શા માટે મંદિરમાં હંમેશા ખુલ્લા પગે પ્રવેશ કરવાનો હોય છે? શું તમે જાણો છો આ પાછળનું કારણ?

શા માટે મંદીરમાં ચપ્પલ પહેરીને પ્રવેશવામાં નથી આવતું – ચાલો તમને જણાવીએ તેની પાછળના ખાસ કારણો વિષે

આપણે અહીં દરેક ધર્મના દેવસ્થળો પર પગમાં પગરખાં પહેર્યા વગર જ પ્રવેશ કરવાનો રિવાજ છે. પછી તે મંદિર હોય, મસ્જિદ હોય કે ગુરુદ્વારા હેય કે પછી દેરાસર હોય. મોટા ભાગના બધા જ દેવસ્થાનોમાં શ્રદ્ધાળુઓ પગરખા પહેર્યા વગર જ પ્રવેશ કરે છે. મંદીરોમાં નગ્ન પગે પ્રવેશ કરવા પાછળ ઘણાબધા કારણો છે. દેવસ્થાનોનું નિર્માણ કંઈક એવી રીતે કરવામા આવે છે કે આ સ્થાન પર ઘણી જ સકારાત્મક ઉર્જા એકત્રિત થતી હોય છે.

image source

નગ્ન પગે મંદિરમાં પ્રવેશવાથી મંદીરમાં રહેલી ઉર્જા પગના માધ્યમથી તમારા શરીરમાં પ્રવેશે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ હોય છે. સાથે જ નગ્ન પગે ચાલવાથી એક્યુપ્રેશર થેરાપી પણ થાય છે અને એક્યુપ્રેશરના ફાયદા તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પણ આજકાલ મોટા ભાગના લોકો ઘરમાં પણ ચપ્પલ પહેરીને ફરે છે. અમે દેવસ્થાનોમાં જતા પહેલાં થોડી વાર માટે પણ જૂતા-ચપ્પલ જેવી ભૌતિક સુવિધાઓનો ત્યાગ કરીએ છીએ.

image source

આ ત્યાગને તપસ્યા તરીકે પણ જોવામાં આવે છે. જૂતા-ચપ્પલમાં લાગેલી ગંદકીથી મંદિરની પવિત્રતા ભંગ ના થાય, તે કારણસર આપણે ચપ્પલને મંદીરની બહાર કાઢીને જ પ્રવેશ કરવો જોઈએ.

image source

જ્યારે કોઈ વ્યક્તિએ જૂતા કે ચપ્પલ પહેર્યા હોય છે, ત્યારે તે વ્યક્તિનું માનસિક સ્તર એક ખાસ પ્રકારનો એટીટ્યૂડ ધરાવતું હોય છે. આપણા સમાજમાં માણસને તેના જૂતાથી ઓળખવામાં આવે છે. મંદિરની અંદર અમીર-ગરીબમાં કોઈ જ ફર્ક નથી હોતો. અહીં તે તફાવત મટી જાય છે. જૂતા અને ચપ્પલ ઉતારીને આપણે એક રીતે આપણી ઓળખ ઉતારી દઈએ છીએ અને ઇશ્વર પ્રત્યે આપણી જાતને સમર્પિત કરવાના ભાવથી સજ્જ થઈ જઈએ છીએ.

image source

મંદિરનું વાતાવરણ સાત્વિક હોવાના કારણે હંમેશા શીતળ બનેલું રહે છે. જ્યારે આપણે નગ્ન પગે મંદિરના પ્રાંગણમાં જઈએ છીએ ત્યારે ઠંડકને પગના માધ્યમથી આખા શરીરમાં અનુભવીએ છીએ. તેનાથી તન અને મન બન્ને શીતળતા અનુભવે છે. શસ્ત્રોમાં દર્શાવવામાં આવેલા આ બધા જ આધારોના કારણે મંદિરમાં જૂતા કે ચપ્પલ પહેરવામાં નથી આવતા. એમ પણ જૂતા ચપ્પલ વગર આપણું મન શાન્ત અને વાતાવરણની સાથે સાથે પોતાનાપણાનો ભાવ પણ અનુભવાય છે.

image source

મંદિરના પ્રાંગણને સામૂહિક આસ્થાને પ્રગટ કરવાનું કેન્દ્ર માનવામાં આવે છે. સભ્ય સમાજની કલ્પનાને ધ્યાનમાં રાખતા, આ મંદિરોમાં જવા અને કર્મકાંડ કરવાના પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. તેમાંનો એક બુનિયાદી નિયમ છે મંદિરમાં જૂતા કે ચપ્પલ વગર પ્રવેશ કરવો તે છે. આપણે બધા જ બાળપણથી આવું કરતા આવ્યા છીએ, જેનું કારણ છે આપણે મંદિરમાં જતા બાકી લોકોને પણ જૂતા વગર જ પ્રવેશતા જોયા છે. પણ ક્યારેય તેની પાછળના નક્કર કારણ વિષે તમે જાણવાનો પ્રયાસ નહીં કર્યો હોય પણ હવે અમે તમને તેની પાછળના કારણો જણાવી દીધા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ