ઘરના પુરુષ જો લેતા હોય પેનકિલર, તો આજે જ કરાવી દો બંધ કારણકે…

શરીરમાં થતા હલકા ફુલકા દર્દ માટે આપણે આજે તરત જ પેઇનકિલર લઈએ છીએ. આ પેઇનકીલરથી પુરુષોમાં નામર્દ બની શકે છે. જાણીએ એક્સપર્ટ શુ કહે છે.

આ ભાગદોડ ભરેલી ઝીંદગીમાં આપણને ઓફીસ સ્ટ્રેસ કે તાણના લીધે શરીરના અમુક ભાગમાં દુખાવો રહે છે તો આ દુખાવો દૂર કરવા આપણે વગર અચકાયે પેઇનકિલર કે એન્ટી બાયોટિક ઉપયોગમાં લઈએ છીએ. જેનાથી પુરુષો નામર્દીના શિકાર બની જાય છે.

image source

ગર્ભધારણની સમસ્યા કે વાઝ્યાપણાની ફરિયાદ મહિલાઓ અને પુરૂષો બન્નેને પ્રભાવિત કરી શકે છે. ક્યારેક ક્યારેક આ કુદરતી હોય છે. પણ ક્યારેક ક્યારેક આપ જે ડાયટ લો છો કે જે રૂટિનમાં દવા લો છો તેનાથી આપના પ્રજનન અંગ પ્રભાવિત થાય છે. માનસિક તાણ અને જિમ જેવા કેટલાક કારણો હોય છે જે વ્યક્તિની પ્રજનન ક્ષમતાને નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને પુરુષો માટે એક અધ્યયનમાં એક વાત મળી આવી છે જે ભૂલથી કરવામાં આવતી આ એક આદત આપના સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

image source

ખરેખર જ્યારે પણ આપણને કોઈ પ્રકારનો દુખાવો શરીરમાં લાગે તો તરતજ આપણને પેઇનકિલર લેવાનું યાદ આવે છે. જો કે આ પેઇનકિલર દર્દમાં રાહત આપવામાં અને ઠીક કરવામાં જરૂરથી મદદ કરે છે. પણ આની સાથે એક જટિલતા પણ જોડાયેલી હોઈ છે. પાચન, માસપેશિયોમાં નબળાઈ અને સ્ટ્રોકના લક્ષણોને વધતા હોવાથી પેઇનકિલર નિયમિત રીતે લેવાની મનાઈ કરવામાં આવે છે. આના કરતાં પણ વધુ અસરકારક એક સાઈડિફેક્ટ છે પુરુષોમાં નામર્દી.

નેશનલ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા કરવામાં આવેલ એક સર્વે મુજબ પેઇનકિલર પર નિર્ભર પુરુષો અને ઓછી પ્રજનન ક્ષમતા વચ્ચે એક આશ્ચર્યજનક સંબંધ મળી આવ્યો છે. આ સમાચાર એ પુરુષો માટે એક ઝાટકા જેવી રહેશે જે લોકો ફેમિલી પ્લાન કરી રહ્યા છે.

image source

ત્યાં જ પેઇનકીલરના વધતા ઉપયોગ વિશે એક્સપર્ટ કહે છે કે આજકાલ લોકોમાં ખૂબ તેજીથી એન્ટી-બાયોટિક અને પેઇનકીલરનો ઉપયોગ વધી રહ્યો છે. તેનું મુખ્ય કારણ છે ઓફિસની તાણ, તાણ વધારતી જીવનશૈલી અને ખાનપાન પણ એટલું જ જવાબદાર છે. જેનાથી લોકોમાં માથું દુખવું, કમર દર્દ, પેટમાં દુખાવો અને તાણની સમસ્યા હોવી એક સામાન્ય બાબત બની ગઈ છે.

image source

આનાથી બચવા અને દર્દથી છુટકારો મેળવવા માટે લોકો પેઇનકીલરનો ઉપયોગ કરવા લાગ્યા છે. તેમજ કેમિસ્ટની દુકાન પર કોઈપણ પ્રકારની એન્ટી-બાયોટિક અને પેઇનકિલર ખૂબ સરળતાથી મળી જાય છે આ પણ એક મુખ્ય કારણ છે પેઇનકીલરના ઉપયોગ વધારો થવા માટે.

સર્વે શુ કહે છે?

image source

ડેનમાર્ક અને ફ્રાન્સના ૩૧ પુરુષો(૧૮ થી ૩૧ વર્ષની ઉંમર સુધીના) પર કરવામાં આવેલ એક સર્વેમાં આ વાત સામે આવી છે કે આ પુરુષોને ૬ અઠવાડિયાના સમય માટે ૬૦૦ એમજીની ત્રણ પ્રસિદ્ધ પેઇનકિલર લેવાની સલાહ આપી. જ્યારે અન્ય લોકોને સર્વે દરમિયાન સામાન્ય પ્લેસેબો લેવાની સલાહ આપી. ત્યારપછી સર્વે માટે બીજા ૨ અઠવાડિયા આપવામાં આવ્યા.

સર્વેથી મળેલ જાણકારી.

image source

બે અઠવાડિયા પછી કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાં હોર્મોન લેવલની તુલના કરવામાં આવી. આ ટેસ્ટમાં મળી આવ્યું કે પુરુષોના લ્યુટીનાઇઝિંગ હોર્મોનના ઉત્પાદનના સ્તરની સાથે સાથે પીટુઇટેરી ગ્લેડના કામમાં વૃદ્ધિ નોંધાઇ છે. આ બંને જ પરજનનમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. બંનેના સંયોજનને કારક પુરુષોના શરીરમાં કેટલીક કોશિકાઓ ટેસ્ટોસ્ટેરોનના અધિક ઉત્પાદનને રોકે છે અને બોડીના રૂટિનને અલગ અલગ કરે છે. જેના કારણે સામાન્ય તાણ કરતા તેનું પ્રમાણ ખૂબ વધી જાય છે અને આ પ્રજનન ક્ષમતા પ્રભાવિત થાય છે.

વીર્ય પર પ્રભાવ પાડે છે.

image source

વધુ પેઇનકિલર લેવાથી લોકોમાં હાઇપોગોનેડીજ્મ નામની સ્થિતિ હોવાનો ખતરો વધારી દે છે જેના કારણે પુરુષોની પ્રજનન ક્ષમતા પ્રભાવિત થાય છે. ઉપરાંત શરીરમાં વીર્યની અસ્થાયી ઉણપ આવી જાય છે. જોકે એવું નથી કે બધા પ્રકારની પેઇનકિલર ખરાબ અસર કરે છે પણ પુરુષોએ આવી દવાનો ડોઝ સમજીને અને એકવાર ડોકટરની સલાહ પછી જ લેવો જોઈએ. તેમજ પુરુષોએ પેઇનકિલર પર નિર્ભર રહેવું જોઈએ નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ