વિશ્વનો પ્રથમ અદ્રશ્ય સેલ્ફી કેમેરા ફોન લોન્ચ, ફિચર્સ જાણીને તમને પણ થઇ જશે લેવાની ઇચ્છા

સ્માર્ટફોન્સ સાથે જોડાયેલી ટેક્નોલોજી ઝડપથી બદલાઈ રહી છે અને ફોલ્ડેબલ ડિસપ્લે ઉપરાંત કેમોરા સાથે જોડાયેલા ઇનોવેશન એકધારા બદલવામાં આવી રહ્યા છે. યુઝર્સને સ્મૂધ ફુલ-સ્ક્રીન એક્સેપીરિયન્સ કોઈ પણ જાતના પંચ-હોલ કે નોચ વગર આપવા માટે કંપનીઓ પોપ-અપ સેલ્ફી કેમેરા સેટઅપ ઓફ કરી રહી છે. ત્યાં, શાઓમી અને નોકિયા સહિતની કેટલીએ કંપનીઓ ડિસ્પ્લેની અંદર કેમેરા પર કામ કરી રહી છે. આ ટેકની સાથે ZTE ASxon 20 5G દુનિયાના પહેલા અંડર-ડિસ્પ્લે સેલ્ફી કેમેરા ફોન તરીકે લોન્ચ થઈ ગયો છે.

image source

સપ્ટેમ્બર મહિનામાં ચાઈનીઝ કંપની ZTE એ એક્સોન 20 5જી ચીનમાં લોન્ચ કર્યો હતો. આ ચાઇનીઝ માર્કેટમાં સેલ માટે અવેલેબલ છે પણ ગ્લોબલ માર્કેટમાં તે હજુ સુધી અનાઉંસ કરવામાં નથી આવ્યો. ZTEએ ગ્લોબલ માર્કેટમાં પણ એક્સોન 20 5જી માટે રિઝર્વેશન ઓફર કર્યું છે. જો તમે પણ દુનિયાનો આ પ્રથમ ઇનવિઝિબલ સેલ્ફી કેમેરા વાળો ફોન ખરીદવા માગતા હોવ તો તમારું ઇમેલ એડ્રેસ શેર કરીને તેનું રિઝર્વેશન કરાવી શકો છો. આ ડિવાઇઝનું શિપિંગ 21 ડિસેમ્બરથી શરૂ થશે. કંપનીએ ઇશારો કર્યો છે કે લિમિટેડ યુનિટ્સ જ હાલના સમયમાં અવેલેબલ રહેશે.

હાઇ-રિફ્રેશ રેટ વાળા ડિસ્પ્લે

image source

યુનાઇટેડ કિંગડમ, સાઉથ કોરિયા, મલેશિયા યુએઈ સહિત દુનિયાના 11 દેશમાં બાયર્સ આ ડિવાઇઝ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર એક્સોન 20 5જીની કીંમત હજુ સુધી બતાવવામાં આવી નથી પણ શિપિંગ પહેલાં તેના પરથી પરદો ઉઠી શકે તેમ છે. ફોનમાં 6.92 ઇંચનું OLED ડિસ્પ્લે આપવામા આવ્યું છે, જે 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. ફુલ-સ્ક્રીન વ્યૂ વાળા આ ડિસ્પ્લેમાં કોઈ પંચ હોલ કે નોચ કટઆઉટ નથી આપવામાં આવ્યો અને તેનું રિઝોલ્યૂશન 2460X1080 પિક્સલ છે. 10-bit કલર ડેપ્થ સપોર્ટ કરતા ડિસ્પ્લેમાં 240Hzનો ટચ સેંપલિંગ રેટ મળે છે.

64MP ક્વોડ કેમેરા સેટઅપ

image source

અંડર-ડિસ્પ્લે કેમેરા ઉપરાંત ZTE AXON 20 5Gમાં અલ્ટ્રા-થિન ડિઝાઈન આપવામા આવી છે અને ફોનની જાડાઈ માત્ર 7.98 MM જ છે. 198 ગ્રામ વજન વાળું આ ડિવાઇઝ અંડર સ્ક્રીન સ્પીકર અને અંડર સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામા આવ્યું છે.

image source

સ્નેપડ્રેગન 768જી પ્રોસેસરની સાથે તેમાં 8 જીબી સુધીની રેમ અને 30w ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ વાળી 4220mAh બેટરી પણ મળે છે. રિયર પેનલ પર 64 મેગાપિક્સલ પ્રાઇમરી સેંસરની સાથે 8 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ, 2 મેગાપિક્સલ ડેપ્થ અને 2 મેગાપિક્સલ મેક્રો લેંસવાળો ક્વોડ કેમેરા સેટઅપ પણ મળે છે. તેનો અંડર-ડિસ્પ્લે સેલ્ફી કેમેરા 32 મેગાપિક્સલનો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ