ભારતનું એક એવું મંદિર કે જ્યાં મળે છે સંતાન સુખનું વરદાન, જાણો ક્યાં આવેલું છે આ મંદિર?

મિત્રો, આપણો દેશ એ ધર્મ અને આધ્યાત્મ પર ચાલતો દેશ છે. અહી અનેકવિધ ધર્મના લોકો વાસ કરે છે અને તેના કારણે જ આપણા દેશમા તમને દરેક ખૂણે એક ધાર્મિક સ્થળ જોવા મળે છે. આ જુદા-જુદા ધાર્મિક સ્થળની પોતાની જ એક આગવી વિશેષતા હોય છે અને તેના અમુક વિશેષ નીતિ-નિયમો પણ હોય છે.

image source

દરેક વ્યક્તિ પોતપોતાની શ્રદ્ધા મુજબ જે-તે ધાર્મિક સ્થળની મુલાકાતે ઈશ્વરની શરણમા આવે છે અને તેમનુ વિશેષ પૂજન-અર્ચન કરી તેમને પ્રસન્ન કરીને પોતાની ઈચ્છા પૂર્ણ કરે છે. આજે અમે આ લેખમા તમને એક એવા દિવ્ય સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જ્યા ફક્ત દર્શન માત્રથી તમને સંતાનપ્રાપ્તિ થઇ શકે છે. તો ચાલો જાણીએ કયુ છે આ દિવ્યધામ?

image source

આપણા ભારતીય હિંદુ લોકોના મંદિરને ઉપાસના સ્થળ તરીકે પણ ઓળખવામા આવે છે. આ ઉપાસના સ્થળ ઈશ્વરના વિશેષ પૂજન-અર્ચન માટે નિશ્ચિત જગ્યા પર બનાવવામા આવ્યુ હોય છે. અહી દરેક વ્યક્તિ આવીને ઈશ્વરની આરાધના કરીને તેમની સામે પોતાની સમસ્યાઓ વ્યક્ત કરીને તેનુ નિરાકરણ મેળવે છે.

image source

જો તમે પણ છેલ્લા લાંબા સમયથી સંતાનપ્રાપ્તિ માટે ઠેર-ઠેર ભટકી રહ્યા છો તો આ લેખ તમારા માટે જ છે, આ લેખ છેલ્લે સુધી અવશ્યપણે વાંચજો. આપણા દેશમા તમને એવા અનેકવિધ ચમત્કાર જોવા મળશે કે, અમુક ઘરોએ ડોક્ટરની મદદથી નહિ પરંતુ, ઈશ્વરની પરમ કૃપાથી પારણા બંધાયા હોય એટલે કે ઘરમા નવા મહેમાનનુ આગમન થયુ હોય.

તામીલનાડુના વિલ્લુમ્પુરમાં સ્થિત ઇન્દુમ્બન મંદિર એક એવુ દિવ્ય ધામ છે કે, જ્યા જે કોઈપણ સ્ત્રી સંતાનપ્રાપ્તિની ઈચ્છાએ જાય છે તો તેમની આ ઈચ્છા તુરંત પૂર્ણ થઇ જાય છે. આ મંદિરના પૂજારીનુ એવુ કહેવુ છે કે, જે કોઈપણ આ મંદિરમા ઈશ્વરની શરણે આવે છે તેમની ફરિયાદ અવશ્યપણે પ્રભુ સાંભળે છે અને તેમની ફરિયાદોનુ નિરાકરણ લાવે છે.

image source

આ મંદિરમા દર્શન કરવા આવતા લોકો પોઅતાની સાથે એક વિશેષ ફળ લાવે છે, જે પ્રભુને અર્પણ કરવાથી અને ત્યારબાદ તેનુ સેવન કરવાથી તમારા તમામ દુઃખ-દર્દ દૂર થઇ જાય છે. આ મંદિર પણ જે વાત માટે ખુબ જ પ્રખ્યાત છે, તે છે અહી મળતો નીમ્બુનો પ્રસાદ. આ નીમ્બુના પ્રસાદને ખુબ જ ચમત્કારિક માનવામા આવે છે.

સૌથી વિશેષ વાત એ છે કે, અહીના નીમ્બુની ખરીદી માટે બોલીઓ લાગતી હોય છે. ઘણીવાર તો અહી એક નીમ્બુ ૬૦ હજાર રૂપિયામા લેવામા આવતુ હોય છે. આ નીમ્બુ મોટાભાગે એવા લોકો જ ખરીદતા હોય છે કે, જે નિઃસંતાન હોય છે. આ નીમ્બુની વિશેષતા એ છે કે, તે લાંબા સમય સુધી લીલુ રહે છે એટલે કે, સુકાતુ નથી. તો જો તમારી આસપાસ કોઈ દંપતી નિઃસંતાન હોય તો તેમને એકવાર આ મંદિરની મુલાકાત લેવા માટે અવશ્ય જણાવો, ધન્યવાદ!

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ