની મત ગણતરી પણ થઈ ગઈ છે જેના પરિણામ એવું આવ્યું છે કે, જો બાઈડનએ આ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તીરકે ભાગ લીધો છે ત્યારે ડોનાલ્ડ ટ્રંપએ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે. ત્યારે હવે જો બાઈડન, ડોનાલ્ડ ટ્રંપને હરાવીને અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપતિ બનવાના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ