એક ક્લિકે જાણી લો મંગળ, શનિ અને રવિવારના દિવસે કયા કામ ના કરવા જોઇએ…

આ પાંચ મુહૂર્તમાં લીધે ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી, તેમજ આ પાંચ મુહૂર્તમાં આપેલ ઋણ પણ પાછું મળી શકતું નથી. તો જાણીએ એવાં ક્યાં પાંચ મુહૂર્ત છે જેમાં ક્યારેય ઋણ લેવું કે ચૂકવવું જોઈએ નહીં…..

જ્યોતિષશાસ્ત્રમાં મુહૂર્તને ખૂબ મહત્વ આપવામાં આવે છે. જન્મથી લઈને મૃત્યુ સુધી આ ઉપરાંત ભારતના ધર્મ સમાજમાં મુહૂર્તનું ખૂબ નિષ્ઠાથી પાલન કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ક્યાં વારે, કઈ તિથિ કે નક્ષત્ર ક્યાં કામ માટે અનુકૂળ કે પ્રતિકૂળ છે આ વાત વિસ્તારથી જણાવવામાં આવી છે. ચાલો જાણીએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્યાં મુહૂર્તમાં ઋણની લેવડ-દેવડ કરવી જોઈએ નહીં.

image source

-વાર: ક્યારેય પણ મંગળવાર, શનિવાર અને રવિવારના દિવસે ઋણ લેવું જોઈએ નહીં. આ જ રીતે બુધવારના દિવસે ઋણ આપવું જોઈએ નહીં. બુધવારના દિવસે આપેલું ઋણ ડૂબવાની શકયતા વધી જાય છે.

-યોગ: વૃદ્ધિ યોગ, દ્વિપુષ્કર યોગ, ત્રિપુષ્કર યોગમાં લેવાયેલ ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી.

image source

-નક્ષત્ર: હસ્ત નક્ષત્રમાં લેવાયેલ ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી. માટે ભૂલથી પણ હસ્ત નક્ષત્રમાં ઋણ લેવું જોઈએ નહીં. પરંતુ હસ્ત નક્ષત્રમાં ઋણ ચૂકવવું સૌભાગ્ય અને વૈભવ લાવે છે. મૂળ, આદ્રા, જ્યેષ્ઠા, વિશાખા, કૃતિકા, ધ્રુવ સંજ્ઞાક નક્ષત્ર એટલે કે ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરા અષાઢ અને ઉત્તરા ભાદ્રપદ તેમજ રોહિણી વગેરે જેવા નક્ષત્રોનો પ્રયોગ કરવો જોઈએ નહીં.

image source

-લગ્ન: આ જ રીતે ચર લગ્નમાં ક્યારેય ઋણ આપવું જોઈએ નહીં. જો નક્ષત્રમાં ઋણ આપવામાં આવે તો ઋણ પાછું મળતું નથી. ચર લગ્નમાં પાંચમા અને નવમા સ્થાન પર શુભગ્રહ અને આઠમા સ્થાન પર કોઈ ગ્રહ હોવો જોઈએ નહીં, જો આમ ના થાય તો ઋણ પર ઋણ ચડતું જ રહે છે. ચર લગ્ન જેવા કે મેષ, કર્ક, તુલા અને મકરમાં ઋણ લેવાથી ખૂબ ઝડપથી ઉતરી જાય છે, પરંતુ આ ચર લગ્નમાં ક્યારેય કોઈને પણ ઋણ આપવું જોઈએ નહીં.

image source

– સંક્રાંતિ: વર્ષ દરમિયાન ૧૨ સંક્રાંતિઓ આવે છે. ઉત્તક બધી સંક્રાતિઓમાં ઋણની લેવડદેવડ કરવી જોઈએ નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ