કોરોના અંગે ઓલ પાર્ટી મીટિંગ: મોદીની મોટી જાહેરાત, આગામી સપ્તાહમાં વેક્સિન આવી જશે, ખાસ સોફ્ટવેર- નેટવર્ક તૈયાર

પીએમ મોદીએ જણાવ્યું છે કે, આવતા કેટલાક અઠવાડિયાઓમાં કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરી દેવામાં આવશે, સૌથી પહેલા કોરોના વાયરસની વેક્સિન બીમાર વૃદ્ધ અને હેલ્થ વર્કર્સને આપવામાં આવશે.

વ્યક્તિ નહી કોરોના થશે સમાપ્ત.:

image soucre

કોરોના વાયરસની વેક્સિન મળી ગયા પછી પહેલા ચરણમાં કોને વેક્સિન આપવામાં આવશે, તેના વિષે કેન્દ્ર સરકાર રાજ્યોના પ્રતિભાવો પર કામ કરી રહી છે. સૌથી પહેલા હેલ્થકેર વર્કર્સ, ફ્રંટ લાઈન વર્કર્સ અને પહેલેથી જ અન્ય બીમારી સામે લડી રહેલ વૃદ્ધ વ્યક્તિઓને આપવામાં આવશે. -પીએમ નરેન્દ્ર મોદી, ઓલ પાર્ટી મીટીંગમાં.

image source

કેન્દ્ર સરકાર દ્વારા આજ રોજ કોરોના વાયરસ વિષે ઓલ પાર્ટી મીટીંગ (સર્વપક્ષીય બેઠક) આયોજિત કરવામાં આવી હતી. વિડીયો કોન્ફરન્સની મદદથી આ મીટીંગનું આયોજન પીએમ નરેન્દ્ર મોદીની અધ્ય્ક્ષતા હેઠળ કરવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની વેક્સિન વિષે વાત કરતા કહ્યું હતું કે, હવે કોરોના વાયરસની વેક્સિન માટે વધારે રાહ જોવાની જરૂરિયાત નથી, કેટલાક અઠવાડિયામાં જ કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરી દેવામાં આવશે. વેક્સિન તૈયાર કરી શકતી કંપનીઓ સાથે ચર્ચા કરી લીધા પછી પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રથમ અને ઘણી મહત્વની મીટીંગ કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદી કોરોના વાયરસની વેક્સિનની તૈયારીઓ વિષે વિસ્તૃત રીતે વાત કરતા પોતાની વાત જણાવી છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, કેટલાક અઠવાડિયામાં જ કોરોના વાયરસની વેક્સિનને તૈયાર કરી દેવામાં આવશે, આ વેક્સિન સૌથી પહેલા બીમાર વૃધ્ધો અને હેલ્થ વર્કર્સને આપવામાં આવશે.

એક અઠવાડિયાથી કોરોના વાયરસની વેક્સિન વિષે પીએમ નરેન્દ્ર મોદી ખુબ જ સક્રિય રહ્યા છે. તા. ૨૮ નવેમ્બર, ૨૦૨૦ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ પુણેમાં આવેલ સીરમ ઇન્સ્ટીટયુટ, અમદાવાદની ઝાયડસ બાયોટેક પાર્ક અને હૈદરાબાદમાં આવેલ ભારત બાયોટેક ફેસે.ની મુલાકાત લેવાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૦ના રોજ વિડીયો કોન્ફરન્સની મદદથી જેનેવા બાયોફાર્મા, બાયોલોજીકલ ઈ અને ડૉ. રેડ્ડીઝની ટીમની સાથે ચર્ચા કરવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ તેઓને સલાહ આપતા કહ્યું હતું કે, સામાન્ય જનતાને કોરોના વાયરસની વેક્સિનની અસર વિશેની વાતો સરળ શબ્દોમાં સમજાવવા માટે વધુ પ્રયત્ન કરવામાં આવે.

પીએમ નરેન્દ્ર મોદીના ભાષણમાં મહત્વની બાબતો.

સફળતા મળવામાં કોઈ શંકા નથી.:

ભારતના વૈજ્ઞાનિકોને પોતાની સફળતા પર ભરોસો છે અને વૈજ્ઞાનિકોનો આત્મવિશ્વાસ મજબુત છે. દુનિયાની નજરમાં ઓછી કિમતની સાથે જ સૌથી સુરક્ષિત વેક્સિન પર છે. આવા સમયે સ્વાભાવિક વાત છે કે, આખી દુનિયાની દ્રષ્ટિ હાલમાં ભારત દેશ પર જ છે. અમદાવાદ, પુણે અને હૈદરાબાદમાં જઈને મેં જાતે જ જોયું છે કે કોરોના વાયરસની વેક્સિન મેન્યુફેક્ચરિંગ માટેની તૈયારીઓ કેવી ચાલી રહી છે. અંદાજીત ૮ જેટલી સંભવિત કોરોના વાયરસની વેક્સિન છે, જેની ટ્રાયલ હાલમાં જુદા જુદા તબક્કામાં પહોચી ગઈ છે, એનું ઉત્પાદન પણ ભારતમાં જ કરવામાં આવ્યું છે.

કોરોના વાયરસની વેક્સિન મત હવે વધારે રાહ જોવી પડશે નહી.

હાલમાં ભારત દેશમાં અલગ અલગ ૩ કોરોના વાયરસની વેક્સિનના ટ્રાયલ અલગ અલગ તબક્કામાં ચાલી રહી છે. એક્સપર્ટસનું એવું માનવું છે કે, આવનાર કેટલાક અઠવાડિયાઓમાં જ કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરી દેવામાં આવશે. વૈજ્ઞાનિકો દ્વારા ગ્રીન સિગ્નલ મળતાની સાથે જ ભારતમાં વેક્સિનેશન પણ શરુ કરી દેવામાં આવશે. ત્યારે સૌથી પહેલા કોને વેક્સિન આપવામાં આવશે આ વિષે કેન્દ્ર સરકાર રાજ્યો તરફથી મળતા સૂચનોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે. સૌથી પહેલા હેલ્થકેર વર્કર, ફ્રંટલાઈન વર્કર સહિત પહેલેથી જ ગંભીર બીમારીઓથી પીડાઈ રહેલ વૃદ્ધ વ્યક્તિઓને કોરોના વાયરસની વેક્સિન આપવામાં આવશે.

વિશ્વના અન્ય દેશોની તુલનામાં આપણે શ્રેષ્ઠ. </p.
કોરોના વાયરસની વેક્સિનના વિતરણ વિષે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ટીમ એકસાથે મળીને કામ કરી રહી છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ આપણે શ્રેષ્ઠ છીએ. હાલમાં ભારત દેશમાં વેક્સિનેશન માટે વિશ્વનું સૌથી મોટું અને અનુભવી નેટવર્ક છે. જે સૌથી વધારે જરૂરી છે, તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કોલ્ડ ચેઈનને મજબુત બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારત દ્વારા ખાસ સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેર કોરોના વાયરસની વેક્સિનના લાભાર્થીઓને સંબંધિત રીયલ ટાઈમની જાણકારી પ્રાપ્ત કરી શકે છે. કોરોના વેક્સિન સાથે સંબંધિત અભિયાનની જવાબદારી નેશનલ એક્સપર્ટ ગ્રુપને સોપવામાં આવી છે આ ગ્રુપ રાજ્ય સરકારોની સાથે મળીને પોતાનું કામ કરી રહી છે. રાષ્ટ્રીય અને સ્થાનિક આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને આ ગ્રુપ દ્વારા જ નિર્ણય લેવામાં આવશે.

કિમતનો નિર્ણય હજી બાકી છે.:

કોરોના વેક્સિનની કીમત વિષે પ્રશ્ન થવા સ્વાભાવિક બાબત છે. કેન્દ્ર સરકાર આ વિષે રાજ્ય સરકારો સાથે મળીને વાત કરી રહ્યું છે. આ નિર્ણય જનતાના સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા કરવામાં આવશે. ભારત દેશની ગણતરી હવે એવા દેશોમાં થઈ રહી છે જ્યાં દરરોજ કોરોના વાયરસનું ટેસ્ટીંગ વધવાની સાથે જ રીકવરી રેટમાં પણ વધારો થયો છે અને મૃત્યુ દરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં દેશમાં જેવી રીતે કોરોના વાયરસ સામે લડાઈ લડી રહ્યા છીએ તે દરેક દેશવાસીઓની ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરે છે. ભારત દેશે વિકસિત દેશોની સરખામણીએ ઘણી સારી રીતે લડત આપી છે.

અફવાઓથી દુર રહો.

image source

ભારત દેશ ફક્ત પોતાના દેશના નાગરિકોની ચિંતા નથી કરી રહ્યો, પરંતુ અન્ય દેશોને પણ પોતાના દ્વારા કરી શકાતી તમામ મદદની કામગીરી પણ કરી રહ્યા છે. ફેબ્રુઆરી- માર્ચ મહિનાના આશંકાઓથી ભરપુર વાતાવરણ માંથી બહાર લાવીને હાલમાં ડીસેમ્બર મહિનામાં વિશ્વાસ અને નવી આશાઓના વાતાવરણ વચ્ચે ભારત દેશે લાંબી મુસાફરી પૂરી કરી છે. હાલમાં જયારે કોરોના વાયરસની વેક્સિન તૈયાર થવાના આરે છે ત્યારે એવી લોક ભાગીદારી, સહયોગની આગળ પણ જરૂરિયાત રહેશે. આપે બધા અનુભવી સાથીઓના સૂચનને પણ સમયે સમયે આવી જ ભૂમિકા નિભાવશે. જયારે આટલા મોટાપાયે રસીકરણ અભિયાન ચાલશે ત્યારે ઘણી બધી અફવાઓ પણ સમાજમાં ફેલાવવામાં આવી શકે છે. જે જનહિત અને રાષ્ટ્રહિતની વિરુદ્ધ છે. આ જવાબદારી બધા જ પક્ષોની છે કે, દેશના નાગરિકોને જાગૃત કરીને અફવાઓથી બચાવે.

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે ૧.૩૯ લાખ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

image source

ભારત દેશમાં અત્યાર સુધીમાં ૯૫.૭૧ લાખ વ્યક્તિઓના કોરોના વાયરસથી સંક્રમિત થયા હોય તેવું નોંધવામાં આવ્યું છે. જેમાંથી ૯૦.૧૫ લાખ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. જયારે ૧.૩૯ લાખ દર્દીઓના કોરોના વાયરસના લીધે જ મૃત્યુ પામ્યા છે. જયારે હજી ૪.૧૪ લાખ કેસ સક્રિય રીતે વધી ગયા છે એટલે આટલા દર્દીઓની સારવાર હજી પણ ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ