જાણો તમારા બ્લડ ગ્રુપને આધારે તમારે કઇ રીતે કરવુ જોઇએ ડાયટ…

તમારા બ્લડ ગૃપ પ્રમાણે નક્કી કરો તમારું ડાયેટ પ્લાન; સ્વાસ્થ્ય માટે થશે ફાયદેમંદ…, જો તમને કોઈ એવું જણાવી દે કે તમારા શરીર માટે શું છે ફાયદાકારક અને શું ન ખાવું જોઈએ જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે અને કદી માંદા ન પડો, તો તમને એ કેવું લાગે?

જી હા, આજે અમે તમને એક એવી રીત બતાવીએ કે જેનાથી તમને તમારા ડાયેટ પ્લાનમાં શું ઉમેરવું જોઈએ અને શું કાઢી નાખવું જોઈએ જેથી તમારી તબીયત એકદમ સારી રહે અને તમારા શરીરને જોઈતા સ્વાસ્થ્ય વર્ધક તમામ પોષક તત્વો પ્રોટીન, વિટામિન અને જરૂરી ખનીજો મળી રહે.

image source

બ્લડ ગૃપ ઉપરથી નક્કી કરો શું ખાવું – પીવું જોઈએ? જાણો…

શું તમે જાણો છો કે બ્લડ ગ્રુપના આધારે ખાવા અને પીવાની ટેવને નક્કી કરીને તમે સ્વસ્થ રહી શકો છો? સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય પ્રકારનો આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા ભોજમાં લેવાતો આહાર પૌષ્ટિક હોવા સાથે, તેને સંતુલિત રાખવું પણ અતિ આવશ્યક છે. લોકોને અન્ન અને ભોજન સંબંધિત યોગ્ય માહિતી મળે તે સુનિશ્ચિત કરવાના હેતુથી દર વર્ષે વિશ્વ ફૂડ ડેની ઉજવણી કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક એવું અધ્યયન થયું છે કે જે તમારા બ્લડ ગૃપને ધ્યાનમાં લઈને તમારે કેવો ખોરાક ખાવો જોઈએ અને કેવાં પીણાં પણ પીવા જોઈએ તેની યોગ્ય માહિતી મળે છે. જેનાથી તમે સ્વસ્થ રહેવા માટેના યોગ્ય વિક્લપો મેળવી શકશો.

image source

દરેક બ્લડ ગૃપ કહે છે કંઈક જુદું…

દરેક રક્ત જૂથનો પોતાનો અલગ સ્વભાવ અને પ્રકૃતિ હોય છે. તેથી આપણો ખોરાક અને પીવાની ટેવો પણ આપણાં બ્લડ ગૃપ સાથે સંકળાયેલુ છે. અહીં, ચાર પ્રકારના રક્ત જૂથો છે: એ, બી, એબી અને ઓ. જેમાં પોઝીટીવ અને નેગેટીવ જેવા ભાગ પણ પડે છે. આ રીતે, તમારા બ્લડ ગૃપ વિશેની માહિતી તમે લેબોરેટરીમાંથી પરિક્ષણ કરાવીને તમારા ડોક્ટર્સને મળીને આ વિશે વધુ માહિતી એકત્રિત કરી શકો છો.

જાણો કયા બ્લડ ગૃપ માટે કયું પોષક તત્વ છે જરૂરી…

‘ઓ’ બ્લડ ગ્રુપ માટે પ્રોટીન શ્રેષ્ઠ છે…

image source

‘ઓ’ બ્લડ ગ્રુપના લોકોએ ઉચ્ચ પ્રમાણમાં પ્રોટીનવાળો આહાર લેવો જોઈએ. તેથી તમારા આહારમાં દાળ, ફણગાવેલાં કઠોળ, મગફળી, માંસ, માછલી, ફળો વગેરેનો સમાવેશ કરો. તમારા ખોરાકમાં અનાજ અને કઠોળની માત્રા સંતુલિત કરો.

‘એ’ રક્ત જૂથવાળા લોકો માટે શ્રેષ્ઠ આહાર…

‘એ’ રક્ત જૂથવાળા લોકોએ પણ તેમના આહારની વિશેષ કાળજી લેવી જોઈએ. આ રક્ત જૂથના લોકોએ લીલી શાકભાજી ઉપરાંત ટોફુ, સી ફૂડ અને કઠોળ પર વધુ ધ્યાન આપવું જોઈએ. જો તમે વજન ઘટાડવાનો વિચારી રહ્યા છો અને એવો આહાર શોધો છો જે તમને ચરબી નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે તો તમારે તમારા ભોજનમાં ઓલિવ ઓઇલ, ડેરી ઉત્પાદનો એટલે કે દૂધ અને તેમાંથી બનતું પનીર, ધી, માખણને આહારમાં લેવા જોઈએ. સાથે મકાઈ અને દરિયાઈ આહાર શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

‘એ’ રક્ત જૂથના લોકોએ શું ન ખાવું?

image source

એ બ્લડ ગ્રુપવાળા લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સંવેદનશીલ હોય છે, તેઓ જરા સરખા ચેપ લાગવાથી પણ બીમાર પડી જઈ શકે એમ છે. તેથી તેઓએ તેમના ખાવા પીવા પર વધુ ધ્યાન આપવું જોઈએ. આ જૂથના લોકોએ માંસાહાર ઓછું ખાવું જોઈએ કારણ કે તે પચવામાં વધુ સમય લે છે. જો તમે બ્લડ ગ્રુપના છો તો તમને ભારે ખોરાક ખાવાથી પેટની તકલીફો થઈ શકે છે.

‘બી’ બ્લડ ગૃપ…

image source

‘બી’ રક્ત જૂથવાળા લોકો અન્ય કરતાં વધુ નસીબદાર છે. જો તમારા બ્લડનો પ્રકાર બી છે તો તમારા માટે આ સારા સમાચાર હોઈ શકે છે. ખરેખર, આ રક્ત જૂથના લોકોએ તબીયતની વધારે ચિંતા કરવાની જરૂર નથી. તમે લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો અને માસાહાર ખાઈ શકો છો. તમારા લોહીનો પ્રકાર એવો છે જે ભારે ખોરાક વધુ સરળતાથી પચાવી શકે છે.

image source

આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં ખૂબ જ સારી પાચન ક્રિયા હોય છે જેના કારણે તેમના શરીરમાં ચરબી જમા થતી નથી. આ લોકોએ પુષ્કળ દૂધ અને તેમાંથી બનાવેલી વસ્તુઓ, ઇંડા વગેરેનું સેવન કરવું જોઈએ. ફક્ત ધ્યાનમાં રાખો કે તેમની ખાવાની ટેવ સંતુલિત હોવી જોઈએ.

‘એબી’ લોહીનો પ્રકાર…

image source

જો તમારા એબી લોહીનો પ્રકાર છે, તો પછી આહારમાં તમારે આ રીતે કાળજી લેવી જોઈએ. આ બ્લડ ગૃપ ‘એબી’ ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે. જે વસ્તુઓ ‘એ’ અને ‘બી’ ગૃપના લોકોને પરહેઝ કરવાનું કહેવામાં આવે છે, આ લોકોએ માસાંહાર અને ઇંડા ખાવામાં પણ વાંધો નથી રહેતો. સાથે દૂધ અને તેના ઉત્પાદનોને પણ સંતુલિત માત્રામાં ખાવું જોઈએ. તે જ વસ્તુઓ તેમને પણ ખાવામાં સાવધ રહેવું જોઈએ. એબી બ્લડ ગ્રુપવાળા લોકોએ વધુ ફળો અને શાકભાજી ખાવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ