તસવીરોમાં જુઓ તો ખરા બોલિવૂડની આ અભિનેત્રીઓ કેટલા ફીટ કપડા પહેરવાની શોખીન છે…

એ વાતમાં કોઈ જ શંકા નથી કે હવે પહેલાની સરખામણીએ અભિનેત્રીઓ પોતાને વધારે ફીટ રાખે છે. સાથે સાથે તે ફેશનની બાબતમાં પણ ખૂબ આગળ રહે છે, જે તેમને ઇન્ડિયન સ્ત્રીઓ વચ્ચે સ્ટાઇલ ઇન્સ્પિરેશન બનાવી દે છે. આ બન્ને ફેક્ટર્સના કારણે હવે અભિનેત્રીઓ ક્યારેક ક્યારેક એવા વસ્ત્રોમાં પણ જોવા મળે છે જેને જોઇને લોકો વિચારમાં પડી જાય છે. એવું જ કંઈક બીટાઉન અભિનેત્રીઓની આ ટાઇટ ડ્રેસીસનું છે, જેના પર નજર પડતાં જ ખ્યાલ આવી જાય કે તેમાં તેઓ શ્વાસ કઈ રીતે લઈ શકતી હશે ?

મલાઈકા અરોરા

image source

મલાઈકા અરોરા પોતાની કર્વી બોડીને ફ્લોન્ટ કરવાનું ખૂબ પસંદ કરે છે અને તેના માટે તેણી હંમેશા બોડીકોન ડ્રેસીસ પહેરેલી જોવા મળે છે. આવો જ એક આઉટફીટ આ સિલ્વર ડ્રેસ હતો, જેની ડીપ કટ નેકલાઇન અને સ્લિટ ડિઝાઈન અભિનેત્રીને હદ કરતાં વધારે બોલ્ડ લૂક આપી રહ્યો હતો. અને ફિટિંગનું તો શું કહેવું ? મલાઇકાનો આ લૂક ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

દીપિકા પાદુકોણ

image source

બીટાઉનની સૌથી ફીટ એક્ટ્રેસીસમાંથી એક દીપિકા પાદુકોણ હાલના દિવસોમાં બેગી ક્લોથ્સના પ્રેમમાં છે પણ આ અભિનેત્રી હંમેશા એવા વસ્ત્રોમાં પણ જોવા મળે છે જે તેણીના કર્વ્સને કોમ્પ્લિમેન્ટ આપતા હોય. તસ્વીરમાં દેખાઈ રહેલો ઓરેન્જ અને બ્લેક રંગની એમ્બ્રોઇડરી વાળો બોડી કોન ડ્રેસ પણ આ લિસ્ટમાં છે. તેમાં દિપીકા કેટલી સુંદર દેખાઈ રહી છે, તેને તો તમે પોતે જ નોટિસ કરી શકો છો.

કેટરીના કૈફ

image source

કેટરીના કૈફ પોતે તો ફીટ રહેવા માટે કોણ જાણે કેટલા પ્રકારના વર્કાઉટ કરતી રહે છે. તેવામાં વળી તેણી પોતાની ટોન્ડ બોડી ફ્લોન્ટ કર્યા વગર કેવી રીતે રહી શકે. આ જ કારણ છે કે આ અભિનેત્રી માત્ર શોર્ટ ક્લોથ્સમાં જ નહીં પણ બોડીકોન ડ્રેસીસમાં પણ ઘણીવાર જોવામાં આવી છે. તેમાં તેણીનું ફિગર એટલું કમાલનું લાગે છે કે લોકો તેણી પરથી નજર પણ નથી હટાવી શકતા. હા એ અલગ વાત છે કે બીજાઓ માટે આ વસ્ત્રો પહેરવા એક પડકાર સમાન છે.

સામંથા અક્કિનેની

image source

સાઉથ ઇન્ડિયન ફિલ્મોની જાણીતી અભિનેત્રી સામંથા અક્કિનેનીની બોડી એવી છે, જેને જોઈને તમને પણ ઇર્ષા થઈ આવશે. ફિટનેસ લવર આ અભિનેત્રીને પણ સમયસમય પર એવા આઉટફિટ્સમાં જોવામાં આવે છે જેમાં તેણીની સુપર ટોન્ડ બોડીની ઝલક જોવા મળે છે. આવા જ એક ટૂ-પીસ ડ્રેસમાં તમે તેણીને આ તસ્વીરમાં જોઈ શકો છો. તેનું ફિટિંગ જોઈને સ્પષ્ટ છે કે તેને પહેરવા માટે એક ફીટ બોડી હોવી જરૂરી છે, જે સામંથા પાસે છે.

દિશા પાટની

image source

દિશા પાટનીને મોટે ભાગે એવા વસ્ત્રોમાં જ જોવામાં છે જેમાં તેણીની ટોન્ડ બોડીની ઝલક સ્પષ્ટ દેખાતી હોય. એવો જ એક આઉટફિટ મેરુન બેન્ડેજ ડ્રેસ હતો. આ બોડીકૉન આઉટફિટ એટલો વધારે ચુસ્ત હતો કે તેને જોયા બાદ તેને પહેરવા વિષે તો વિચારી પણ ન શકાય. તેનો અનુભવ તો આ અભિનેત્રીને જ થયો હશે. તેણીએ પોતે જ માન્યું હતું કે શોર્ટ ડ્રેસ તેણી માટે ઘણો વધારે ટાઇટ હતો.

અનન્યા પાંડે

image source

અનન્યા પાંડેની આ પિંક ડ્રેસ ચર્ચાનો વિષય બની હતી અને તેની પાછળ સૌથી મોટું કારણ આઉટફિટનું ટાઇટ ફિટિંગ હતું. પાર્ટીમાં આ બ્રાઇટ પિંક કલરની લેટેક્સ મેડ મિનિ ડ્રેસને પહેરીને પહોંચેલી આ યંગ એક્ટ્રેસ દેખાવે તો ખૂબ સુંદર લાગી રહી હતી પણ પણ જ્યારે સામાન્ય લોકોએ તેની આ તસ્વીર જોઈ તો પ્રશ્ન કરવા લાગ્યા કે આ કંઈક વધારે પડતો જ ટાઇટ ડ્રેસ નથી ?

જાહ્નવી કપૂર

image source

જાહ્નવી કપૂરને પણ સ્કિનફિટ ડ્રેસીસ ખૂબ પસંદ છે. આ આઉટફિટ્સમાંથી સૌથી વધારે તેણીની વાઇટ એન્ડ ન્યૂડ ટોન કલરની ડ્રેસીસે ચર્ચા ઉભી કરી હતી. આ ડ્રેસીસનું ફિટિંગ એટલુ બધું ટાઇટ હતું કે મનમાં એ પ્રશ્ન આવ્યા વગર ન રહે કે તેણીએ આટલો ટાઇટ ડ્રેસ પહેરીને તેમાં શ્વાસ કેવી રીતે લીધો હશે ? એટલું તો નક્કી છે કે તમારા અને અમારા માટે આવા આઉટફીટ પહેરવા લગભગ અશક્ય છે.

નોરા ફતેહી

image source

નોરા ફતેહી કર્વી ફિગરની માલિકણ છે અને તેમાં તેણી ખૂબ જ સુંદર પણ લાગે છે. આજકાલ આ અભિનેત્રી એવા વસ્ત્રોમાં જોવા મળે છે જેમાં તેણીના કર્વ્સ હાઇલાઇટ થતા હોય. તેણીના બે ઉદાહરણ તમે આ તસ્વીરમાં જોઈ શકો છો. એક સાઇડ પર નોરા વ્હાઇટ બોડીકોન ડ્રેસ પહેરેલી જોઈ શકાય છે તો બીજી સાઇડ પર તમે સ્કિનફિટ રેડ શિમરી ગાઉનમાં તેણીને જોઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત